જ્યોતિષ વિદ્યા : વિસરાતા વારસાનું સચોટ વિજ્ઞાન...

Speaker:

Dr. Ashish Vyas

Speaker:

Riddhi Thakkar

May 28, 2023

May 28, 2023

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

ગુજરાતી સાહિત્ય ફોરમ દર રવિવારે વિવિધ વિવિધ વિષયો પર વક્તવ્ય નું આયોજન કરી જ્ઞાન સરિતા વહાવે છે, તે સંદર્ભે જ્યોતિષ વિદ્યા પર આધારિત વક્તવ્યના વક્તા હતા આશિષ વ્યાસ અને રિધ્ધિ ઠક્કર.

આશિષભાઇએ વક્તવ્યની શરુઆત કરતાં જણાવ્યું કે આજે નવી પેઢી આપણાં મહામૂલા વારસા સમાન જ્યોતિષ વિદ્યા થી વિમુખ થતી જાય છે, પણ આપણાં વારસાને જાળવવા આપણે સતત પ્રયત્નશીલ રહેવું ઘટે. આપણાં ઋષિ- મુનિઓએ આખી જીંદગી જ્યોતિષ વિદ્યા ના જ્ઞાનને મેળવવા ને તેને વિકસાવવામાં ગાળી. તેઓ આપણાં મહાન વિજ્ઞાનીઓ હતા.

જ્યોતિષ વિદ્યા એ દરિયો નથી , એ વિશાળ આકાશ છે, અનંત છે. તેનો સંપૂર્ણપણે અભ્યાસ અઘરો છે, કદાચ શક્ય નથી. આપણાં સનાતન ધર્મ નો પાયો આજથી 5000 વર્ષ પહેલાં નખાયો હતો, ત્યારથી જ્યોતિષ વિદ્યા અસ્તિત્વમાં છે. જ્યોતિષ વિદ્યા એ માન્યતા નથી , વિજ્ઞાન છે. ખગોળશાસ્ત્ર, ગણિત ને લોજીક ( ધારણા) નો સમન્વય એટલે જ્યોતિષ વિદ્યા . આજે વિજ્ઞાન પણ આપણાં શાસ્ત્રમાં દર્શાવેલી વાતોને આધારભૂત ગણી નવા સંશોધનો કરેછે. નાસા પણ આપણાં ઋષિઓ એ રચેલા ખગોળશાસ્ત્ર પર વિશ્વાસ ધરાવે છે. આપણાં ચાર વેદ -યજુર્વેદ ના ઉપનિષદ ના 6 ઠ્ઠા પ્રકરણમાં જ્યોતિષ વિદ્યા નો ઉલ્લેખ છે. આપણાં ઋષિઓ ની બૌધિક ક્ષમતા આપણાં કરતાં ઘણી ઉંચી કક્ષાની હતી, આજથી 5000 વર્ષ પહેલાં કોઈપણ જાતના આજના જેવા આધુનિક સાધનો વિના ખગોળશાસ્ત્ર નું સચોટ જ્ઞાન ધરાવતા હતા . જાણીતા ઋષિઓ ભૃગુ, વરાહ, જૈમિનિ એ પોતાનું જ્ઞાન પોતાના પુત્રો ને શિષ્યોને આપી વારસો જાળવી રાખ્યો. ભૃગુ ઋષિએ ભૃગુ સંહિતા લખી , જેમાં દરેક વસ્તુ ની માહિતી મળે છે. સચોટ જ્ઞાન તેમાં સમાયેલું છે. સૌર મંડળના શનિ ગ્રહ ને ત્રણ વલયો ને પૃથ્વી થી છેલ્લા ગ્રહની માહિતી તેમાં છે. ગુરુ ગ્રહ સૌથી મોટો ને વિશાળ ગ્રહ છે તે 5000 વર્ષ પહેલાં શાના આધારે કહ્યું હશે એ બાબત અચંબો પમાડે તેવી છે. વિજ્ઞાને તેની દરેક બાબત સ્વીકારેલી છે.

ખગોળશાસ્ત્રી તો આપણાં ઋષિઓ હતા જ પણ ઉત્તમ ગણિતશાસ્ત્રી પણ હતા. આપણું પંચાંગ એ બાબતની સાક્ષી પૂરે છે. લગભગ દોઢ વર્ષ પહેલાં પંચાંગ લખવાનું શરુ થાય છે , તેમાં આવનારા સમયની દરેક ગ્રહોની ગતિ ને અસર વિષે સચોટ માહિતી હોય છે. સૂર્ય ગ્રહણ, ચંદ્ર ગ્રહણ ની માહિતી સાથે , કયારે વેદ લાગશે, સ્પર્શ લાગશે ને છૂટશે તેની માહિતી પણ આપણાં શાસ્ત્રો પાસે છે , જે વિજ્ઞાન પાસે પણ નથી.

સૌર મંડળનું બાર રાશિમાં વિભાજન છે. વ્યક્તિ ના જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં હોય તે પ્રમાણે તેના ગુણો ને સ્વભાવ જન્મજાત હોય છે. ચંદ્રનો સંબંધ મન સાથે ને સૂર્ય ને આત્મા કહ્યો છે , એટલે લગ્નની કુંડળી માં ચંદ્ર ને સૂર્ય નો મેળ જોવામાં આવે છે. મેળ વગરની કુંડળીમાં લગ્ન સંબંધ અલ્પજીવી નીવડી શકે છે. ઘણાં એવું માને છે કે કુંડળી મેળવ્યા વગર પણ લગ્નજીવન ટકે છે, તો એમ કહી શકાય કે અનાયાસે મળી હોય અથવા સમાજના બંધનો દીકરીને નડતા હોય, તેથી સ્વીકારવૃતિ હોય. પણ ગ્રહોની સારી ને નબળી અસર માનવ જીવન પર પડે જ છે. આ કોઇ માન્યતા નથી વિજ્ઞાન છે. આપણી જ્યોતિષ વિદ્યા એ વિજ્ઞાન છે, તેનાથી દૂર ગયા છીએ પણ જાળવવાની આપણી જવાબદારી છે. યુવા વર્ગ રસ લેતા થાય તો આપણો વારસો જળવાઈ રહેશે.

