યુવાનો અને સામાજીક બદલાવ

Speaker:

Gaurang Raval

December 12, 2021

December 12, 2021

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
10:30 am
CST:
9:30 am
PST:
7:30 am

About Event

As it stands today, half of India’s population is below the age of 25 and close to 65% below 35. That puts India firmly ahead of other Asian countries when it comes to the question of demographic dividend. Add to that, India with an average age of 29, will be the youngest country in the world.

But are we really ready for the incoming tsunami of youth-driven change and aspirations? Are our youth ready to take on the role and responsibilities of a majority population?

Clearly, the need of the hour is to have more young people getting involved in the social change and if they are to be the next generation of changemakers, the time is now to give them the skills for it.


Summary

ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા આયોજિત વક્તવ્ય ‘યુવાનો અને સામાજિક બદલાવ ‘ ના વકતા ગૌરાંગભાઈ રાવલે યુવા શક્તિ સામાજિક પરિવર્તન કરી શકે? પરિવર્તન માટે કયા પડકારો નો સામનો કરવો પડે તેની છણાવટ ખૂબ સુંદર રીતે કરી.

સમગ્ર દેશની આંકડાકીય માહિતી આપતા જણાવ્યું કે ભારત માં ૬૫% વસ્તી ૩૫ વર્ષ ના નીચેના યુવાનોની છે. એટલે ભારત દેશ યુવાનો નો દેશ કહેવાય. ભારતના વિકાસની વિપુલ તક તેના યુવા વર્ગ ને કારણે છે. આવ્યા ૨૦,૩૦ વર્ષ મા યુવા પેઢી નવા યુગમાં પ્રવેશ કરશે. યુવા વર્ગે ને તેમની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ છે સાથે સાથે પડકારો નો પણ સામનો કરવો પડે. આ બધાં ને સાંકળી લઈ તેમની શકિત રચનાત્મક કાર્યો માટે વાપરવામાં આવે તો નવનિર્માણ થઈ શકે. સામાજિક પરિવર્તન એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે, તેને રોકી શકાય નહીં . યુવાનોએ પોતાનો ધ્યેય પોતે નક્કી કરવો પડે. કઈ સમસ્યા તેમનો માગે અવરોધિત બની શકે કે માટે પોતે વિચારવું પડે, સાથે સાથે તેમની પોતાની limitations પણ નજર અંદાજ ન કરી શકાય. સભ્ય સમાજમાં, વિકસિત સમાજમાં તેમનુ પ્રદાન કઈ રીતે બદલાવ મા મદદરૂપ થાય તેની પર વિચાર કરવો જોઈએ. આ સમયે વડીલવગે ઉત્તમ માગેદશેન આપી શકે. સલાહ અને શિખામણ આજની પેઢી ને ખપતા નથી. ગૌરાંગભાઈ એ ખૂબ જ માર્મિક રીતે વણેવ્યુ. વિકસિત સમાજમાં ત્રણ કાર જરુરી છે. ૧ પત્રકાર ૨ કલાકાર , વિવિધ ક્ષેત્ર ના જાણકાર ૩ કથાકાર , જે ઉત્તમ જ્ઞાન પીરસે . આ ત્રણ જો પોતાના કાયે સભાનપણે જવાબદારી પૂવેક પ્રામાણિકતાથી નિભાવે તો સરકાર આપોઆપ સારી રીતે કામ કરી શકે.

આજના યુવાનોમાં નેતૃત્વ નો અભાવ છે. એ માટે વડીલો ( વયસ્ક વગે) જવાબદાર ગણી શકાય. કુટુંબ કે સમાજ માં યુવા વર્ગ ના અભિપ્રાય લેવામાં આવતા નથી મતદાન અધિકાર ૧૮ વષે આપવામાં આવે છે, પણ સમાજમાં તેમના મતની કિંમત નથી. ચૂંટણીમાં ૨૫ ,૩૦ વર્ષ ના યુવાનો ને તક આપવામાં આવતી નથી .પરિવારમાં વડીલ જ કતોહતો હોયછે. રાજકારણ કે સમાજમાં યુવાનોની અવગણના કરવામાં આવે છે. કેટલા યુવકો સકિ્ય રાજકારણમાં મહત્વ ના હોદ્દા પર સ્થાન ધરાવે છે? Not even single. આપણે સંરક્ષણ ક્ષેત્રે દુનિયા મા આગનું સ્થાન ધરાવીએ છીએ, આપણી યુવા શક્તિ ને કારણે, તો બીજા ક્ષેત્રે કેમનહી ? આ એક દુઃખદ વાત છે

