આપણી માતૃભાષા આપણી જવાબદારી

Speaker:

Bhavesh Mehta

May 14, 2023

May 14, 2023

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્ય આપણી માતૃભાષા આપણી જવાબદારી ના વક્તા હતા ભાવેશ મહેતા જેઓ માતૃભાષા ના સંવર્ધન માટે છેલ્લા દસ વર્ષથી તન, મન ધન થી સેવા કરી રહ્યા છે. આઝાદી પછી દેશ ના નાના નાના રજવાડાં ને એક હકુમત નીચે આણનાર સરદાર વલ્લભભાઈ હતા. તેમની દીર્ઘદર્શિતા ને લોખંડી મનોબળને કારણે ભારતીય સંસ્કૃતિ ની ધરોહર જળવાઇ. ભારતના ઈતિહાસમાં ગુજરાત ને તેની ભાષા માતૃભાષા ગુજરાતનું સ્થાન ગૌરવવંતુ છે. જેની આજે પણ જાળવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા થઇ રહી છે. આજે આઝાદી ના 75 વર્ષ પછી પણ આપણે શિક્ષણ નું માધ્યમ અંગ્રેજી ને જ પ્રાધાન્ય આપીએ છીએ . હકીકત થી સ્વતંત્ર છીએ પણ અંગ્રેજી ભાષા પકડી રાખી છે એટલે માનસિક રીતે ગુલામ જ કહેવાઈએ. દરેક રાજ્ય ની માતૃભાષા ની સ્થિતી કફોડી છે. સાહિત્ય ક્યારે ટકશે? જ્યારે તેને સાંભળનારા, સમજનારા ને લખનાર હશે. ભાષા જાય તો વાણી, વર્તન, સંસ્કાર ને સંસ્કૃતિ જાય. આપણી ભારતીયતા માતૃભાષા દ્વારા જ જળવાઇ રહે. માતૃભાષા નું ગોમુખ એટલે માતૃભાષાની શાળાઓ છે. જન જાગૃતિ અભિયાન દ્વારા નવી પેઢી સુધી ભાષા નું મહત્વ પહોંચવું જોઇએ. નવી પેઢી ને માતૃભાષા તરફ વાળવાનું આપણું કામ છે,એ આપણી જવાબદારી છે. શાળાઓને સધ્ધર બનાવવી જોઇએ. આજે વિદ્યાર્થી ઓ હોવા છતાં માત્ર ધંધાકીય અભિગમને કારણે ગુજરાતી શાળા બંધ થવા માંડી છે. ગુજરાતી શાળા જીવંત હોવા છતાં સંચાલકો ને ટ્રસ્ટી ઓ શાને કારણે બંધ કરી રહ્યા છે ,એ વિચારવાની ને એ દિશામાં યોગ્ય પગલાં ભરવાની આપણી જવાબદારી છે. આપણા માં સમજ, જાગૃતિ છે છતાં પરિસ્થિતિ સાથે સમાધાન કરી આંખ મિચામણાં કરીએ છીએ. આપણી માતૃભાષામાં બાળક ભણતું નથી તેથી તેના પર શિક્ષણ નો બોજ ઘણો વધી જાય છે, સવાર થી સાંજ સુધી તેના ભાર વેંઢારવામાં બળદની જેમ જ જોતરાયેલા રહે છે. ભાર વિનાનું ભણતર માત્ર માતૃભાષા થકી જ પ્રાપ્ત થાય છે. માતૃભાષા જ સારાં સંસ્કારોનું સિંચન કરી શકેછે. નવી પેઢીને તૈયાર કરવાનું કામ આપણું છે. સમાજમાં બદલાવ લાવી માનસિકતા બદલવાનું કામ આપણું છે. અંગ્રેજી માધ્યમની શાળા જોડે ટક્કર ઝીલવા ગુજરાતી માધ્યમની શાળા ને ઉત્કૃષ્ટ બનાવવાની આપણી જવાબદારી છે. માતૃભાષા સંસ્કૃતિની ભાષા છે , સંસ્કૃતમાંથી ઉદ્દભવેલી. સંસ્કૃત ભાષા શુધ્ધતા ને સંપૂર્ણતા ધરાવે છે.જેનું જન્મસ્થાન સંસ્કૃત જેવી ભાષા હોય તે ભાષા સાચું શિક્ષણ આપીશકે .બાળક પોતાની ભાષા બોલે, તેમાં જ વિચારે ને જિજ્ઞાસા વૃતિ કેળવાતા પ્રશ્નો પૂછે તેમાંથી જ તેનો સંવાઁગી વિકાસ થાય . અંગ્રેજી માત્ર ભાષા તરીકે જ શીખવી જોઈએ, માધ્યમ તરીકે અપનાવવી ના જોઇએ. ભાવેશ ભાઇ એ ખૂબ સરસ વાત કરી, માતૃભાષામાં અપાતા શિક્ષણ માં ક્રમબધ્ધ પગથિયાં છે. નાનપણ થી જ પ્રાર્થના , ભજન ને શ્લોક દ્વારા ભક્તિ જ્ઞાન ઉપલબ્ધ થાય છે. માતૃભાષા દ્વારા વણાયેલા સંસ્કારો મળે છે, જે ક્રમશ: પાઠ્ય પુસ્તક માંથી મળતા રહેછે. કલાપી ની કવિતા જીવદયા , પ્રભાતિયા કૃષ્ણપ્રેમ, અખાનાં છપ્પા વડે શ્રી હરિ નુંદર્શન કરાવતા સંસ્કારોનું આપમેળે સિંચન થાય છે. કાકા સાહેબ કાલેલકર પ્રકૃતિ જ્ઞાન , ઝવેરચંદમેઘાણી વીર રસ નું પાન કરાવે છે. દયારામની ગરબી વડીલોની આમન્યા રાખી પોતાની વાત કેવી રીતે કહેવી તો વળી નર્મદે દેશભક્તિ જાગ્રત કરતી કવિતા રચી. આપણાં મહામૂલાં ગુજરાતી સાહિત્યનું જતન તો માતૃભાષા થકી જ થઇ શકે. માતૃભાષા ની જાળવવી ને નવી પેઢીમાં રસ જાગ્રત થાય એ આપણી જવાબદારી છે. આપણે આ જવાબદારી કેવી રીતે નિભાવી શકીએ તેનું. Presentation ભાવેશભાઈએ ખૂબ સુંદર રીતે કર્યું .


