Speaker:

Nandini Trivedi

November 20, 2022

November 20, 2022

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

ગુજરાતી સાહિત્ય ફોરમ નિતનવા વિષયો દ્વારા શ્રોતાજનો ને ઉત્તમ જ્ઞાન આરોગ્યલક્ષી પણ હોય તે પીરસવા સતત પ્રયત્નશીલ છે. તે ઉપક્રમે આયોજીત વક્તવ્ય સંગીતની માનવ જીવન પર અસર યોજ્યું વક્તા હતા નંદિની ત્રિવેદી . ખૂબજ પ્રભાવશાળી અને અસરકારક વક્તવ્ય થી પરિવારના સભ્યો અભિભૂત થયા વગર રહી નશક્યા.

સંગીત ની દુનિયામાં સૌથી પુરાણો નાદ એટલે ઓમ:કાર , જેનો ઉદ્દભવ વાયુમંડળની અથડામણ દરમ્યાન થયો. સૂર્યમંડળ ના વલયો માં પણ સતત ઓમકાર નો નાદ ઉત્તપન્ન થાય છે તે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયેલું છે. ઓમકારની સાધના કરવાથી ઘણાં વિકારોમાંથી મુક્તિ મેળવી શકાય છે, પણ તેમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે,તેમાં મુખ્ય પાંચ બાબત પીચ બદલાવી ન જોઈએ, બે ભ્રમરો વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરી નાભિમાંથી સ્વર નીકળવો જોઈએ જેનાથી પેટ, છાતી માં જે કંપન ઉત્તપન્ન થાય તેનાથી વિકાર દૂર થાય છે.

શરીર પોતે જ અનેક રોગોનું ઘર છે. વાત્,પિત્ત દોષ આહાર વિહાર અને ખાનપાનની આદતો ને કારણે immunity ( રોગ પ્રતિકારક શક્તિ) ના હોય તો રોગ માથું ઊંચકે છે. સાત્વિક આહાર ને સંગીત ની અસરથી હકારાત્મક ઉર્જા ઉત્તપન્ન થાય છે , જે રોગને દૂર કરે છે. મુખ્ય મનોરોગી ને સંગીત થી ખૂબ ફાયદો થાય છે. સંગીત મન ને હ્રદયને પ્રફુલ્લિત રાખે છે.

જુદા જુદા પ્રહરના અલગ અલગ રાગ ની અસર માનવ મન પર પડે છે . સવાર પોતે જ પવિત્ર અને શાંત હોય છે , અલગ અલગ સ્થળ ની અનુભૂતિ અલગ હોય છે. સ્થળ નેસવારના લલિત રાગ થી તનમન આનંદિત થઇ જાય છે, જે પિત્ત નુંશમન કરવામાં મદદરુપ નીવડે છે. ચોસઠ કલામાં શ્રેષ્ઠ કલા સંગીત છે, જે ઇશ્વરનો સાક્ષાત્કાર કરવાની સીડી છે એમ કહેવું જરાય અયોગ્ય નથી.

આપણે ગર્ભસંસ્કારથી જ સંગીત સાથે જોડાયેલા છીએ.જન્મથી મૃત્યુ સુધી સંગીત આપણી સાથે જોડાયેલું છે. ગર્ભમાં મા ના હ્રદયના ધબકારા, જન્મ થતાં હાલરડાં ને મૃત્યુ ટાણે મરશિયા ગવાય એ સંગીત જ કહેવાય. ખરેખર નંદિની બહેન સાવ સાદી વાતમાં તમે સંગીતની ગહનતા સમજાવી.

