પ્રત્યેક વ્યક્તિ અનન્ય છે. પ્રત્યેક વ્યક્તિ મૌલિક છે. આપણે આપણી મૌલિકતા ગુમાવીને વૈશ્વિક કદાપિ ન બની શકીએ. ભાષા કોઈ પણ રાષ્ટ્રની મૌલિકતા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. પરભાષા ક્યારેય વિકાસનું માધ્યમ ન બની શકે. હા, અવનવી માહિતીનાં દ્વાર જરૂર ખોલી શકે. વૈશ્વિક બનવાનો રાજમાર્ગ તો 'રાષ્ટ્રીયતા' છે. આપણે આપણને જ નહીં સમજીએ તો વિશ્વમાનવ તો શું સાચા 'માનવ' પણ નહીં બની શકીએ. માટે દરેક વ્યક્તિએ, સમાજે અને રાષ્ટ્રે એ સારી પેઠે સમજી લેવું જોઈએ કે વિકાસ અને વૈશ્વિકતાની પૂર્વશરત સ્વભાષા - માતૃભાષા જ છે. અનેક રાષ્ટ્રોએ આ તથ્યને સિદ્ધ કર્યું છે.
GSF દ્વારા આયોજીત 11- 4- 2021 ના રોજ વૈશ્વિકતા ની પૂવૅશરત ના વકતા હષૅદભાઇ. શાહ. નુ ખૂબ સુંદર વકતવ્ય રહયું.
સપ્તપદી ના સાત પગલાં વિવાહિત જીવન ની શરૂઆત છે. તેમ વ્યક્તિ ના વ્યક્તિત્વ ના વિકાસ માં સાત પગલાં કેટલા મહત્વના તેનું દષ્ટાત આપી સુંદર શરૂઆત કરી. વ્યક્તિ પરિવાર-- સમાજ-- શહેર કે ગામ-- રાષ્ટૃ -- વિશ્વ-- જળ,ચેતન, સૃષ્ટિ-- પરમેશ્વર
વાહ કેટલી મોટી વાત સરળતાથી કરી.
વૈશ્વિકતા ની પૂવૅશરત માતૃભાષા નો કેટલો ગહન અથૅ. વિશ્વ સમક્ષ પોતાની ઓળખ પોતાની ભાષા થી થવી જોઈએ. અલગ અલગ દેશના દષ્ટાત દ્વારા તેમની આગવી શૈલીમાં જણાવ્યું કે ફાંસ, રશિયા, જમૅની,સ્વીડન બધા વિકસિત દેશો પોતાની ભાષા ના માધ્યમ થી જ વિશ્વ ની હરોળ માં આગવું સ્થાન ધરાવે છે. બીજા ની ઉછીની લીધેલી ભાષા થી જ વિકાસ થાય છે તે માનવું ભૂલભરેલું છે. કદાચ જે રીતે આપણે અંગ્રેજી ભાષા અપનાવેલી છે તે તરફ કટાક્ષ હોઈ શકે.
આપણે આપણી ભાષા નો ઉપયોગ નહી કરી એ તો તે લુપ્ત થવાને આરે આવશે. ઘણી વાર જાણ્યે અજાણ્યે ભેળસેળ વાળી ભાષા બોલીએ છીએ. પોતાની ભાષા ની શુધ્ધતા પર ભાર મૂકયો. અંગ્રેજી ભાષા નું એટલું પ્રભુત્વ કે અભિવાદન ના શબ્દો પણ અંગ્રેજી. જન્મ દિનની ઉજવણી પણ મીણબત્તી બુઝાવી ને. દિવો પ્રગટાવી આવનારા દિવસો પ્રકાશમય બની રહે તેવી પણ કામના કરી શકાય. કેટલી સુંદર વાત. મીણબતી બુઝાવી એટલે અંધકાર ને નિમંત્રણ. આ બધું આપણે કયારે સમજીશું.
બુઝાવી ને.
વિનોદ. ભટ્ટ જેવા હાસ્ય લેખક ના ભાષાની ભેળસેળ થી કેવી રમૂજ પેદા થાય છે તેવા પ્રસંગો પણ હષૅદભાઇ એ આલેખી વાતાવરણ હળવું બનાવી દીધું. વળી ગુણવંત શાહ ની . હૃદય સોંસરવી વાત પણ કરી ભાષા જાય તો સંસ્કૃતી જાય. હિન્દુ ધમૅ ના બધા તહેવાર તિથી પ્રમાણે જ આવે છે તો પછી આપણે આપણી ભાષા, સંસ્કૃતિ ને આપણાં ધમૅની નું મહત્વ કેમ ઓછું આંકીએ છીએ. સમગ્ર વિશ્વ ને વસુદેવ કુટુંબ કમ માનવું એ આપણી સંસ્કૃતિ છે.
આ વિચાર વિશ્વ ને આપણી માતૃભાષા એ આપ્યો. સ્વામી વિવેકાનં જે વિશ્વ માનવ તરીકે ઓળખાયા તેમણે જે ઐતિહાસિક પ્રવચન શિકાગોમાં આપ્યું તેમાં હિંદુ ધમૅની મહાનતા જ વિશ્વ સમક્ષ રજૂ કરી, જે સાંભળતા આખું વિશ્વ અચંબો પામ્યું. ભારતને નવી ઓળખ વિવેકાનંદે આપી.
ગુજરાતે મહાન કવિ, જાણીતા લેખકો., વૈજ્ઞાનિકો ને હરિ ના ભકતો આપ્યા છે. આખું વિશ્વ જેનું પૂજક છે તેવા પૂ. ગાંધીજી આપણાં ગુજરાતના હતા.
જય જય ગરવી ગુજરાત ની આપણી માતૃભાષા ગુજરાતી નો પ્રચાર અને પ્રસાર કરતું વકતવ્ય શ્રી હષૅદ. શાહે ખૂબ જ અનોખી શૈલી માં આપ્યું .
ખૂબ ખૂબ આપનો આભાર હષૅદભાઇ ને આવા માહિતી સભર વકતવ્ય આયોજીત કરવા બદલ માનનીય કોકિલા બેન ને કમિટી નો ખૂબ ખૂબ આભાર.
Bhavnagar born Shree Harshadbhai Shah has achieved limitless titles.
He started his career with Indian bank as a cashier and progressed up to Asst, Chief Officer within 22 years. Presently, he is appointed as a Non- official Independent Director of BPCL, Ministry of Petroleum
Currently he is working as In charge Vice Chancellor of Children’s University.
He established Shree Saraswati Shishumandir. This school has full education facility from KG to Class XII at Bardoli. Dist. Surat
Harshadbhai was nominated as a member of syndicate by Government of Gujarat in Veer Narmada South Gujarat University from 2003 to 2006.
He also held a President of Gujarati Chalchitra Paritoshik Samiti for three years.
Harshadbhai has written 15 books which are published such as Gramya Jeevan Pragatina Panthe , Vicharyatra , Rashtra Chetna and many more……