વર્તમાન સમય અને માનવતા

Speaker:

Arjun Desai

July 30, 2020

July 30, 2020

IST:
7:00 pm
GMT:
2:30 pm
EST:
CST:
PST:

About Event

માનવી સાવ પ્રાથમિક અવસ્થામાં જીવન વ્યતિત કરતો હતો ત્યારથી તેનામાં દયા, લાગણી, મમતા , કરુણા ના ગુણો વિકસિત હતા છેક પૌરાણિક કાળમાં મોટા મોટા ખલનાયકોમાં તેમની તમામ અસામાજિક પ્રવૃત્તિ વચ્ચે આ સદગુણો દેખા દે છે માનવતા નો ગુણ જો માનવીમાં ના હોત તો આ પૃથ્વી ઉપરથી તેનું અસ્તિત્વ ક્યારનું મટી ગયું હોત પણ હવે આજના આધુનિક યુગમાં માનવતા વિષેનો માનવીનો ખ્યાલ ઘરમુળથી બદલાવા લાગ્યો છે વર્તમાન સમયમાં માનવ જીવન ઇતિહાસના સૌથી કપરા દોરમાં થી પસાર થઈ રહ્યું છે આજની ક્ષણે આપણને સૌને માનવતા જ પાર ઉતારશે પણ સમસ્ત વિશ્વની કમનસીબી એ છે કે આજે માનવી માનવતા ભૂલતો જાય છે આવો આપણે સૌ ભેગા થઈ એક વિચાર વલોણું કરીએ કદાચ માખણ સ્વરૂપે માનવતા મળી પણ આવે



Summary

આજે  નવમાં  મણકાઓમાં  વિવિધ  વિષય..  નિબંધ, વાર્તા,  પ્રાચીન  કવિતા ઓની  છણાવટ કરી અને એની સુગંધ રુપે ઝડપથી ફેલાઈ રહી છે.... ગયા ગુરુવારે ૮૧ સાહિત્ય રસીકોએ ધણાજ ઉત્સાહથી માણ્યો હતો... આજે  ડો. અર્જુન દેસાઈ મુખ્ય વક્તા તરીકે તેઓને આવકાર્યા .. આજનો વિષય   “ વર્તમાન સમય અને માનવતા” ધણાજ સુંદર વિષયને સ્પર્શવાનો હતો.
મુ. કોકિલાબેને ચોકસીએ તેઓની બહુમુખી પ્રતિભાની ઓળખને પ્રસ્તુત કરી ભાવભીનો આવકાર આપી તેઓને વાત આગળ વઘારવા વિનંતિ કરી.

ડો. અર્જુન દેસાઈએ  શરુઆત  માનવતાની  વ્યાખ્યા  ઈનસાનિયત,  જીવદયા,  સારી ભાવના  કહી  શકાય  એવું  કથન  કર્યું.  આદિ  માનવમાં  પણ પ્રાથમિક સહજતાતો હતીજ  એથી  કરોડો વર્ષ પછી પણ આજે મનુષ્ય જીવન હયાતીમાં છે...  આમાં  ધણા  દેવ  દાનવો  પણ  માનવતાવાદી  હોવાના  ધણાંજ પ્રસંગો રામાયણ મહાભારતમાં અનેક જુદી જુદી રીતે પ્રગટ થાય છે એ માટે માનવતાવાદીની હયાતીનું પૃથક્કરણ થાય છે. રાવણ, દેવકીનું પણ ઉદાહરણ આપી એ રીતે પણ માનવતા છે એ વાતની સાબિતી લોજીક સાથે રજુ કરી. આ પ્રમાણે ધણા ઉદાહરણો આપી માનવતા મરી પરવારી નથી એ દ્રષ્ટીકોણ આપી વાતને સત્ય તરફ લઈ ગયા.ધૂમકેતુને પણ ચાંદ કર્યા ... “ પોતાનો દ્રષ્ટીકોણ છોડી સામેવાળાનો દ્રષ્ટીકોણ અપનાવાથી જીવનની ધણીજ સમસ્યાનો અંત સામે દેખાશે. હાલના સમયમાં કદાચ માનવતા ઓછી થઇ હશે પણ મરી પરવારી નથી એ કથન પણ સત્ય છે.

છેલ્લે..આજના  વખતમાં  પ્રભુએ  સરસ  સમય  આપ્યો  છે  એનો  સદ્ઉપયોગ  કરી જરૂરત  હોય  એવા  લોકોને  મદદરુપ  થવું  એ  પણ  એક  લાહો  સમજી  મદદ  કરવી.

આ  સુંદર વ્યાખ્યાનનો  સમયનો  અભાવને  લીધે  સમાપન કરવું પડ્યું.  ડો. અર્જુન દેસાઈ  પાસે  ફરીથી  વ્યાખ્યાન  આપવાનો  લાહો  આપે  એજ  ભાવના  સાથે  આભાર  વિધિ  કરી.

આ  વ્યાખ્યાનમાં  ભાગ  લેનાર  સર્વે  તથા ચિ. રીંકીને તેઓની સુંદર રીતે મેનેજ કરવા માટે ખાસ આભાર માની ફરીથી આવતા ગુરુવારે  નવા વિષય સાથે મળવાની રાહ જોવા સંકલ્પ સાથે છુટા પડયા.


About Speaker

Arjun Desai

Motivational Speaker
Learn More

Arjun Desai

  • મોટીવેશન સ્પિકર
  • ભૂતપૂર્વ પ્રોફેસર ખંભાત આર્ટસ કોલેજ
  • હાલ બિલ્ડર વડોદરા
  • પ્રમુખ, રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત, વડોદરા
  • મંત્રીશ્રી, ખંભાત મિત્ર મંડળ, વડોદરા
  • મંત્રીશ્રી, રાજપીપલા મિત્ર મંડળ, વડોદરા