મણકો# 15 તા- 18-8-2024
ગુજરાતી સાહિત્યફોરમ દ્રારા આયોજીત વક્તવ્યના વક્તા હતા સુષમા શેઠના. તેમણે આગળના બે વાર્તાલાપ જે શ્રી માતાજી અને અરવિંદના જીવન પર હતા તેના અનુસંધાનમાં ત્રીજાભાગમાં પૂર્ણયોગથી સમાપન કરતું વક્તવ્ય આપ્યું.
શ્રી અરવિંદ નેશ્રી માતાજી એ અવતારી મનુષ્ય તરીકે પૃથ્વી પર માનવજાતના કલ્યાણ માટે જન્મ લીધો હતો. તેમનો આધ્યાત્મિક માર્ગ ચીલાચાલુ નહોતો. તેમણે ત્રિવિધ લક્ષ પર ધ્યાન કેન્દ્રિત કરી પૂર્ણયોગને પામ્યા હતા.
આજથી સાડા ત્રણઅજબ પહેલાં એક કોષી જીવમાંથી ઉત્ક્રાંતિ થઇ 12000 વર્ષ પહેલાંમનુષ્ય અસ્તિત્વમાં આવ્યો. હજી પણ ઉત્ક્રાંતિની પ્રક્રિયા ચાલુ જ છે. ભારતમાંઆધ્યાત્મિક વિકાસ એટલે આંતરિક શુદ્ધિ જે યોગ દ્રારા પ્રાપ્ત કરીશકાય છે. માનવીય ચેતનાનું જ્યારે ઉચ્ચત્તર ચેતના જોડે જોડાણ થાય એયોગ છે , એ શાશ્વત છે. શ્રી અરવિંદ થોડી જુદી વાત કરે છે.પૂર્ણ યોગ એ ઇશ્વરને મેળવવાનો પંથ છે. જે જ્ઞાન ને શક્તિ પર આધારિત પંથછે. જે ગતિશીલ છે. દિવ્ય જ્ઞાનના સિદ્ધાંતો વેદાંતમાં છે જે આધ્યામિક છે.શક્તિ કેવી રીતે વિકસાવવી તે આપણાં તંત્રશાસ્ત્રમાંછે.જ્ઞાન ને શક્તિ ને વિકસાવી પ્રકૃતિનો સ્વીકાર સહજ બનાવવી એ દિવ્ય જીવનની આરંભનીપ્રક્રિયા છે. વેદ વેદાંતથી આપણાં ચક્રો જાગ્રત થાય છે, જે આરોહણ ના માર્ગમાં મદદરૂપ છે.
પૂર્ણ યોગના ત્રિવિધલક્ષણોમાં સૌથી પહેલું લક્ષ એટલે અતિમનસ પર સંક્રમણ કરવાનુંછે. તેમાં બુધ્ધ ધર્મમાં જે શાંતિની વાત છે તેનાથી પણ આગળ વધી દિવ્યતા વસે અનેસંવાદિતા સધાય તેના આરોહણ કરવાની વાત છે. પ્રાચીન શાસ્ત્રમાં આત્મામાં પાંચ કોષછે.સામાન્ય મનુષ્ય ત્રીજાકોષમાં જ રહી જીવન વ્યતીત કરે છે. બાકીના બેસુષુપ્ત દશામાં હોય છે. એ બે સુષુપ્ત કોષને જાગ્રત કરી અતિમનસ તરફ આરોહણ કરવાનુંછે. એ ભુમિકાની સાથે અસ્તિત્વને સ્થાયી કરવાનું છે.
બીજું ધ્યેય - અતિમનસ નું અવતરણ એટલે એક જાતની દિવ્ય ચેતનાનું અવતરણ. દરેક મનુષ્યસામાન્ય અજ્ઞાનના અંધકારમાંથી બહાર નીકળી જ્ઞાનરૂપી પ્રકાશ પામી શકે ત્યારે તેનેપણ પ્રભુનો સાક્ષાત્કાર થાય.
