વ્યક્તિગત અને સામુદાયિક વિકાસ માટે સુખાકારીને સમજવી

Speaker:

Dr. Kaushal Nanavati

January 14, 2024

January 14, 2024

IST:
9:22 pm
GMT:
3:30 pm
EST:
10:30 am
CST:
9:30 am
PST:
7:30 am

About Event

Summary

ગુજરાતી સાહિત્ય ફોરમ  મણકો#185  તા-14-1-2023

 

 

ગુજરાતી સાહિત્યફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા ડો. કૌશલ નાણાવટી, તેમણે વ્યક્તિગતઅને સામુદાયિક વિકાસ માટે જરુરી બાબતો પર ધ્યાન દોરી માહિતીલક્ષી સુંદર વક્તવ્ય આપ્યું. 

                   

જીવનમાં સફળતાપામવા માટે આપણે હંમેશા ઊંચા લક્ષાંક પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, તેમાં આજુબાજુના પરિબળોનો વિચાર પહેલાં કરીએ છીએ, પણ સફળતા માટે આત્મખોજ જરુરી છે. પોતાની 

જાતને પ્રેમ કરો, પોતા માટે વિચારી મનને તૈયાર કરો. પોતાની ક્ષમતા ચકાસી ચોક્કસ આયોજન કરો. 

કોઇપણ કામ કાલ પરમુલતવી ના રાખો, આયોજન પ્રમાણે પૂરું કરવાનો આગ્રહ રાખો. 

                                

સાચી સફળતા એ જછે કે જીવનમાં સંતોષ અને શાંતિ મેળવી શકીએ. આર્થિક સધ્ધરતા એ સાચીસફળતા નથી, પૈસાની સાથે ચિંતા ને વધુ  મેળવવાની લાલચ અને કેટલાક અનિષ્ટો પણ  પગપેસારો કરેછે.  લાંબા જીવન માટે આરોગ્યસુખાકારી જરુરી છે, સાથે સાથે તમારું જીવન સમાજને પણ ઉપયોગી હોય તેવુંજીવન જીવવું જોઇએ. 

                              

સામાજીક જીવનમાંવણાયેલા સંબંધો ,  જેવા કે પતિપત્ની, માતાપિતા, પુત્ર, પુત્રી, મિત્ર સાથેના સંબંધોમાં પરસ્પર પ્રેમ, વફાદારી, એકબીજા પ્રત્યેઆદર સાથે ,forgiveness, sharing goals & commitment પણ એટલા જ જરુરીછે .જીવનના ઉતારચઢાવ  ને કૌશલભાઇએ ચંદ્રકળા સાથે સરખાવી ઉત્તમ ઉદાહરણ આપ્યું, સુખ ને દુ:ખની ચંદ્રકળા જેમ વધઘટ થતી રહે.દુ:ખમાં ભાંગી પડવાને બદલે  તેમાંથી માર્ગશોધવો જોઇએ. 

                                    

દરેક જણ જાતનેપ્રેમ કરી તેની સુખાકારીને મહત્વ આપે ,તો આપોઆપતંદુરસ્ત સમાજનું નિર્માણ થશે. ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જજીવવું જોઇએ. ભવિષ્યની અમંગળ કલ્પના વર્તમાન જીવનની પણ  શાંતિ છીનવી લેછે. જેસમાજ પાસેથી મેળવ્યું છે તેનાથી બમણું સમાજને આપવાનીભાવના કેળવવી જોઇએ, તેનાથી સંતોષ નેશાંતિ પ્રાપ્ત થાય છે. 

                            

તંદુરસ્ત જીવનમાટે યોગ્ય આહાર, કસરત, યોગ, ધ્યાન જરુરી છે. જીવનના અંત સુધી કાર્યરત રહો, સતત નવું શીખવાની ખેવના રાખો, જ્ઞાન મેળવવામાટે પ્રયત્નશીલ રહો. આપણાં શરીર રુપી એંજીનને કાર્યરતરાખવા  સારી આદતો કેળવો, ધુમ્રપાન, આલ્કોહોલનું પ્રમાણજાળવો.  રાત્રેસૂતા પહેલા ધ્યાન  ને દસેક મિનિટ ઉંડા શ્વાસ લેવાથી  હ્રદયનેપર્યાપ્ત  બળ મળે છે. યોગ, પ્રાણાયામથીશરીરના છ ચક્રો કાર્યરત થઇ શરીરની શારિરીક ક્ષમતા વધારે છે. 

                      

જાતને સુખી કરવીએ આપણી પહેલી ફરજ છે. પહેલું સુખ તે જાતે નર્યા .

               

કૌશલભાઇ આપનો ખૂબખૂબ આભાર માહિતીલક્ષી વકતવ્ય બદલ 

   

કોકિલા બહેન અનેપરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર 

 

 

 

                           —-  સ્વાતિ દેસાઇ 

About Speaker

Dr. Kaushal Nanavati

Physician, Writer
Learn More

Dr. Kaushal Nanavati

Dr. Kaushal Nanavati, is an Integrative Family Physician at Upstate Medical University in Syracuse, NY who enjoys educating people on wellness, self-care, and achieving contentment and peace in life using humor, stories, and real, tangible examples.

He was born in Junagadh in Gujarat and when he was 7 years of age, his family moved to the United States. He has nearly 27 years of experience as a Family Physician and is also board Certified in Integrative Medicine. He is the Assistant Dean of Wellness at Upstate Medical University and also Director of Integrative Medicine and cancer survivorship.

He has enjoyed learning karate and coaching his son in basketball, has completed a marathon, loves to play tennis and golf.

He is also an author having written a book series, CORE 4 of Wellness, which is a culmination of insights addressing the importance of nutrition, physical exercise, stress management, and spiritual wellness to achieve a balanced life.”