"કુમાર" સામયિકની શતાબ્દી યાત્રા

Speaker:

Shri Praful Raval

September 15, 2024

September 15, 2024

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

The centenary celebration of the Gujarati magazine “Kumar” was a significant event. Held in Mumbai, this event marked 100 years of the magazine’s journey, Shri Praful Raval will share the experience and highlights of its historical importance and contributions to Gujarati literature. His talk will include the discussions on the magazine’s diverse content, its high-quality reading material, and its impact on multiple generations.

Summary

મણકો# 218  તા-15-9-2024 

                                       

ગુજરાતીસાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા પ્રફુલ્લ રાવલ.  તેમણે“કુમાર” સામયિકની  સો વર્ષની  યશસ્વી યાત્રાની રસપ્રદ વાત કરી. 

                                   

“કુમાર”સામયિક 1924 માં રવિશંકર રાવલે શરુ કર્યુંહતું. આજે  સો વર્ષે પણ જે વિચારોને આધારિત શરુ થયુંહતું તે જ પ્રમાણે ચાલે છે.  તેનું સંચાલન આજે પ્રફુલ્લ રાવલ સુપેરે ચલાવેછે. લગભગ 1921- 22 માં રવિશંકરભાઇને કંઇક નવું કરવાનોવિચાર આવ્યો તેઓ ચિત્રકાર હતાને સાહિત્ય પ્રતિ રુચિ ધરાવતા હતા.તેમના વિચાર બીજમાંથી 1924 કુમાર સામયિકનો જન્મ થયો.  અમદાવાદનારાયપુર ખાતે તેના કાર્યાલયમાં વિધિવત તેના મંડાણ થયા. તે વખતે બચુભાઇ રાવતહસ્તલિખિત સામયિક પ્રકાશિત કરતા હતા તેઓ પણ રવિશંકરભાઇ  સાથે જોડાયા.સામયિકનો વ્યવસ્થિત ઢાંચો બનાવ્યો. વાંચકોનો રસજળવાઇ રહે તેવા વિવિધ વિષયો જેવા કે, કલા, સાહિત્ય, ઇતિહાસ, આરોગ્ય,ભારતીયસંસ્કૃતિ વિ. તેમાં સમાવવામાં આવ્યા. ચારેક વર્ષ પછી  વનેચર ઉપનામ ધરાવતાલેખક તેઓની સાથેજોડાયા. તેઓ પક્ષીઓ અને જંતુઓ વિશે લેખ આપતા. તેમના લેખમાં પક્ષને જંતુની પ્રજાતિ વિષે પણ વિગતવાર માહિતી હોય . બચુભાઇ સામયિકનાં દરેકપાનામાં ઇંચે ઇંચનો ઉપયોગ થાય કળાત્મક ડીઝાઇન બનાવતા. ખરીખૂબી તો કુમાર શબ્દોની કળાત્મક કેલિગ્રાફી હતી. દરેક સામયિકમાં જુદી ઢબથીઅક્ષરોના વળાંક આપી કુમાર લખવામાં આવતું . આજથી સો વર્ષ પહેલાં કેલિગ્રાફી પર ધ્યાનઆપવામાં આવતું તે અચરજ પમાડે તેવી વાત છે. 

                      

“કુમાર”સામયિકમાં વિવિધ વિભાગો રહેતા. કંકાવટી બહેનોનો વિભાગ, માધુકરીમાં બીજાંસામયિકોની પણ વાત સમાવવામાં આવતી અથાણું રમૂજી ટુચકાનો વિભાગ હતો. સમયના વહેણ સાથે તેમાંબીજાં વિષયો પણ ઉમેરાયા જેવાકે સંગીત સ્થાપત્ય વિ. કુમારે તમામ ક્ષેત્રમાં પાયાનાઘડતરનું કામ કર્યું છે. પ્રફુલ્લભાઇએઘણાં વર્ષો સુધી સંપાદક તરીકેના કર્યું છે. આજે પણ તેઓ સામયિક સાથે જોડાયેલા છે. 

              

કુમારસામયિકમાં જે ઉત્તમ સાહિત્ય આપનાર લેખક કે કવિને કુમાર ચંદ્રક અપાય છે. તેનો 100 મો અંકટૂંકીવાર્તાનો સંગ્રહ હતો. સૌને જાણીને નવાઈ લાગશે કે સૌ પ્રથમ લઘુકથા નામ આપનારબચુભાઇ રાવત હતા. એકવાર મોહનભાઇ પરમારે વાર્તા લખવાનું શરુ કર્યું કંઇક કારણસર આગળવધારે કંઇ ઉમેરો કરી શક્યા નહીં, બચુભાઇને કથાબીજ પસંદ આવ્યું નેલઘુકથા નામાકરણે પ્રસિધ્ધ થઇ. 

                    

કુમાર સામયિકએક સપરિવાર વાંચી શકાય તેવું સામયિક છે ક્યાંય તેમાં અશ્રિલતા નથી,

તે ગઇકાલેહતું, આજે છે ને આવતીકાલે પણ રહેશે એમકહી પ્રફુલ્લભાઇએ તેમની વાત પૂરી કરી. સાથે સાથે  કુમાર સામયિક ભવિષ્યમાં પણઉત્તમ સાહિત્ય પીરસે ને ચાલુ રહે તેનું દાયિત્વ સૌનું છે તેમ પણ 

ભાવપૂર્વકપ્રફુલ્લભાઇએ જણાવ્યું. 

                   આપને ખૂબ ખૂબઆભાર પ્રફુલ્લભાઇ . 

કોકિલા બહેનઅને તેમના પરિવારનો ખૂબ ખૂબ આભાર. 

 

 

                           ——સ્વાતિ દેસાઇ 

About Speaker

Shri Praful Raval

Poet, Essayist and Short story writer
Learn More

Shri Praful Raval

Was Gujarati teacher, poet, essayist and short story writer.  Praful Raval is a co-editor of Kavilok and Kumar and worked as a general secretary of Gujarati Sahitya Parishad. He received Kumar Suvarna Chandrak in 1982.

Praful Raval completed his Bachelor of Arts from C. M Desai Arts and Commerce College, Viramgam in Gujarati and joined the School of Language, Gujarat University. He completed a Master of Arts, a Master of Philosophy and Ph.D.

Praful Raval taught at L. C Kanya Vidyalaya, Viramgam from 1970to 1983 and Sheth M. J High School, Viramgam from 1983 to 1984. In 1984, he founded Kruti Prakashan, a publishing company.

In 1992, he founded a primary school namely Shishu Niketan,later known as Setu Vidyalaya.  In 1995,he founded another school, Sarjan Vidyamandir, and served there as principal till 2006.

In 2012, he became co-editor of Kumar. He works as general secretary of Gujarati Sahitya Parishad.