ત્રીજું ધ્યેયએટલે ઇશ્વરનું પ્રગટીકરણ કરવું. જ્યારે અતિમનસનું અવતરણ થાય ત્યારે ત્રીજો આવિર્ભાવ થવાનો જછે.આ લક્ષ્ય છે. આપણાં શરીર - પ્રાણમાં પ્રગટીકરણ કરવાનું છે. આ એૈક્ય છે, જે શાશ્વત છે.
ઇશ્વરનો પુકારકરવો, પ્રતીક્ષા કરવી ને આહ્વાન કરવું જેથી આપણામાં ઇશ્વરપ્રગટ થાય. પ્રામાણિકપણે, સત્ય ને નિષ્ઠા પુકારમાં હોય તો ઇશ્વર પ્રાપ્તિ થાય છે.અરવિંદના સાવિત્રી પુસ્તકમાં પ્રકૃતિમાં જ ઇશ્વર છે તેજણાવ્યું છે. શરુઆતમાં જે સાધનાની શરુઆત કરો તે વિશુદ્ધ મનથી થયેલી હોવી જોઇએ. શાંતિની સ્થાપના ને વિશુધ્ધિકરણની પ્રક્રિયાથી વિશાળતાઅનુભવાય તેને પ્રત્યેક કોષમાં સમાવવાની છે.
અતિમનસપ્રક્રિયાના અંગ એટલે શાંતિ, સમતા. ને શરણ .સમતા કેળવ્યા પછી દિવ્યતા તરફ ગતિ થાય ને એ જયારે સ્થાપિત થાય ત્યારે આનંદનીઅનુભૂતિ થાય. દરેક યોગમાં શરણાગતિની વાત છે. સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારવાથી જેશક્તિનું અવતરણ થાય તે પૂર્ણયોગ.જે શ્રી અરવિંદ પામીશક્યા હતા.તપસ્યાનો ખૂબ જ અઘરા માર્ગે તેમની સાધના રહી હતી.
શ્રી માં ના ત્રણસ્વરૂપ - સર્વ વ્યાપક જે શાશ્વત છે . વિશ્વરૂપ જે મહાશક્તિ છે નેવિશ્વના જુદા જુદા ભાગોમાં પોતાની શક્તિનું સંચારણ કરે છે. ત્રીજા માનવીય રુપમાંવિશ્વશાંતિનો સંદેશ આપી શ્રી અરવિંદનાઅતિમનસ અવતરણમાં સાથ આપી તેમણે સેવેલ સ્વપ્નને પૂર્ણ કરવા જીવનની અંતિમ ક્ષણ સુધી કાર્યરત રહ્યા.
આત્માનોસાક્ષાત્કાર એ પૂર્ણ યોગ નથી. તંત્ર ને વેદાંતના સિધ્દાતો પર તેને વિકસાવી શકાય છે. બંને પૃથ્વી પર અતિમનસના અવતરણ માટે પ્રયત્નશીલહતા. તેઓ પુર્ણ યોગ પામી શક્યા પણ ને સામાન્ય માનવીમાટે તે પામવાના કઠિન માર્ગ નું માર્ગદર્શન પુરું પાડ્યું.
સાવિત્રીમાંલખાયેલ પંક્તિથી તેમણે વક્તવ્યનું સમાપન કર્યું .
આપનો ખૂબ ખૂબઆભાર સુષમાબહેન
કોકિલા બહેનનેતેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર .
——-સ્વાતિ દેસાઇ
Sushma Shethna is a truly blessed pilgrim on the path of Integral Yoga, inspired by the teachings of Sri Aurobindo and The Mother.
With a Bachelor's degree in Physiotherapy from Bombay University, she pursued her passion for Gujarati language and literature, earning a Master's with the prestigious B K Thakore Gold Medal. Further enriching her knowledge, she obtained a Master's in cardio-respiratory physiotherapy from University College London.
As an advanced physiotherapy practitioner in Northwest London, Sushma specializes in pain management, sports injuries, and cardiac and respiratory rehabilitation. Her treatments are rooted in an all-encompassing, Integral Health approach, reflecting her conscious movement towards a higher goal.
Guided by the Divine Touch, Sushma's diverse expertise and holistic perspective contribute to the well-being of her patients, fostering a journey of integral wellness for all.