રિધ્ધિબહેન યુવા વર્ગ રસ લેતો થાય તેના માટે. સરસ કામગીરી કરી રહ્યા છે . પોતાના અનુભવોનું ભાથું તેમની શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓ ને આપી માર્ગદર્શન પૂરું પાડે છે. જ્યોતિષ વિદ્યા એ આધ્યાત્મિકતાની પરિભાષા છે એમ માને છે. વ્યક્તિ ની સફળતાનો આધાર તેની ગ્રહો પર હોય છે. ક્યારેક પુરુષાર્થ પણ સાથ આપે, પણ જ્યોતિષ એ અંધશ્રદ્ધા નો વિષય નથી. વ્યક્તિ ની કુંડળીમાં બુધ્ધ નો ગ્રહ ઉચ્ચ કે શક્તિશાળી હોય તો તે બુધ્ધિશાળી હોય છે. ઘણીવાર વારસાગત ગુણ પણ હોય . જ્યોતિષ શાસ્ત્ર નો સહારો લેવાથી બનતા બનાવોની આગોતરી જાણ થઇ જાય છે , જો ગ્રહ દશા નબળી હોય તો નકારાત્મક પરિસ્થિતિ માં જાણ હોવાથી સાવચેતી ના પગલાં લેવાથી શૂળી નો ઘા સોય થી ટળી જાય છે . તેથી રોજબરોજ ની જીંદગી માં પણ જ્યોતિષ ઉપયોગી છે. જ્યોતિષ આપણને આપણાં ધ્યેય સુધી પહોંચવામાં પણ મદદરુપ છે , પણ તે માટે આપણી આજુબાજુનું environment પણ અગત્યનો ભાગ ભજવે છે. વ્યક્તિ ની પોતાની જાત માટેની ઓળખ ને પરિસ્થિતિ પ્રમાણે ની નિર્ણયશક્તિ ની પણ સફળતાના સોપાન ચડવા જરુરી છે. જ્યોતિષ શાસ્ત્ર યુવા વર્ગ ને સચોટ જ્ઞાન આપી શકે છે, કારણ કે તે સચોટ ને શુધ્ધ વિજ્ઞાન છે. ભાગ્ય સારાં કે ખોટા ગ્રહો પર આધારિત નથી જિંદગીના કર્મો ને સુપેરે ગોઠવવાનું કાર્ય જ્યોતિષ જ્ઞાનથી ઉપલબ્ધ થાય છે.

ખરેખર આશિષભાઇ આજે આપે ને રિધ્ધિ બહેન. આપણા વિસરાતા વારસા - જ્યોતિષ વિદ્યા વિષે ની ગેરસમજ દૂર કરી સુંદર માર્ગદર્શન આપ્યું છે . યુવા વર્ગ રસ લેતો થાય તેને માટે આપ બંનેએ આદરેલો યજ્ઞ સરાહનીય છે. આપનો ખૂબ ખૂબ આભાર. કોકિલા બહેન અને પરિવારના સભ્યો નો ખૂબ ખૂબ આભાર .

— સ્વાતિ દેસાઇ


About Speaker

Dr. Ashish Vyas

Astrologer
Learn More

Dr. Ashish Vyas

Experience : 25 Years in Education, 28 Years in Chemical Industry, 07 Years in Astrology

Academic Qualifications : Ph.D., MBA, MA, PGDDE, B.Ed, LLB, B.Sc.

Astrological Qualification :Jyotish Ratnam, Jyotish Visharad, Master of Astrology, Vastu Visharad, Numerology Expert, Tarot Card Reader

Founder : Alimon Astro Spiritual Academy [Aasa, Netry Foundation [Helping the Needy Children]

By Profession : Principal of Shree Bramhanand Institute of Business Administration,Ahmedabad.

Achievements:

Awards: (In Education)

Awarded as an Out Standing Faculty 2013 by Mahatma Gandhi Uni. Awarded as the Best Teacher by AISEC University. Awarded as a “Shikshanvid Gaurav Puraskar”

(IN Astrology)

Awarded as a Jyotish Ratnam, Awarded as a Jyotish Visharad, Awarded Gold Medal in Master of Astrology, Awarded in International Astrology and Vastu Seminar, Ujjain.

Communication Skills for First Year (Semester – II) BBA [Gujarat University Affiliated]

Commercial Communication for Second Year (Semester – III) BBA [Gujarat University : (Affiliated)

Riddhi Thakkar

Astrologer
Learn More

Riddhi Thakkar

She has 07 Yearsof experience in Astrology & Occult Science

Qualifications : B. Com, CS

Astrological Qualification : Jyotish Ratnam,Jyotish Visharad, Master of Astrology, Vastu Visharad, Numerology Expert, TarotCard Reader

Founder : Alimon Astro Spiritual Academy [Aasa]

By Profession : Occult Science Subjects Coach,Practicing as an Astrologer, Vastu Expert, Numerologist, Tarot Card Reader,Working on Astro Talk (India’s No. Onlie Astro App) as a Senior Astrologer Withmore than 6000 satisfied customers

Achievements: Awards: (IN Astrology) Awarded asa Jyotish Ratnam, Awarded as a Jyotish Visharad, Awarded Gold Medal in MasterAstrology, Awarded in International Astrology and Vastu Seminar,Ujjain