મણકો# 215 તા- 25-8-2024
ગુજરાતીસાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા ગિરિમા ઘારેખાન . તેમણે રસીલાબેન કડીયાનીકલમે લખાયેલું, અલગ જ શિર્ષકવાળા પુસ્તક ‘પેપરક્લિપ્સ’ નો પરિચય તેમની રસપ્રદ શૈલીમાંકરાવ્યો.માનવ જાતના ઇતિહાસના કલંકને વાચા આપતા પુસ્તક પરિચયમાં બીજાવિશ્વયુદ્ધ દરમ્યાન યહુદીઓ પર હિટલર ને તેની સેના દ્વારા થયેલા જુલમ જેહોલોકાસ્ટના નામે જાણીતા છે તેની વાત છે.
પુસ્તકમાંઅમેરિકાના ટેનેસી રાજ્યમાં આવેલા સાવ નાના ગામ વિટવેલની વાત છે. માત્ર 1,600 માણસો જગામમાં રહે છે. રેલ્વેનું જોડાણ નહીં હોવાથી ગામની શાળાના બાળકોનો બહારની દુનિયા સાથે સંપર્કજ નથી. ગામની શાળાના આચાર્ય લીન્ડા હુપરને બાળકોને જોઇને સતત એવોવિચાર આવે છે કે બાળકોના વિકાસ માટે તેમનેબહારની દુનિયાની જાણકારી હોવી જોઇએ. આ બાળકો આગળ ભણવા કે નોકરીકરવા બહાર જશે તો કેવી રીતે બહારની દુનિયા સાથે એડજસ્ટ થશે. તેમણે સ્ટાફનીમીટીંગ બોલાવી ને બધાંના વિચારોજાણ્યાં ત્યારે શાળાના વાઇસ પ્રીન્સીપાલ ડેવિડ સ્મિથે કહ્યું કે બાળકોને હોલોકાસ્ટવિશે જ્ઞાન આપીએ તો એમને સમજાય કે જુદી જુદી જ્ઞાતિઓ , સમુદાયોવચ્ચે સમભાવ ના હોય, સહિષ્ણુતા ન હોય તો નફરતમાંબદલાઇ કેવા ગંભીર પરિણામ આવી શકે. તેથી બાળકોને સમજાવવા વર્ગનું આયોજન કર્યું. તેમને મરનાર યહુદીની સંખ્યા 60 લાખ એરલે 6 મિલિયન જણાવીપણ. બાળકોને 6 મિલિયન એટલે કેટલા તેનો ખ્યાલઆવતો નથી એટલે એ સમજાવવા માટે છ મિલિયન પેપરક્લ્પિસ એકઠી કરવાનો project હાથ ધરાયો.આપ્રોજેક્ટ દરમ્યાન જે પરિણામ મળ્યા તે આશ્ચર્યજનક હતા. આખા અમેરિકામાં વાત પ્રસરી ગઇ . પછી તો જર્મનીમાં પણસમાચારપત્રો દ્વારા વાત ફેલાઇ. આ પ્રોજેક્ટ આખરે માનવજાતનેપ્રેમ અને શાંતિનો સંદેશ આપી જાય છે એની દંગ થવાય એવી વાત આ પુસ્તકમાં છે.
પેપરક્લ્પિસએકઠી કરવાનું લક્ષ્ય પૂરું થયા પછી બાળકોના શિક્ષક જેમની ભૂમિકા આખાપ્રોજેક્ટ દરમ્યાન મહત્વની હતી તેમણે પેપરક્લ્પિસ ને શુભેચ્છા પત્રોનેસંઘરવાસ્મારક બનાવવાનું સૂચન કર્યું. એમણેસાથે એમ પણ કહ્યું યહુદીઓને જે ઢોર ડબ્બામાં લઇ જવાતા હતા એવો એક ઢોર ડબ્બો લાવીએમાં સ્મારક બનાવીએ તો યહુદીઓને સાચી અંજલી આપી ગણાશે. પછી તો એક જર્મન સમાચારપત્રોમાં કામ કરતું શ્રોડર દંપતીના પ્રયત્નોથી ડબ્બો પણ ખરીદીને વિટવેલલાવવામાં આવ્યો. રેલ્વે ટ્રેક પર ડબ્બો એનીઆજુબાજુ સુંદર બગીચો બનાવવામાં આવ્યો. એની બાજુમાં 8 ફૂટ ઉંચોલોખંડના કયૂબ પર એક ચમકતી પેપરક્લ્પિ લગાવી ને છેક ઉપરધાતુનાં બે પતંગિયું પકડતા બે પૂતળાં જે એકછોકરો ને એક છોકરી છે. એ બે પતંગિયા જેવા બાળકો દુનિયાના આઝાદબાળકોનું પ્રતિનિધિત્વ કરેછે. કેવો સુંદર સંદેશ આપતું સ્મારક!!
ખરેખરગિરિમાબહેન પુસ્તક પરિચય પછી સૌ કોઇને વાંચવાની તાલાવેલી લાગી છે. આપનો ખૂબ ખૂબઆભાર.
કોકિલા બહેનઅને તેમના પરિવારના સભ્યોનો આભાર
—— સ્વાતિ દેસાઇ