ઘણાં જાણીતા સંગીતકાર જેવા કે કૌશિક ભટ્ટાચાર્ય, સંતૂર વાદક શિવકુમાર શર્મા, હરિપ્રસાદ ચૌરસિયા ના અલૌકિક વાદ્યસંગીત થી રોગને નાથી ચમત્કારિક રીતે સાજાં થયેલા ના પણ ઉદાહરણ આપી ભારતીય સંગીતની સાથે વિદેશી સંગીતની પણ મહત્તા સમજાવી. સાથે સાથે નંદિની બહેને એ પણ જણાવ્યુંકે કંઠય સંગીત કરતાં વાદ્યસંગીત વધારે અસરકારક છે. સંગીત માત્ર મનોરંજન નું માધ્યમ નથી, તેમાં એકાગ્રતા થી ધ્યાન ની પરિસ્થિતિ ઉદ્દભવે છે, જે પરમ તત્ત્વ સુધી પહોંચવાની પ્રક્રિયા છે. પોલિયો, માઇગ્રેન, કંપવા જેવા રોગનો રામબાણ ઇલાજ સંગીત છે. માનવ શરીર ના એક એક કોષ પર સંગીત ની ગ્રહણ શક્તિ પ્રમાણે સંગીત અસર કરે છે ,તે નિર્વિવાદ છે. સંગીત એક એવો આનંદ છે, જે ભાષા વગર સ્પર્શી જાય છે. સંગીત એકાગ્રતા વધારે છે. સંગીત માં જે બાળપણથી રુચિ ધરાવે છે, તે દરેક ક્ષેત્રમાં genius બંને છે.

નંદિની બહેન પોતે પણ સંગીત વિશેષજ્ઞ એટલે એમણે પણ અનુભવેલી સંગીતની રોચક સફરમાં સૌ જોડાઈ જઈ અદ્ભૂત આનંદ મેળવ્યો. સંગીત ના સાતસ્વરમાં સાત ચક્ર ના રહસ્ય થી પણ સૌ જ્ઞાત થયા. અંતે મહા મૃત્રુજંય ના જાપ ની અસરકારક શક્તિ એનું જોડાણ પણ સંગીત છે જે લગભગ 5000 વર્ષ કરતા પણ જૂના છે તેની જાણકારો આપી. ઓમ : એજ શક્તિ અને એજ પૂજા .

મારા શબ્દ ભંડોળ માં આપનો કયા શબ્દો માં આભાર માનું તે જ નથી। નંદિની બહેન ખૂબ ખૂબ આપનો આભાર .

કોકિલા બહેન અને તેમના પરિવારના સભ્યો નો ખૂબ ખૂબ આભાર

સ્વાતિ દેસાઈ


About Speaker

Nandini Trivedi

Author & Journalist
Learn More

Nandini Trivedi

She is a well known author & journalist, associated with leading gujarati news papers and magazines. She has worked as a features editor in Asia's oldest news paper Mumbai Samachar for 20 years. She was also the editor of 'Mari Saheli', The gujarati edition of the popular women's magazine Meri Saheli, for 3 years.

Nandini has written various books. Among them, four books on Music. 'Miley Sur' book is based on classical music/Raag based film songs which has four editions, while Geet Gurjari and Gaurav Gurjari books, based on history of Gujarati Sugam sangeet, have also received lot of admiration. Recently her 'Sehat ke sur' book published which is based on Music therapy and Raag based film songs.

She has translated a few books and is currently working as a freelance writer for many publications. She is a Music researcher, Art connoisseur, cultural activities. She organizes Musical shows as well. She has completed Upantya visharad in classical music and got a chance to learn music from Padma Vibhushan Dr. Prabha Atre for sometime.

Nandini has been invited for a number of radio talks on varied subjects by All India Radio, BBC Radio and Sydney Broadcasting Service. She has done anchoring in various shows, and in a couple of documentary films. She has been awarded for her contribution in Journalism and also for conceiving a unique musical play परछाईयां based on legendary lyricist Sahir Ludhianvi. She has her own YouTube channel 'SwarGurjari' which hosts series of interviews of celebrities from Gujarati music fraternity. She arranges programmes also on her you tube channel SwarGurjari.

સંપાદનો: માતૃતીર્થ, સ્મરણો દરિયાપારનાં, The Essential Gandhi. Last two written by my father.

Travelogue: સ્પંદન અમેરિકાનાં

અનુવાદ: બિયોન્ડ ફીફ્ટી