Speaker:

Baldev Mori

January 8, 2023

January 8, 2023

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્ય  ગુજરાતી લોકગીતોમાં  સંસારચિત્ર ના વક્તા હતા
પ્રો. બળદેવ મોરી . ગુજરાતી ભાષા ના અમૂલ્ય ઘરેણાં સમા લોકગીતોની સુંદર વાત બળદેવભાઈ એ કરી.
લોકગીતો દ્વારા સંસારચિત્ર નું આલેખન રસપ્રદ હતું .
                                           
શબ્દોના માધ્યમથી  મળેલો વારસો લોકસાહિત્ય તરીકે પ્રચલિત થયો.

એક પરંપરા સાથે જીવતા સમાજ ની પાસે પોતાની વાતો, કવિતા ને કથા હતી. કોઈ આધારભૂત લિખિત માહિતી ન હોવાથી  શિષ્ટ સાહિત્યે તેની અવગણના કરી. તેને માન્યતા ન આપી , પણ વારંવાર છણાવટ થઇ.

લોક એટલે પોતાની વાતો સાથે જીવે, એ નગરમાં પણ રહેતો હોય, કોઈ ગામમાં કે છેવાડાની જગ્યાએ પણ
રહેતો હોય. સમાજની પરંપરા  વાણી ના સંર્દભ માં  પેઢી દર પેઢી  સાચવવાની જે પ્રથા  વિકસિત થઇ તે લોકસાહિત્ય . લોકસાહિત્ય દ્વારા   જે તે સમયના વાણી , પહેરવેશ, રીતિરિવાજ, ગીત સંગીત, વાદ્ય, , લોકમાન્યતા, લોકકથા, લોકકળા ની માહિતી  શિષ્ટ સમાજને  મળતી રહી. શિષ્ટ અને લોક  એકબીજા  સાથે મૂળિયાથી  જોડાયેલા રહ્યા.  ભાષા ની શિષ્ટતા એ સાહિત્ય .
                                           
જીવન સાથે સંકળાયેલા લોકસાહિત્ય ની તુલના  શિષ્ટ સાહિત્ય સાથે થાય જ નહી. લોકની બોલી દ્વારા જ પરંપરાગત બીજી પેઢી ને વારસારુપે અર્પિત થયેલા લોકસાહિત્ય એ માણસને સાચવ્યો છે, જ્યારે ઈતિહાસ લખાતા નહતા  ત્યારે જીવંત ઈતિહાસ આ સાહિત્ય દ્વારા જ  સચવાયેલો. આ કંઠસ્થ પરંપરામાં ચેતના ધબકે છે.  સમાજના સંયુક્ત તથા વિભક્ત કુટુંબે  ગાળેલી ક્ષણ ક્ષણ  લોકગીતોમાં ધબકતી જોવા મળેછે.  લોકગીતો એ તો સ્ત્રી ના સંસારનો એક ભાગ  છે.
                     
બળદેવભાઈ એ સ્ત્રી ના અલગ અલગ  રૂપો નો લોકગીત દ્વારા સુંદર પરિચય કરાવ્યો.
1. આર્તનાદ-  સંતાન વિહોણી સ્ત્રી રન્નાદે માતા ને પગલી ના પાડનાર દે લોકગીત દ્વારા વિનવણી કરે છે.
2. હાલરડાં - માતૃત્વ પ્રાપ્ત થતા  ગીત ગાતા ગાતા કેવી રીતેબાળકને ચેતનાનું શિક્ષણ આપતી તે બાબતે પ્રકાશ ફેંક્યો.
3. ગોરમાનું વ્રત -કરતી કન્યા ભાવિ પતિ કેવો હશે  તેની કલ્પના સુંદર ગીત ગાતી ગાતી કરતી, વળી
4. સગાઈ - વિવાહ થતા કુટુંબના સભ્યો , સાસુ, સસરા, જેઠ જેઠાણી , દિયર તથા પરણ્યા વિશે કલ્પના કરતી. કુટુંબના સંબંધો ની પરિકલ્પના કરતા  લોકગીતો  પણ બળદેવભાઈ એ સંભળાવ્યા.
5. ભાઈ બહેનના સંબંધો  , ભાઈ સાથેના સંબંધો  પર પણ લોકગીત રચાયાછે.
6. જાતીય ભાવના-  સ્ત્રી અને પુરુષ ના શૃંગાર અને રસિકતા ના ભાવ પણ લોકગીતો માં જોવા મળેછે.
શૃંગારની પરાકાષ્ઠા દર્શાવતા ગીતો  માં કામુકતા ભોગવવાની ઇચ્છા દર્શાવતી સ્ત્રી નું વર્ણન  પણ લોકગીતો માં જોવા મળેછે.  મહેંદી ની રસમ, દિયર ભા ભી ના મીઠાં સંબધ, દાદા દીકરી ના સંબંધ , મામી ભાણેજના સંબંધ, પ્રીત માં નિષ્ફળતા મળતા પ્રિયતમા નો  વલવલાટ, ત્યાગ બલિદાન  આવા કંઈ કેટલાંય સંબંધો ને લોકગીતો માં આવરી  સમાજની સંસ્કૃતિ , રીતિરીવાજ ને પરંપરા લોક સાહિત્યે જીવંત રાખી છે.
                 
આપણી સામંત શાહી ને રાજા રજવાડાં ની વાતો ચારણ પ્રથા એ જ જીવંત રાખી છે. ચારણ વાણી પણ લોકગીતો નો સમૃધ્ધ  વારસો છે. લગ્ન જીવન, મંગલફેરા , ને ગરીબ ને સુખી કુટુંબ  સંર્દભે પણ લોકગીત રચાયા છે. ટૂંકમાં સમાજના દરેક પાસા ને પરંપરાગત રીતે  પેઢી દર પેઢી વારસો લોક ગીત, લોક સંગીત ને લોક સાહિત્ય દ્વારા જ સચવાયેલો છે.
                                         
બળદેવ ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર  લોક ગીતો વિશે અદ્દભૂત માહિતી બદલ.  
               
કોકિલા બહેન તથા તેમના પરિવારનો ખૂબ ખૂબ આભાર

Summary

About Speaker

Baldev Mori

Hindi Vinit, M.Phil, NET. MA in Gujarati, Ph.D. (Pursuing)
Learn More

Baldev Mori

I have been associated with Mahatama Gandhi’s established Gujarat Vidyapith as a student and was fortunate enough to get employment here in a teaching position just after my formal education was over. Even as a Ph.D. scholar I have been preparing my doctoral treatise in affiliation with Gujarat Vidyapith.

Since, Gujarat Vidyapith is an institution functioning on the Gandhian philosophy where we incorporate three Hs to mold the students not just as graduates with a professional degree, our endeavors go in the direction of making him/her as a responsible citizen who inculcates in his/her personal as well as in professional life the basic principles of Truth, Love, and Compassion. I have actively contributed to the designing of the syllabi of Gujarati Language and Literature which orients the students towards these ideals.

I have also participated in more than 40 national/international level seminars and conferences and presented research papers.

Since my basic field of research is Folk literature and Folk knowledge system, I have delivered numerous talks on various topics related to it.

I am also associated with various committees and literary circles which keeps me abreast with all the latest trends and talks, emerging influences, and novel ideas being experimented with at different levels in literary circles.

Overall, I am a voracious reader and like to spend much of my quality time in the company of Books.