Speaker:

Mihir Bhuta

August 21, 2022

August 21, 2022

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

ગુજરાતી સાહિત્ય  ફોરમ  હંમેશા ગુજરાતી ભાષા નોજન્મ અને  તેની ગુજરાતી શૈલીમાં કાળક્રમે આવનારા બદલાવ વિષે જાણવા ઉત્સુક રહ્યું છે, તે સંદર્ભે મિહિર ભૂટાનું વક્તવ્ય  આયોજીત કર્યું
મિહિર ભૂટા નું નાટયક્ષેત્રે જાણીતું નામ, નાટય લેખક અને દિગ્દર્શક .
                                   
સમય સાથે કુદરતી પરિબળો દ્વારા વાતાવરણમાં  બદલાવ  આવે છે  તેવું કોઈપણ પ્રદેશની માતૃભાષા  સાથે પણ એટલું જ સુસંગત છે. સમય ના વહેણ સાથે  પરિબળો થી ભાષા માં પરિવર્તનો આવતા  રહે  તે ક્રાંતિ.  ગુજરાતી ભાષા માં તેની સામાજિક સ્થિતિ થી વિરુદ્ધ વિચારને કારણે તેમાં ક્રાંતિ આવી. બહુ જૂજ લેખકો માં સમાજ વિરુદ્ધ વિચારશૈલી  ચીતરવાનો પ્રયાસ થાય છે. ચંદ્રકાંત. બક્ષી એ વહેતા વહેણ થી અલગ ચીલો ચાતરવાન પ્રયત્ન કર્યો છે.
                                             
લગભગ પાછલાં 500 વર્ષનું વિહંગાવલોકન  કરતાં જણાય છે કે 1500 સદી માં રચાયેલાં સાહિત્ય ની ભાષા સમજાય તેવી નથી .નરસિંહ મહેતા ના પદોના પદો જે ભાષામાં લખાયા છે તે સમજી શકાય તેવા નથી. મીરાંબાઈ અને નરસિંહ મહેતા લોકસાહિત્યકાર કહેવાય કારણે  કે તેમના પદો લોકો દ્વારા કંઠસ્થ થઈ પ્રચલિત થયા.  તે વખતે એટલે લગભગ 1450 માં લખાયેલું સાહિત્ય
પાછળથી  સરળ ભાષામાં લખાયું. સામાન્ય સમજી શકાય તેવી ભાષામાં લગભગ 18  મી સદીમાં લખાયું . જૈન સાહિત્ય પણ આજ અરસામાં જે ધાર્મિક હતું તે અસ્તિત્વમાં આવ્યું.
                                         
ગુજરાતી ભાષા જન્મી ત્યારે ગુલામીની શરુઆત થઈ ગઈ હતી .  નરસિંહ મહેતા ના સમયમાં ભક્તિ અને શૃંગાર રસ ને આધારિત પદો રચાયા . ત્યારબાદ ઉત્તરોત્તર ક્રાંતિ 14, 15 ને 16 મી સદીમાં થઈ. અખા ભગતનો સમય  પૂર્ણ ક્રાંતિકારી કહી શકાય. તે વખતે આખો સમાજ મૂર્તિપૂજક હતો, અંધશ્રદ્ધા માં રાચનારો ભક્તિમાર્ગી હતો, તેવા સમયે રચેલા પદો જે અખાના છપ્પા તરીકે પ્રચલિત થયા  તે નિર્મળ ભક્તિમાર્ગ ની હિમાયત કરતા હતા.
                                           
નર્મદના યુગમાં પ્રખર ક્રાંતિકારી વિચારો જોવા મળે છે.મણીલાલ ત્રિવેદી તેમના શરૂઆતમાં વિરોધી હતા પણ તેમના અંત સમયમાં તેમની વિચારધારા જ આગળ ખપાવવાનો આગ્રહ સેવે છે.  તે સમયના સમાજ ને બદલવામાં નર્મદ નો ફાળો મોટો છે. કલાપી ખૂબ ઋજુ હ્દયમા કવિ હતા,  પ્રેમને કરુણાસભર કવિતા રચી   સાહિત્યને રસિક બનાવ્યું.
                               
આમ ક્રાંતિ- ઉત્ક્રાંતિ ના ઝઘડા વચ્ચે પંડિત યુગ ચાલુ થયો . ગોવર્ધનરામ. ત્રિપાઠી ની પહેલી નવલકથા સરસ્વતીયંદ્ર ચાર ભાગમાં લખાઈ. છેલ્લા ભાગમાં ક્રાંતિકારી પગલાં તરીકે વિધવા કુમુદ ના પુનલગ્ન  કરાવવાનો વિચાર હતો પણ સમાજના વિરોધના વંટોળ સામે નમતું આપી તેની બહેન કુસુમ સાથે  પ્રભુતામાં પગલાં પાડી સમાજ કલ્યાણના કાર્ય માં સરસ્વતીચંદ્ર ને જોડાતો બતાવ્યો.
               
