જીવનની હળવી વાતો

Speaker:

Suchi Vyas

February 18, 2024

February 18, 2024

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
10:30 am
CST:
9:30 am
PST:
7:30 am

About Event

Summary

મણકો# 190 તા-18-2-2024

                         

ગુજરાતી સાહિત્યફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા સૂચી વ્યાસ, જેઓ  લગભગ 40 વર્ષથી નશા મુક્તિની સંસ્થામાં યુ.એસ. ખાતે કાર્યરત છે. 

                            

સૂચીબહેન નાની ઉંમરથીનશાબંધી અભિયાન સાથે સંકળાયેલા છે. શરુઆતમાં Re-hebcentre માં રહી પોતે તેની કાર્યપદ્ધતિ શીખ્યા. દર્દી ને આપવામાંઆવતી થેરેપી ને તેના પરીણામ પર અભ્યાસ નેચિંતન કરી પોતાની નવી થેરેપી વિકસાવી. મોટાભાગના દર્દી હતાશાના શિકાર હતા. નાનાબાળકો જે વિચ્છેદ કુટુંબના હતા તેમનામાં ગુસ્સો ચિડીયાપણું ને હતાશાને કારણે થોડીવાર માટે મળતી શાંતિમાંથી ધીમે ધીમે તેના બંધાણી કયારે બની જતાં તેનીતેમને પણ ખબર પડતી નહી. પોતાના નજીકના કુટુંબના સભ્યોદ્વારા  કે સાવકા પિતાનો બળાત્કારના ભોગ બનેલી બાળાઓની વેદના અસહ્ય બનતીત્યારે શરાબ કે કેફી દ્રવ્યોના રવાડે ચઢી જીંદગી બરબાદ કરીનાખતા. કેટલીકવાર હતાશાને પરિણામે આત્મહત્યા જેવું પગલું ભરતાં પણ અચકાતાં નહીં .સમાજથી તરછોડાયેલા, અસફળ જુવાનિયા પણ કેવી રીતે નશાખોર બની જતા ને તેમનેનશાથી મુક્ત કરવા તેમની જહેમત રંગ લાવતા, આજે ઘણાં સામાન્યજીવન જીવે છે તેના અનુભવો તેમનાવક્તવ્ય દરમ્યાન કહ્યા. 

                                

તેમની થેરેપીનીતબક્કાવાર પધ્ધતિમાં અઠવાડિયામાં 9 કલાક દર્દી સાથેવાર્તાલાપ કરી, તેના કારણના મૂળમાં જઇ સારવાર અપાતી. સુચીબહેને નવીથેરેપીના ભાગરુપે તેમાં બાગકામ, ચિત્રકળા,સંગીત, સાઇકલીંગ વિ.તેઓની રુચિ પ્રમાણે કરાવતા, જેનાથી તેમને આશ્ચર્યજનક પરિણામ પણ મળ્યા. તેમના 40 વર્ષનાં અનુભવોતો જાણવા તો તેમને સાંભળવા પડે. 

                 

નશામાંથી દર્દીને મુક્ત કરવા તે એક બારીક નક્શીકામ છે. આખી જીંદગી નવેસરથી ગોઠવવાની વાત છે.દર્દીની લાગણીને સમજી તેના frustration બહાર લાવવાનુંકૂનેહભર્યું કાર્ય છે. દર્દી એક કોશેટામાંજીંદગી જીવતો હોય છે,  પોતાના દુ:ખ દર્દ ની વાત હ્રદયમાં ધરબીને બેઠો હોય છેતેને અપરાધપણાંની માનસિકતામાંથી બહાર લાવવાનું  લોઢાના ચણા ચાવવા જેવુંમુશ્કેલ માં સુચીબહેન કરી રહ્યા છે. સુચીબહેન ધીમે ધીમે દર્દીની લાગણી સમજી સારવાર આપેછે. 

                                  

સુચીબહેન આપનુંજીવન તો પ્રેરણાદાયી છે. આપનો ખૂબ ખૂબ આભાર

   

કોકિલા બહેન નેતેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબઆભાર 

                      —- સ્વાતિ દેસાઇ 

About Speaker

Suchi Vyas

Writer
Learn More

Suchi Vyas

Born and raised in the small town of Gujarat/Saurashtra: Rajkot, in a Gandhian family, with both parents dedicating their lives to Mahatma Gandhiji in India's freedom fight.They resided in Sabarmati-Ashram for 13 years post-wedding.

 

My father was assigned to Rajkot in 1930.  Elementary and high school education completed at Rashtriya-Shaala and GT Girls High School in Rajkot. College education at Bombay University, BA in Psychology and Sociology, followed by a Master's in Human Services (MHS) from Lincoln University in the USA.

 

For 40 years,provided humble services to wounded souls, including those addicted to heroin,cocaine, other street drugs, and alcohol. Later, began writing and publishedtwo books, "Suchi Kane" and "Aavo Aavo." Enjoy cooking,reading, traveling, and spending time with friends. Mother of two grownchildren and grandmother of three lovely grandchildren.