ઉપનિષદ અને કવિતા

Speaker:

Prarthana Jha Bhatt

May 7, 2023

May 7, 2023

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

ગુજરાતી સાહિત્ય ફોરમ   આયોજીત વક્તવ્ય  ઉપનિષદ અને કવિતા ના વક્તા હતા પ્રાર્થના ઝા ભટ્ટ.  રોજબરોજના જીવનમાં વણાયેલી કવિતા ને ઉપનિષદ સાથે જોડવાનો સુંદર પ્રયાસ પ્રાર્થનાબહેન દ્વારા કરવામાં આવ્યો છે.
                                   
જીવાતું જીવન કોઇનું પણ સરળ નથી હોતું, તેમાં  વિરોધાભાસ ધરાવતી લાગણીઓનો મેળો હોય છે.  કવિતા પણ એક અનુભૂતિ છે, લાગણીને કલમ દ્વારા કંડારાયછે. . એક  ગૂંચવાયેલા કોકડાને  ધીરે ધીરે  જે અનુભવાય છે તે  લખાય છે અને કવિતા બંને છે. પોતાનો દાખલો આપી પ્રાર્થના બહેને સરળ ભાષામાં કવિતા ને ઉપનિષદનું જોડાણ સમજાવ્યું .  જ્યારે કવિતા લખાય ત્યારે તેના પાત્રમાં પ્રવેશી ને તેના જેવી મનસ્થિતી અનુભવાય,  આમ પરકાયા પ્રવેશ થી જ ઉત્તમ રચના થઇ શકે. આકાશ માં વિહરતી ચકલી હોય કે પ્રકૃતિ નો પ્રકૃતિ સાથે સંવાદ હોય ત્યારે તેને સાચા અર્થ માં ન્યાય આપવા માટે  પરકાયા પ્રવેશ થી જ કવિતા રચી શકાય,  એજ ઉપનિષદ નું જોડાણ કહેવાય.  પાત્રમાં પીગળી  જવાની ક્ષમતા  કવિ માં હોવી જરૂરી છે , તે ઉપનિષદ સમજાવે છે.  બ્રહ્માંડ માં દરેક વસ્તુ ગતિમાં છે જે, સાક્ષીભાવે આપણે અનુભવીએ છે , લાગણી ઓ વ્યક્ત કરતાં કવિઓ કંઇક  અદ્દભૂત રચના કરી જાય છે , જેવા કે ઝવેરચંદ મેઘાણી, રમેશ પારેખ  . એ રચના ઓ માં વીર રસ , પ્રેમરસ, જેવા નવ રસ સમાયેલા છે ને  જે અનુભવાય છે ને એજ ઉપનિષદની શરુઆત છે. કેટલા ગહન વિષયની દષ્ટાંત દ્વારા સુંદર રીતે  સમજણ પ્રાર્થના બહેને આપી.
                       
મનની ચાર અવસ્થા 1 જાગ્રત 2. સ્વપ્ન 3 સુસુપ્ત 4.  ચોથી અવસ્થા માં આત્મ જ્ઞાન લાધે છે. તેમાં આપણને ઓળખવાની  વાત છે.  ઉપનિષદ એક શોધ છે, એક સંવાદ છે. તેમાં એક સંઘરાયેલો સ્પર્શ છે , જે પ્રેમી નો પણ હોઇ શકે કે ઇશ્વર ને પણ અનુભવાતો હોય, આજ  કવિતામાં પણ છે. ઉપનિષદ માં પ્રશ્ન છે  ,જીજ્ઞાસા છે  તો કવિતામાં પણ પ્રશ્ન ને જીજ્ઞાસા સમાયેલા છે. મહાભારત એક મહાકાવ્ય છે , જેના અઢાર અધ્યાયમાં ઉપનિષદ સમાયેલું છે.  કૃષ્ણ ને અર્જુન નો સંવાદ  દ્વારા ગીતાજ્ઞાન  પ્રાપ્ત થાય છે , તો ઉપનિષદ ના નચિકેતા ના સંવાદમાં આત્મજ્ઞાન સમાયેલું છે. આપણે સૌ એ પરમ તત્વ નો અંશ છીએ ,તે વાત આપણાં કવિઓએ પણ  કવિતામાં સમાવી છે.
                               
ખૂબ જ અદ્દભૂત જોડાણ પર આપે પ્રાર્થના બહેન પ્રકાશ પાડ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર
                   
કોકિલા બહેન ને તેમના પરિવારના સભ્યો નો ખૂબ ખૂબ આભાર આવા સુંદર વક્તવ્ય આયોજીત કરવા બદલ.

About Speaker

Prarthana Jha Bhatt

Writer, poet
Learn More

Prarthana Jha Bhatt

My passion is writing, reading, and sharing my own experiments with language. Being a daughter of renowned Gujarati writer Bhagyesh Jha, I had an inspirational environment available at home where I learned literature, The Bhagvad Geeta, and lessons of life In March 2023, I received Panna Naik award for writing in Gujarati. Worked on TV and hosted many programs all over the world. I have three Master degrees in different disciples. Working as a banker in one of the leading banks of America.

I have written poems in gujarati, English and Hindi. My prose work is published in many newspapers and magazines. Active as a committee member in Gujarati literary Academy of North America.