ટૂંકી વાર્તા અને હું

Speaker:

Panna Trivedi

August 1, 2021

August 1, 2021

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

ગુજરાત સાહિત્ય ફોરમ દ્વારા આયોજીત  વાતૉલાપ ના વાતૉકાર  પન્નાબહેન  ત્રિવેદી   ટૂંકી  વાર્તા  ના વાતૉકાર  તરીકે  ઊભરી  રહ્યા છે.  પન્નાબહેને યુવા  સાંપ્રત  લેખિકા  ને સારા અનુવાદક તરીકે  નામના મેળવી  છે.તેમને સાંભળવાનો  લહાવો  'ગુજરાત સાહિત્ય ફોરમ ' ના પરિવાર  ને સાંપડયો.  વાતૉલાપ  દરમ્યાન પણ જાણે તેમના  મનમાં  નવી વાતૉ  ની પશ્ચાદ ભૂમિકા  રચાતી
હોય  તેવુ  અનુભવાયું.  
                 
બાળપણથી  જ સૂતી વખતે  વાતૉ  સાંભળવા નો શોખ, પણ વાતૉ સાંભળતા સાંભળતા જ  સૂઇ જતા. જેથી  અંત તો કયારેય  સાંભળ્યો  જ નહતો.

તે વખતની  બાળકલ્પના  અંતે  શું  થયું  હશે  તેવી  જાગ્રત અવસ્થામાં  ચાલતી  વિચાર  શૃંખલા ને લીધે વાતૉ  વિષે  કદાચ  અપ્રત્યક્ષ  રીતે  બાળપણ  થી જ વિચારતા,  જે યુવા  વયેવાતૉ  લખવા  ના શોખ રુપે  કેળવ્યો.
   
વાતૉ લખતી  વખતે  ખૂબ  જ મનોમંથન  અનુભવતા  ને મંથન ને  અંતે  શ્રેષ્ઠ  ટૂંકી વાર્તાઓ  રચાતી  ગઇ ને  સમાજ  ને  ઉત્કૃષ્ટ  ટૂંકી  વાતૉ  નું  સાહિત્ય  પૂરું પાડ્યું.  
     
પન્નાબહેન  જણાવ્યું  કે વાતો  લખવાનું  કાયૅ પડકાર જનક રહયું  છે. વાતૉ ના જીવંત પાત્રો  તેમની
આસપાસ  જ હોય છે, જે જગતમાં  જી વો છો, અનુભવો  છો તેમાં  સત્ય  ની શોધ  ને  અંતે  ઘટનાનું  વાતૉ  માં  રૂપાંતર થાય છે.  જીવન  ના સત્ય  નું  નવા  સ્વરૂપે  જગત સમક્ષ વાતૉ  દ્વારા  પહોંચાડવાનું  તેમનું મુખ્ય ધ્યેય  રહયું છે.
               
સમાજમાં  રહેનાર  વ્યક્તિ  પર સામાજિક  ઘણો દબાવ હોય છે . વ્યક્તિ  એક મહોરાં  હેઠળ જીવતો
હોય છે,  જે સમાજ ને  માન્ય છે.  સાચા  વાતૉકાર નું  કાયૅ જ એ હોય છે કે અસલ ચહેરા  ને શોધવા  પ્રયત્ન  કરે છે  ને શોધ ને અંતે  કાલ્પનિક  પણ વાસ્તવિકતા ને સ્પશૅતી  વાતૉ ની રચના  કરે છે.કયારેક  વાસ્તવિકતા  ને અપાતું  કાલ્પનિક  રુપ એ વાતૉકાર  ની ખૂબી છે જેનો
પન્નાબહેન  પાસે  અખૂટ ભંડાર છે.
     
રસ્તામાં આવતા  જતા  પણ તેમની  વાતૉ  ના વિષય  ની શોધ  નિરંતર ચાલુ જ  હોય છે. અનેક પાત્રો  ના સરવાળા  ને અંતે  જે સત્ય  તેમને લાધે છે  તેનાથી  ઘણીવાર  તત્કાલીન  સમાજ  નું  નિરૂપણ  કરતી  વાતૉ  આકાર પામે  છે, જે  હૃદય સોંસરવી ઉતરી જાય  છે ને અંત વાંચકોને  હચમચાવી મૂકે છે.
       
વકતવ્ય  દરમ્યાન  જણાવ્યું  કે વાતોકાર હંમેશા કળા  ના પક્ષમાં રહે છે . કોઈ  વાસ્તવિક  ઘટના ને વાતૉ  ના ઢાંચામાં  બાળવાનો પ્રયત્ન કરે છે.
   