ગાંધી યુગમાં આઝાદી સમાજકલ્યાણને લગતા સાહિત્યની સાથે સાથે ઉદ્દામધારી વિચારસરણી
પર સાહિત્ય રચાયું .નવલકથા, નવલિકા, ઈતિહાસ, જીવનચરિત્ર લગભગ દરેક  માતૃભાષામાં સાહિત્ય રચાયું. ત્યારબાદ આધુનિક સમય માં સુરેશ દલાલ એ અછાંદસ કવિતાઓ રચી. ઝવેરચંદ મેઘાણી એ શ્રેષ્ઠ લોકસાહિત્ય ની રચના કરી. સુરેશ જોષી, ઉમા ંશકર જોષી , સુંદરમ, ઇશ્વર પેટલીકર જેવા કવિ, લેખકો એ તબ્બકાવાર ક્રાંતિકારી  સાહિત્યની રચના કરી, કુંદનિકા કાપડિયાની સાત પગલાં આકાશમાં પણ તેમાંની એક કહી શકાય.
                     
આજના આધુનિક યુગમાં ક્રાંતિકારી સાહિત્યના લખાણના અભાવ થી મિહીરભાઈ એ ખેદ વ્યક્ત કર્યો. ભૌતિકવાદી સમાંજ માં લોકોને જે ગમે છે તેજ પિરસાય છે. સાહિત્ય પ્રત્યે અસંતોષ પ્રગટે ને લોકજુવાળ લેખકો ને વિચારતા કરી મૂકે તો જ ક્રાંતિ સર્જાય પણ નજીકના ભવિષ્ય માં આવી કોઈ શક્યતા મિહિરભાઈ ને જણાઈ નથી રહી.
                             
ખરેખર મિહિરભાઈ આજની આપની વાતથી સૌને તમે ક્રાંતિ- ઉત્ક્રાંતિ  વિશે વિચારતા તો  કરી જ દીધા. આપનો મિહિરભાઈ ખૂબ ખૂબ આભાર
       
કોકિલાબહેન અને આપનાપરિવારના સભ્યો નો ખૂબ ખૂબ આભાર


About Speaker

Mihir Bhuta

Writer and Director
Learn More

Mihir Bhuta

Mihir Bhuta, graduated from Mumbai University. He is a well known play write of Gujarati and Hindi Theatre. He has to his credit more than fifteen plays including Chanakya, Aflatoon, Jeevate Lakhna, Hriday Triputi, Tea- Coffee-Or-Me, Jal Jal Mare Patang, Kkkkk...Kiran, Sardar, Maro Piyu Gayo Rangoon and Bhamasha. Chanakya has been translated in Hindi and has received accolades from renowned critics. The hit comedy film Golmaal was adapted from the play Aflatoon. He has written and produced TV serials such as Shraddha, Aakash Peltana, Chatushkon, Chauraha, Chandan ka Palna Resham ki Dori etc. He has directed Chatushkon and Chandan ka Palna Resham Ki Dori in addition to writing it.

Mihir Bhuta has written a few films such as Sindoor, Ankhmicholee, Sawera etc. Besides writing his creativity has surged in several fields. He started his career as an Interior designer before entering the mass media full time. He is an amateur painter and a molder as well as a published poet and Artist.

He ran a regular column in a Gujarati Newspaper Sandesh for a few moths where he wrote on subjects such as current affairs, philosophy, psychology and history.

Won the award from Indian Television Academy for the BEST DIALOGUE for Muktibandhan for year 2011
Mihir Bhuta was invited to adapt Shakespeare’s play in Gujarati for the Glob2Glob festival as part of Pre-Olympics Cultural Olympiad at London.

Member of COMMITEE FOR AWARDS FOR GUJARATI FILMS of Gujarat Government since 2002. Chairman of the same committee since 2009. Designed and wrote the script for SWARNIM GUJARAT INAUGURAL PROGRAM for the Government of Gujarat, on the 1st of May 2010 at Sardar Vallabhbhai Patel Stadium, Ahmedabad. (5,000 participants and 1,25,000 in the audience) Wrote Column titled TATHYO NI AARPAAR for a Gujarati Newspaper SANDESH Designed Executed and Launched GURJARI and LASHKARA CHANNELs as : Programming Director in 1998 – 1999

Designed and Executed SANKRAMAN STUDIO in Aarey Milk Colony as Creative Director
Member of Central Board for Film Certification (censor board): 2015 till 2017 and 2017 till 2020
Member of Maharashtra Gujarati Sahitya Akadami 2015 onwards. Play CHANAKYA is running since last 28 years and 2000+ shows in 2 languages.
Won the ‘BEST WRITER’S TROPHY’ in full length Gujarati play competition organized by Abhiyan magazine
Won the ‘BEST SCRIPT OF THE DECADE’ award for CHANAKYA : year 1990/2000 by Gujarat Government.