ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્ય ના વક્તા એષા દાદાવાલા અને મોડરેટર હતા શ્રધ્ધા વ્યાસ. બંને યુવાન જુગલજોડી એ રસપ્રદ વાર્તાલાપ ની રસલહાણ કરાવી.
આજની યુવા પેઢીનો ઝુકાવ અંગ્રેજી ભાષા તરફ છે, તેના બાળકો નેપણ અંગ્રેજી શાળામાં
શિક્ષણ અપાવવાનો અભિગમ ધરાવે છે, પણ સાથે સાથે ગુજરાતી ભાષા ની સંસ્કૃતિ પણ તેમના લોહીમાં વણાયેલી છે. લગભગ સાડા નવસો વર્ષ થી ચાલી આવતી ભાષાનું ભાવિ તો ઉજ્જવળ છે. હજી બીજા હજાર વર્ષ તો વાંધો નહીં આવે તેવો મત એષાબહેને આપ્યો. ગુજરાતી આપણી માતૃભાષા છે , મા તે જ ભાષા બોલે છે,એટલે બાળક તે ભાષા તો શીખવાનું જ છે, પણ સીધી સરળ ભાષા જ આજનું બાળક અપનાવશે એ પણ એટલું જ સત્ય છે. અલંકારીત ભાષા, જોડણી કે જોડાક્ષરો નું જ્ઞાન આજની પેઢી ને નહીં હોય.
કવિ નર્મદ , નરસિંહ મહેતા કે ઝવેરચંદ મેઘાણી નો ભાષા વૈભવ આજની યુવા પેઢી જ સમજી શકતી નથી તો બાળકો તો અસમર્થ હોય. ખૂબ જ વાસ્તવિક વાત એષા બહેને કરી.
આજે ધીરે ધીરે ગુજરાતી માધ્યમની શાળા બંધ થતી જાય છે, તે માટે સરકાર તરફ થી પ્રયત્નો થવા જોઈએ એમ જણાવ્યું . પ્રાથમિક શિક્ષણ ફરજિયાત ગુજરાતી ભાષામાં હોવું જોઈએ એ બાબત પર ભાર મૂક્યો. સાથે સાથે એ પણ જણાવ્યું કે માતૃભાષા શીખવવાની માતાની જવાબદારી છે.
વિશ્વ સાથે તાલ મેળવવા અંગ્રેજી જરુરી છે, ઉચ્ચ શિક્ષણ પણ અંગ્રેજી માં આવકાર્ય છે, પણ પાયામાં માતૃભાષા જરુરી છે. આપણે અંગ્રેજી માં વિચારતા નથી ,ગુજરાતી લોહીમાં ભળેલી છે, શ્વાસમાં વણાયેલી છે, તેને જિવાડવા આપણાથીજ શરુઆત કરવી જોઈએ, કોઇ સંસ્થા તેમાં મદદગાર થઈ શકતી નથી.આજે ઘણી કોર્પોરેટ કંપની માં ગુજરાતી નું ચલણ છે. સમજી શકાય તેવીભાષામાં ધંધો સારી રીતે કરી શકાય છે. માત્ર ગુજરાતી નહી દરેક માતૃભાષા ગૌરવવંતી છે, તેની પોતાની સંસ્કૃતિ છે. આપણને આપણી માતૃભાષા ગુજરાતી હોવાનું ગૌરવ હોવુંજોઈએે . માત્ર status માટે બોલાતી અંગ્રેજી ભાષા નું પ્રભુત્વ યુવાનોમાં હોવું જોઈએ નહીં. અંગ્રેજી ભાષાનું ભૂત યુવાનો પર હાવી થઈ ગયું છે, તે ખેદજનક બાબત છે, પણ આપણા ઘરથી જ ભાષા ની સેવાની શરુઆત થવી જોઇએ , તો તેનું ભાવિ ઉજ્જવળ છે જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી .
ખૂબ જ નિખાલસતાથી આપે આપના મંત્વ્યો શ્રધ્ધા બહેન સાથેના વાર્તાલાપ દરમ્જયાન જણાવ્યા તે બદલ એષાબહેન આપનો ખૂબ ખૂબ આભાર.
ખૂબ ખૂબ આભાર કોકિલા બહેન અને તેમના પરીવારના સભ્યોનો
Esha wrote her first poem, Death Certificate which was published in Kavita, a Gujarati poetry journal when she was in school. Currently she is owner and Editor of Ananya City (a pioneer of Video E-paper) and Columnist of Divya Bhaskar. She has worked as a news reader, journalist and sub-editor in different media including Gujarat Mitra, MY TV (A local news channel of Surat), Dhabakar (A local newspaper of Surat), Sandesh, MY FM and Gujarat Guardian. Her short stories are published in several Gujarati magazines including Chitralekha.
Vartaro, her first anthology of poems, was published in 2008, followed by Janmaro (2013). She has narrated subtle emotions of women and different phases of the life of a woman. Kya Gai Ae Chhokri (2011) is novel written by her in a diary-form.
Gujarat Sahitya Akademi conferred the Yuva Gaurav Award in 2013 for her contribution in Gujarati literature. Her book Janmaro (2013) received Best Book Prize for poetry instituted by Gujarat Sahitya Akademi. She is also recipient of Ravji Patel Award instituted by Gujarat Samachar and Samanvay; Kavi Gani Dahiwala Prize (2000); Best Poet Award by Coffee-mates, Mumbai; Best poet award (2005) by Kala Gurjari Sanstha, Mumbai; Best Poet of Surat Award (2009) by Rashtriya Kala Kendra, Surat. In 2018, she received Yuva Puraskar for her book Janmaro