ગુજરાતી સાહિત્યફોરમ -મણકો # 165 13-8-2023
ગુજરાતી સાહિત્યફોરમ આયોજીત વક્તવ્ય ના વક્તા હતા સુષમા શેઠના. શ્રી અરવિંદની 151 મી જન્મ જયંતિ નિમિત્તે સુષમા બહેનને તેમના પૂર્વ જીવન પર વક્તવ્ય આપવા આમંત્રી ગુજરાતી સાહિત્ય ફોરમે શ્રી અરવિંદ ને સાચી શ્રદ્ધાંજલિ આપવા નોનમ્ર પ્રયાસ કર્યો છે તે આવકાર્ય છે.
શ્રી અરવિંદ નો સન 1872 -15 ઓગસ્ટે કલકત્તા ખાતે જન્મ થયો હતો. તે વખતે ભારત પર બ્રિટીશરાજનું આધિપત્ય હતું . યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત હતી, નેપૂર્વ ના દેશો વૈજ્ઞાનિક ક્ષેત્રે ઘણાં પાછળ હતા. વિરોધાભાસ ધરાવતા યુગમાં અરવિંદનો ઉછેર સંપૂર્ણપણે યુરોપિયન વાતાવરણમાં થયો. શાળાકીય અભ્યાસ દાર્જીલીંગ ખાતે પૂરો કર્યાપછી તેમના પિતા કૃષ્ણાકાંતે વધુ અભ્યાસ માટેઇંગ્લેંડ મોકલ્યા. પિતાની ઇચ્છા તેઓ I.C.S. થઈ Indian civil Service માં ઉચ્ચ હોદ્દો ધરાવનાર અધિકારીબને તેવી હતી, પરીક્ષા પાસ કર્યા પછી જરૂરી એવી ઘોડેસવારીની પરીક્ષાઆપવા ગયા જ નહી તેથી ડીગ્રી થી વંચિત રહ્યા .
આ અરસામાં વડોદરામહારાજા સયાજીરાવ સાથે શ્રી અરવિંદ નો લંડનમાં ભેટો થયો.તેમની તેજસ્વિતાથીપ્રભાવિત થઈ મહારાજા એ શ્રી અરવિંદને તેમની શાસન વ્યવસ્થામાં મદદરૂપ થવાનુંનિમંત્રણ આપ્યું . શ્રી અરવિંદે તેનો સહર્ષ સ્વીકાર કર્યો.
વડોદરામાં પ્રથમ રેવન્યુ ને પછી શાસનવ્યવસ્થામાં કામગીરી નિભાવી.ત્યારબાદ બરોડાકોલેજ માં પ્રથમ ઇંગ્લીસ ના પ્રોફેસર ને ત્યારબાદ વાઈસ પ્રિન્સીપાલનો હોદ્દોનિભાવ્યો. વડોદરા આવ્યા બાદ ભારતીય સંસ્કૃતિ નો અભ્યાસ કર્યો , સંસ્કૃત ને બંગાળી ભાષા પણ શીખ્યા.
શ્રી અરવિંદનાલગ્ન 1901 માં 29 વર્ષ ની ઉંમરેતેમનાથી ઘણી નાની કન્યા મૃણાલિની દેવી સાથે થયા. તેમના લગ્ન એકઆધ્યાત્મિક કહી શકાય, જે તેમણે પત્ની ને લખેલા ત્રણ પત્રો દ્વારા જાણી શકાયછે.
વડોદરાના વસવાટદરમ્યાન તે રાજકારણમાં પણ રસ લેતા થયા . હિંદુપ્રકાશ મુખપત્રમાં
નામ આપ્યા વગર તેજાબી લેખો લખતા .ભારતની આઝાદી માટે બે પક્ષો પ્રયત્શીલ હતા, દાદાભાઇ નવરોજી ની આગેવાની હેઠળ મવાળ પક્ષ જેમાં નરમપ્રકૃતિના માણસો હતા, જેઓ બ્રીટીશ શાસન વ્યવસ્થામાં જોડાઇ દેશ સેવા કરવા માંગતા હતા, બીજો ટિળકની આગેવાની હેઠળ રાષ્ટ્ર વાદી પક્ષ. તેમનીમાંગપૂર્ણ સ્વરાજ ની હતી. શ્રી અરવિંદ રાષ્ટ્રવાદી પક્ષને છૂપી રીતે સરકારી નોકરીમાંચાલુ રહી મદદ કરતા હતા.
