Speaker:

Sejal Shah

April 24, 2022

April 24, 2022

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્યના વકતા ડોં સેજલ. શાહ. એ માનવીય સંબંધોની રામાયણ પર આધારિત વાતો વર્તમાન જીવનમાં કેટલી મહત્વની છે તેની વાર્તા ના પાત્રો દ્વારા સુંદર સમજ આપી. સેજલબહેને રામાયણના એવા પાત્રો જેસંબંધો ની ગરિમા દર્શાવે છેતેના પર પ્રકાશ ફેંક્યો . માનવીય સંબંધો સાચવવા એ એક પડકાર જનક બાબત છે પણ એનો ઉકેલ પણ મહાકાવ્ય રામાયણમા થોડા ઉંડા ઉતારતા મળી આવે છે. સાવ સહજ રીતે સેજલ બહેને પાત્રો નું વિશ્લેષણ કર્યું એના પરથી માનવીય સંબંધોનું સનાતન કાવ્ય એટલે રામાયણ એમ જરુર કહી શકાય .

અયોધ્યા ના રાજા દશરથ ના પુત્ર રામ નો તેના વનવાસ કાળ દરમ્યાન દંડકારણ્ય મા ગીધજાતિ ના પક્ષી જટાયુ સાથેના મેળાપને ઋણાનુંબંધ કહી શકાય. સીતાની રક્ષા કાજે તેની મરી ફીટવાની ભાવનાને કારણે તે તેની ગજા બહારની ઉડાન ભરી રાવણ સામે પડકારજનક સ્થિતિ નો સામનો કરે છે, તે વર્તમાન જીવનમાં પણ આપણને ઘણુંશીખવી જાય છે.

આદર્શ દંપતી ની વાત આવે એટલે આપણને રામ સીતાનું દષ્ટાંત નજર સમક્ષ છતું થાય પણ અહીં લક્ષ્મણ અને ઉર્મિલા નો સંબંધ પ્રિયજન તરીકે ઘણું શિખવાડે છે. લક્ષ્મણ અને ઉર્મિલા જેઓ વિરહકાળમાં પણ પ્રેમની પરાકાષ્ઠા ના પ્રતિક સમા છે.વનવાસ દરમ્યાન સદાય જાગ્રતઅવસ્થા માં રહેલા લક્ષ્મણને સ્વપ્નમાં પણ ઉર્મિલા નો મેળાપ શક્ય નથી છતાં ક્યાંય વિલાપ કરતો દર્શાવ્યો નથી. સીતા પાછળ રામ વિલાપ કરે છે પણ લક્ષ્મણનો મૂક પ્રેમ તેની મહાનતા ના દર્શન કરાવે છે. ચૌદ વર્ષ ના મિલન પછી ઉર્મિલા ક્યાંય ફરિયાદનો સૂર આલોપતી નથી, તે તેમનો સંબંધ કેટલો વિશાળહશે તેની પ્રતિતી કરાવે છે. વિયોગમાં પણ સંબંધની સાક્ષરતા ને સફળતા આજના સમાજને ઉત્તમ દાંપત્યની સફળતાનું દષ્ટાંત પૂરું પાડે છે.

અયોધ્યાના રાજગુરુ વશિષ્ઠ અને વિશ્વામિત્ર ના પાત્ર ગુરુ સંસ્કૃતિ નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જ્યારે વિશ્વામિત્ર રાજા દશરથ પાસે અસુરો દ્વારા યજ્ઞ વખતે કરાતા ઉપદ્રવનો નાશ કરવા રામને લેવા આવે છે તે સમયે દશરથની આનાકાની વચ્ચે વશિષ્ટ કુનેહ થી માર્ગ કાઢે છે, જેથી વિશ્વામિત્રના ક્રોધ નો ભોગ ન બનાય . તે બંને વચ્ચેનો વાર્ત્તાલાપ નો પ્રસંગ ખૂબ જ પ્રેરક છે. જે ગુરુ પ્રત્યેની શ્રધ્ધા વ્યક્ત કરે છે..

રામ સાથે લક્ષ્મણ પણ જાય છે , જેમાં મિત્રપ્રેમ, બંધુપ્રેમ ની સાથે એકત્વની ભાવના છતી થાય છે. અસૂરો ના નાશ સાથે આરંભાયેલી વાત માં ઉત્તમ શિક્ષણની પ્રાપ્તિ, રામ લક્ષ્મણ ના લગ્ન, ને સીતા સ્વયંવર વખતે ધનુષ ના ટંકાર સાથે પરશુરામના અહંકારનું ખંડનની વાત એક જ લય માં મહાકાવ્ય રામાયણ માં દર્શાવી છે.