યુવાનો માં અખૂટ શક્તિ છે, તેમનામા રહેલી ઉર્જા ને યોગ્ય માર્ગે વાળવાની જરુર છે. લશ્કર માં યુવાનો ને યોગ્ય તાલીમ આપી જેમને સક્ષમ બનાવવામાં આવે છે તેવી જ રીતે બીજા ક્ષેત્રો માં પણ શિબિર નું આયોજન કરી માગેદશેન આપવાની મહત્વની કામગીરી સમાજ ને સરકાર તથા NGO દ્વારા થવી જોઈએ કેટલીક સંસ્થાઓ કાયેરત છે પણ પરીણામ સંતોષકારક નથી .

લોકશાહી મા યુવાનોની ભાગીદારી મહત્વની છે. તેમને જાહેરમાં પોતાના પ્રશ્નો પૂછવાનો લોકશાહી માં હક છે. સામાજિક પરિવર્તન માટે તેમની ઉર્જા ને યોગ્ય માર્ગે વાળવાની કોશિશ વડીલો દ્વારા થવી જોઈએ.યુવાનો દેશનું ભવિષ્ય છે પણ સાથે સાથે વતેમાન પણ છે કે સૌએ સમજી લેવાની જરૂર છે. જેમને સમાજ પ્રત્યે સંવેદનશીલ બનાવવા પ્રયાસ શરૂ થઈ ગયા છે, પણ હજી ઘણું કરવાનું બાકી છે.

આદિવાસી યુવાનો લગભગ ૨૯% છે .કેટલીક સામાજિક સંસ્થા દ્વારા તેમને કેળવણી અપાય છે ને તેમને મુખ્ય પ્રવાહ માં જોડવાનું કામ ઘણી સંસ્થાઓ દ્વારા થઈ રહ્યું છે .તેમનામા રહેલા કૌશલ્ય ને યોગ્ય ઢાંચામાં ઢાળવામાં આવે તો નવનિર્માણ ની મુખ્ય કડી બની રહે , તેમા કોઈ શંકા ને સ્થાન નથી. ગૌરાંગભાઈ પણ આવી સંસ્થા સાથે જોડાયેલા છે , ને ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે.

આવનારા સમયમાં એક અલગ પ્રકારના પરિવર્તન ની આશા આપનાવક્તવ્ય થી છતી થાય છે.આપની એ દિશામાં પ્રયત્નો થી અમારા GSF ના પરિવાર ના સભ્યો ખૂબજ પ્રભાવિત થયા છીએ. આપની સંસ્થા યુવાનો ને સમાજ સાથે જોડવામા એક સેતુ બંધ ની ભૂમિકા ભજવે છે તે ખરેખર આવકાયે છે.

ખૂબ ખૂબ આભાર ગૌરાંગભાઈ . ખરેખર વડીલોને ખતરાની ઘંટડી થી માહિતગાર કર્યા આભાર

કોકિલા બહેન અને તેમની ટીમનો ખૂબ આભાર કે ઘણી જહેમતથી ગૌરાંગભાઈ જેવા વકતાને GSF ના મંચ પર લાવવા બદલ


About Speaker

Gaurang Raval

Social Worker
Learn More

Gaurang Raval

Gaurang Raval is a founder Gujarat based organisation, Sauhard and has been working on youth development since last 16 years. He has been nurturing thousands of young people as change makers for nation building. He was a state coordinator of Gujarat Collective, (a collation of youth centric NGOs of Gujarat).

He has set up various youth lead initiatives around youth leadership, promoting tribal young leaders, prevention of sexual harassment, psycho-social support and creative problem solving among the diverse communities. His organisation Sauhard worked intensively to promote youth leadership during the Covid 19 pandemic under a state level campaign, Gujarat Na Karmveer in partnership with UNICEF.

He also lead Mere Mat Se Mera Mat campaign in partnership with the Election Commission of India to promote ethical voting among young people during the 2017 Gujarat state elections.

Gaurang Raval was awarded President Clinton Fellowship for India in 2012 and prestigious Ashoka Fellowship in 2017 (one of the largest network of 4000 social entrepreneurs from 95 countries)

He has produced 6 documentary films, written and directed 15 theatre plays, authored a book ‘The Wicket Gate’ and written various articles, all around youth development and social change.

He is a visiting faculty in various colleges and universities. He is also a regular panelist on various Gujarati news debates.