ઘણીવાર  વાતૉ  ના અંતમાં  સ્પષ્ટતા  નથી હોતી, તે વાતૉ માં  વાતૉકાર  પોતાની  મૂંઝવણ  વાંચકો  સમક્ષ  રજૂ  કરે છે. અથવા   તેની  મથામણ  ને સંઘર્ષ  ની વાત રજૂ કરે છે.

તેમણે  લખેલી  કેટલીક  ટૂંકી  વાર્તા  ની સુંદર  છણાવટ  કરી  ને તેના  વિષય વિશે  વિસ્તૃત માહિતી આપી. તેમાં  મુખ્યત્વે રાયણ,વન ટુ કા ફોર,કેસરી,  મૂંછ, ઉઝરડો, ચપટી,  વસંત  દહન થી માહિતગાર  કયૉ. વધુ  જાણકારી  માટે  તેમના  વકતવ્ય  ને યુ ટ્યુબ માણીએ.

તેમના  પુસ્તકો  પણ વસાવવા  જેવા છે.

આમ પન્નાબહેન જણાવ્યું કે  વાતૉકાર  મુખ્યત્વે સ્થુળ  ને સૂક્ષ્મ  ઘટના  પર વાતૉ  લખતા હોય છે.
News  Room વાતૉ  માં  સ્ત્રી  ના( News  Reader) બારણાં  પાછળ  શોષણની વાત કરી.   આમ સમાજ ને  સ્પશૅતા પ્રશ્નો  ને વાતૉ  ના ઢાંચામાં  ઢાળવાનું કામ  કરી સાંપ્રત  લેખિકા નું  ગૌરવ  પ્રાપ્ત  કર્યું  છે.
   
અંતે  એમણે  તેમની  વાતૉ  લખવાની ઢબ નું  રહસ્ય છતું કર્યું.  તે પોતે વાતૉ  લખવાની શરૂઆત માં  અંત પહેલાં  વિચારે ને પછી  લખવાનું  આરંભ  થાય.  અનેક  અભેદ્ય  કોઠાની રોમાંચક  સફર ને મથામણ  વાતૉ  ને અંત  સુધી  ખેંચી જાય  એટલે  અભિમન્યુ  ના સાત કોઠાની વાત.

સાતમા  કોઠાથી શરૂઆત    ને એક થી છ  કોઠામાં  મથામણ  ને હંફાવી  સાતમા  કોઠામાં  પ્રવેશ.  ખૂબ  અદ્ભુત  .
પન્નાબહેન વળી  નિલકંઠ  તરીકે  પણ જાણીતા. કંઠમાં  ઝેર  ભરી  સમાજ  ને તો ઉત્કૃષ્ટ  કૃતિ
આપવાનો જ પ્રયત્ન.
આપના  વાતૉપઠને પણ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા. ખરેખર  આપને સાંભળ્યા  પછી  એટલું  જરૂર  સમજાઇ ગયું  કે  તમે મેળવેલ  કંઈ  કેટલાંય  પારિતોષિક    , તમે  કરેલ મથામણ  ને જ આભારી  છે.
       
ખૂબ ખૂબ આભાર  પન્નાબહેન

ખૂબ ખૂબ આભાર  કોકિલા બહેન અને તેમની ટીમનો.
         સ્વાતિ.  દેસાઈ.

About Speaker

Panna Trivedi

Poet, Author
Learn More

Panna Trivedi

Panna Trivedi is an accomplished Assistant Professor with an impressive educational background, including a B.A., M.A., B.Ed., Ph.D., UGC NET (with JRF), and G-SLET from VNSGU University. She excelled in her studies, receiving Gold Medals for ranking first in both B.A. and M.A. Her Ph.D. from M.S. University of Baroda focused on Gujarati Short Stories, Sketches, and Literary Criticism.

Panna Trivedi is also a published author with notable works like "Aakash Ni Ek Chees" (2002), "Rang Vina no Rang" (2008), "Ekant No Awaj" (2010), and more. She has received recognition and awards for her contributions, including the "Kumar" Kamlaparikhparitoshik award for Best Short Story in 2012 and the Jay Dinkar Shah award for her poetry collection "Ekant No Awaj" in 2010.

In addition to her writing achievements, Panna Trivedi has been involved as a jury member for prestigious awards and has undertaken research projects. Her extensive qualifications and contributions demonstrate her dedication and expertise in the field of Gujarati literature.