Secret of Wellbeing
Concept of health before 17th century and after that..
Mind ,body and spirit are the trinity of life..
How nature play the role in health & disease
Need of medicine, when,why and how actually...
Psyco-somatic disease and role of meditation,thought process and life style..
Care of health through different pathies,life style , exercise,yoga ,diet-regimen and approach to life status...
Role of integrated medicine in this new era...etc...
ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા આયોજિત ડો. હિરેન દરજી નુ વક્તવ્યે તોઆરોગ્ય પ્રત્યે સભાન કઈ રીતે રહી શકાય તે માટે આપેલું માગેદશેન અને માહિતી એ નવી જ દિશા ઉઘાડી આપી.
‘સ્વાસ્થ્ય નું રહસ્ય ‘ જેવા અરસિક વિષય ને પ્રકૃતિ ને સાહિત્ય ને પણ સાંકળી લઈ છે રીતે રસપ્રદ વાત કરી તે અદ્દભૂત હતી.
સ્વાસ્થ્ય એટલે શું? તેને વ્યાખ્યા આપી મૂલવી ન શકાય માનવી ના મન, શરીર ને આત્મા ના સંયોજન થી શરીર સ્વસ્થ રહે છે, પણ ત્રણમાંથી એક તકલીફ માં મૂકાય તો બિમારી આવે. આપણાં શરીરને માનસિક, સામાજિક, ચૈતસિક. ને શારિરીક શક્તિ સતત ચલાવે છે. આપણે ને પ્રકૃતિ વચ્ચે ગાઢ સંબંધ છે, એ વિચારધારા કેળવવાની જરૂર છે, એને આત્મસાત કરવાથી આપણને આપણા શરીર વિશે ઘણું સમજાય છે. એકવાર આપણને પોતાના. શરીરની પ્રકૃતિ સમજાય કે દવા વગર તંત્ર ચાલતુ રહે, ઓછા પ્રમાણમાં દવાની જરૂર પડે. આપણાં ઋષિમુનિઓએ આધ્યાત્મિક જીવનશૈલી અપનાવીને લાંબુ આયુષ્ય ભોગવીને શકયા હતા. કુદરતે આપણાં શરીરની રચના એવી કરી છે કે,વાતાવરણના ફેરફાર સાથે રોગ પ્રતિકારક શક્તિ (immune system) ઉત્પન્ન થાય , કુદરતી રીતે સામાન્ય બિમારી મટી પણ જાય, પણ એને માટે આપણે આપણી શારીરિક પ્રકૃતિ સમજવી પડે.
શરીર માનસિક ને શારિરીક રીતે અસ્વસ્થ થાય ત્યારે અસ્વસ્થતા નું મૂળભૂત કારણ શું? હોમીઓપેથી સારવાર પધ્ધતિ માં એ બાબત ખાસ ધ્યાનમાં લેવાય છે. આનુવાંશિક છે કે, માનસિક પરિબળ છે કે પણ વિચારવામાં આવે છે, શારીરિક ટેવો વળી ખાનપાન ની આદત વિશે પણ જાણકારી મેળવાય છે. દરેક વ્યક્તિ જુદી જુદી પ્રકૃતિ ધરાવે છે, તે પ્રમાણે ની ઉપચાર પધ્ધતિ હોમિયોપેથીક સારવાર પધ્ધતિ માં છે. તાત્કાલિક રાહત ને બદલે મૂળ માં થી રોગ નાબૂદ કરવાની પધ્ધતિ હોમિયોપેથીક માં છે.આપણી નિયમિત જીવનશૈલી જાળવવી એ પણ જરુરી છે આપણાં વડીલો નિયમીતતા વારસામાં આપી ગયા છે જેને અપનાવી જાતે શરીરની રોગપ્રતિકારક શક્તિ વિશે જાણો. હોમીઓપેથી રોગ પ્રતિકારક શક્તિ ને જ કાયેરત કરે છે. સ્વાસ્થ્ય નું રહસ્ય આપણાં જ પડેલું છે , તમારા મન ને શરીર સાથે એકાંત માં વાત કરી, જેના સ્પંદનો અનુભવવાથી રહસ્ય આપોઆપ મળી જશે . આપણાં શરીરને આંપણે જ ઓળખવાની ખૂબ સરસ વાત હિરેનભાઈ એ કરી.
સાથે સાથે આયુર્વેદ ની પણ મહત્તા જણાવી. આપણાં ખોરાક માં વપરાતા મરી મસાલા પણ સ્વાસ્થ્ય માટે જરુરી છે.નેચરોપથી પણ માનસિક ને શારીરિક સ્વાસ્થ્ય માટે આવકાયે છે. પ્રકૃતિ સાથેપ્રગાઢ સંબંધ કેળવવા માટે હિરેનભાઈ એ ભાર મૂક્યો. જળ સાથે અનુભવાતી સંવેદના, કુમળા તડકાને માણવો, ઋતુ પ્રમાણે બદલાતા કુદરતના નજારાને માણવો,આ બધાં પરિબળો સાથે પણ મૂળભૂત સ્વાસ્થ્ય ને સંબંધ છે.
સ્વાસ્થ્ય પરથી સાહિત્યપર પોતાની લખેલી કવિતા ની અવિસ્મરણીય સફર હિરેનભાઈ એ કરાવી , અલબત્ત વિષય તો સ્વાસ્થ્ય નો જ. અન્ન તેવો ઓડકાર, રજસ્,તમસ્, સત્વ જેવા ગુણોને સાહિત્યિક રીતે આવરી આરોગ્ય સાથે બખૂબી જોડ્યા. ખરેખર હિરેન ભાઈ પ્રશંસનીય વાત કરી. સતત અભ્યાસ કરવાની પ્રક્રિયા, જિજ્ઞાસા સંતોષવા ની વાત પર ભાર મૂક્યો. માનસિક તંદુરસ્તી માટે સંગીત ને અગત્યનું પરિબળ ગણાવ્યું.
અંતમા તેમણે સારવાર પધ્ધતિ નું એકીકરણ કરવાની વાત કરી, જ્યાં એલોપથી, આયુર્વેદિક અને હોમીઓપેથી ની સારવાર ઉપલબ્ધ હોય તેવા આરોગ્ય કેન્દ્ર ને હોસ્પિટલ ઉભા કરવા જોઈએ જેના પર ભાર મૂક્યો. દેશમાં બે, ત્રણ જગ્યાએ કાયેરત થયા છે , ગવેમેન્ટનુ આયુષ ડીપાર્ટમેન્ટ પણ ત્રણેને સાંકળી લેવાનું વિચારી રહી છે.
આભાર વ્યક્ત કરવાના શબ્દો તો , મારા શબ્દ ભંડોળ માં જ નથી, હિરેનભાઈ છતા અદ્દભૂત !!! ફરી આપનો લાભ આપશો એ આશા સહ ખૂબ ખૂબ આભાર.
કોકિલા બહેન અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર
• MD in Homoeopathic medicine.
• Graduated from Government medical College, Savli - 1992
• MD from S. P. University
• Having 29 yrs. of Clinical and Teaching experience.
• Working as a professor in Organon & Psychology in SSHMC,Godhra.
• Visiting professor in Pathology at Physiotherapy clg,Godhra
• Head of the Research dept. at SSHMC, Godhra.
• Working as a consultant in Homoeopathy at Gotri road, Vadodara.
• Keen interest in literature & music.