શ્રી અરવિંદને આદરમ્યાન સતત આધ્યાત્મિક અનુભૂતિ થતી જ રહી , તેથી ઇશ્વરનાસાક્ષાત્કાર માટે મહારાષ્ટ્રીય બ્રાહ્મણ વિષ્ણુભાસ્કર લેલેને ગુરુપદે સ્થાપી ત્રણદિવસની સાધના એકાંતવાસમાં કરી. માત્ર ત્રણ દિવસની સાધનાથી તેઓ મન પર કાબૂ મેળવીશાશ્વત નીરવતા ને વિચાર શૂન્યતા પ્રાપ્ત કરીશક્યા. ત્યારપછીની આધ્યાત્મિકયાત્રામાં અંતરથી પ્રેરણા મળવા લાગી , ગુરુ ની જરુર રહીજ નહીં .
લગભગ 1907 માં વડોદરા છોડી કલકત્તા આવી કોલજમાં પ્રીન્સિપાલતરીકે કાર્યરત હતા, ત્યારે એકદુ:ખુદ બનાવ બન્યો. બે અંગ્રેજ લેડી Bomb blast ની ભોગ બની.કાવતરું મેજીસ્ટ્રેટ ને મારવાનું ઘડાયેલું પણ ભોગ બે મહિલા બની. શ્રીઅરવિંદના ભાઇ ને પ્રફુલ્લ ચક્કી કાવતરાંના મુખ્ય સૂત્રધાર હતા. તેમનાભાઇ સાથે શ્રી અરવિંદની પણ ધરપકડ થઇ. જેલની કાળ કોટડીમાં એકપણ બારી ન હતી.શરુઆતમાં તેઓ ડગમગી ગયા પણપછી મનને શાંત કરી સાધનામાંપરોવાયા . અહીં એક વર્ષના કારાવાસમાં યોગેશ્વરના દર્શન થયા, ને કારાવાસ પણ ઇશ્વરીય સંકેત હતો તે વાતની પ્રતીતી થઇ.દેશબંધુ ચિતરંજન દાસ તેમનો કેસ લડ્યા. પુરાવાના અભાવે તેમનો છૂટકારો થયો.
જેલમાંથી બહારઆવ્યા પછી 1910 ઇશ્વરીય પ્રેરણાથી પોંડિચેરી જવાનો આદેશ મળતાજિંદગીના પાછલા વર્ષો એકાંતવાસ ને સાધનામાં ગાળ્યા. બીજા વિશ્વ યુધ્ધ પછી દુનિયાનીખુવાજોતા માનવ કલ્યાણ માટે બહાર આવી 1942 ની ચળવળમાં બ્રીટીશ સાથે સમાધાનકારી વલણઅપનાવવા જણાવ્યું હતું ,પણ નેતાઓને તેમાન્ય ન હતું . તેમની વાત માની હોત તો દેશનાભાગલા ન પડ્યા હોત .
શ્રી અરવિંદ નુંજીવન જ એક આધ્યાત્મિક સંદેશ છે. તેમણે લખેલ દુર્ગા સૂત્રના એક એક શબ્દમાં દુર્ગાશક્તિનો સંચાર યુવાનોમાં થાય ને દેશ આઝાદ થાય તેવીભાવના છે. મા દુર્ગા સર્વશક્તિમાન છે ને આધ્યાત્મિક શક્તિ યુવાનોમાં આવે તેવો આશય દુર્ગાસ્ત્રોત લખવા પાછળ હોઇ શકે. આવી મહાન વિભૂતિનેકોટિ કોટિ વંદન.
આપનો ખૂબ ખૂબઆભાર સુષમા બહેન
ભારતી બહેન વોરા તથા કોકિલા બહેન ને તેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર
— સ્વાતિ દેસાઇ
Sushma Shethna is a truly blessed pilgrim on the path of Integral Yoga, inspired by the teachings of Sri Aurobindo and The Mother.
With a Bachelor's degree in Physiotherapy from Bombay University, she pursued her passion for Gujarati language and literature, earning a Master's with the prestigious B K Thakore Gold Medal. Further enriching her knowledge, she obtained a Master's in cardio-respiratory physiotherapy from University College London.
As an advanced physiotherapy practitioner in Northwest London, Sushma specializes in pain management, sports injuries, and cardiac and respiratory rehabilitation. Her treatments are rooted in an all-encompassing, Integral Health approach, reflecting her conscious movement towards a higher goal.
Guided by the Divine Touch, Sushma's diverse expertise and holistic perspective contribute to the well-being of her patients, fostering a journey of integral wellness for all.