જે આજના યુગમાં યુવાનો ને નીડરતા ને નિર્ભયતા જેવા ગુણો શીખવી જાય છે.

સીતા ની શોધમાં નીકળેલા રામ લક્ષ્મણ નો વાલી અને સુગ્રીવ સાથેના મેળાપ માં સાર્મથ્ય ના સ્વીકાર ની વાત છે. હનુમાન અને વાનરસેના ની મદદ થી લંકા પર ચડાઈ રાવણનો વધ સુધીના પ્રસંગોની ગોઠવણી માં માનવતાની મહેક,સંસ્કૃતિ ને સંબંધોના સમીકરણની વાત છે . વિભિષણ ને લંકા ની રાજસત્તા સોંપી , વિભિષણ ના સત્તા ગ્રહણ કરવાના આગ્રહ સામે રામ ઝૂકતા નથી . જીવનનો એક ધ્યેય પૂરો થતાં કર્તવ્યનિષ્ઠા નિભાવવા અયોધ્યા પાછા ફરેછે. આ રાજસત્તા ને જ્ઞાનસત્તા ના સમન્વય નું સનાતન મહાકાવ્ય છે.

રામના વનવાસ સમય દરમ્યાન ભરત ના ચૌદ વર્ષ ના તપની વાત તો રામાયણ મા ત્યાગ અને સર્મપણ ની ભાવનાના ઉચ્ચત્તમ શિખરે બિરાજે છે. રામને વનવાસમાં થી પાછા લેવા ગયેલા ભરતે જે ત્રણ શરતો મૂકી તેમાં પણ ભરતે વનવાસ સ્વીકારવાની જ વાત કરી છે ને તેમાં શત્રુઘ્નનો સાથ મળ્યો છે.

રામાયણ એ મનશુધ્ધિ માટેનું ફરી ને ફરી વાંચન કરવા યોગ્ય મહાકાવ્ય છે. રામાયણ બંધુપ્રેમ , મિત્રપ્રેમ, કુટુંબપ્રેમ, ની સાથે વિનય વિવેક, સ્વીકારવૃતિ જેવા ગુણોનું સિંચન કરે છે .

આજના વૈશ્વિક માહોલમાં માનવીય સંબંધોની અનુપમ ચાવી રામાયણ છે , જેમાં પાયાના સિદ્ધાંતો વર્ણવામાં આવ્યા છે, તેનું આપનું વક્તવ્ય સેજલબહેન ખૂબ જ અસરકારક રહ્યું

આપનો ખૂબ ખૂબ આભાર સેજલબહેન

કોકિલા બહેન અને પરિવાર ના સભ્યો નો ખૂબ ખૂબ આભાર જ ગુજરાતી ભાષા ની જાળવણી સાથે સાથે નૈતિક મૂલ્યો ને લગતા વક્તવ્ય નો લાભ ગુજરાતી સાહિત્ય ફોરમના સભ્યો ને આપવા કટિબદ્ધ છે.

About Speaker

Sejal Shah

Professor, Author
Learn More

Sejal Shah

Sejal Shah is an accomplished individual who has made notable contributions in various academic and literary domains. She actively serves as a member of IQAC and CDC committees.

Dr. Sejal Shah has received several prestigious awards for her literary critical work in Gujarati literature. She was honored with the "Smt. Heerabahen Pathak Vivechan Paritoshik - 2020" and the "Best Reader" award at MNWC for her effective utilization of library resources. Her book, "Muththi Bhirat ni Azadi," was recognized with the Gira Gurjari Paritoshik.

In terms of achievements, Dr. Shah has been nominated as a Member of the Academic Council of National Resource Centre (NRC) for ARPIT - 2019 of UGC: HRDC, Saurashtra University. She is an active contributor in the working committee of Gujarati Sahitya Parishad and holds the position of Honorary Secretary of "Mumbai Jain Yuvak Sangh." Additionally, she serves as a member of the Board of Studies at S.N.D.T. University, Mumbai.

Dr. Shah is also an esteemed author, with books such as 'Ahinsa' (non-violence), 'Pravas Bhitar,' 'Aantar Krutitv ane Gujarati Kavita ma teno Viniyog,' and 'Muththi Bhitar ni Azadi' to her credit.

She has presented papers and participated as a speaker at various national and international conferences, including the 1st International Jain Conference at Ahmedabad University, Gyansatra on 'Mantra, Yantra and Strotra' organized by the Institute of Jainology-London & India, and the JAINA Convention in the USA.

Furthermore, Dr. Shah holds the responsibility of being the In-charge of the UGC sponsored committee 'Gandhian Study Centre' at her college.