1. બાળ મંદિરની શ્રૃંખલા વધારવી જોઈએ , જેથી દરેક વિસ્તારમાં Day care જેવી સુવિધા લોકોને મળી રહે. મોટેભાગે નબળા વર્ગ ના બાળકો જ ગુજરાતી કે માતૃભાષામાં શિક્ષણ મેળવે છે, તેથી તેમના માટે
2. ગણવેશ વિતરણ
3. મિડ ડે ભોજન,
4. વાલી સભા
5. સરસ્વતી સન્માન
6. શિષ્યવૃત્તિ વિ .

જેવી સુવિધા સરકાર તરફ થી ને સામાજિક સંગઠનો દ્વારા આપવી જોઇએ. વર્તમાનલક્ષી સમાજમાં આર્થિક રીતે પછાત ને નબળા વર્ગના બાળકો જ ગુજરાતી માધ્યમની શાળામાં શિક્ષણ પ્રાપ્ત કરે છે. આપણી માતૃભાષા તેમણે જ જાળવી રાખી છે તેમ કહેવું યથોચિત જ છે. અંતે તેમણે વાસ્તવિકતાનું ભાન કરાવે તેવી સુંદર વાત કરી. ભારત ના દરેક રાજ્યો ને પોતાની માતૃભાષા છે. દરેક રાજ્યો એ પોતાની માતૃભાષા ની જાળવણી કરવી જોઇએ , તો જ ભારતીયતા સાચા અર્થ માં ઉજાગર રહેશે. ભારતનો નકશો ટકશે. આપનો ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ કોકિલા બહેન અને આપના પરિવારના સભ્યોનો આભાર


About Speaker

Bhavesh Mehta

Social worker, Gujarati language promotor
Learn More

Bhavesh Mehta

Study

1. Passed out 10th std with Gold medal from Sardar Vallabhbhai Patel Vidyalaya of Gujarati medium.
2. Diploma in mechanical engineering from Bhagubhai Polytechnic.
3) B.E in machine tool engineering from K J Somaiya.

Occupation

1. Did Job for two years.
2. Ran his own Tool Room (Workshop) for 20 years.
Decided to retire in terms of income at the age of 46 years and closed the factory and with availability of 24×7 started work for upliftment, advancement of mother tongue activities

Organization

10 years ago "Mumbai Gujarati Sangathan" established.
Today, all the (73) Gujarati medium schools of Maharashtra have been brought under one umbrella and are working for their upliftment.

Miscellaneous Functions

1. Over 350 parents meetings for public awareness.
2. Various competitions / workshops for students / teachers.
3. Various functions of public awareness – articles in Banners and news papers.
4. Meetings with school trustees for future school development.
5. Guidance to tenth students through Janambhumi
6. Prize distribution
7. Teaching spoken English for free to mother tongue school students.
8. Transport arrangements for children to reach mother tongue schools.
9. To provide uniforms to school students.
10. Notebook distribution.
11. Construction of new Kindergarten.
12. Enhancing Living Schools So far 6 schools in Dahisar, Malad, Kandivli, Kalyan have been decorated with educational paintings.
13. Organized 15 online international competitions in Corona period.
14. Scholarship to 150 students
15. Assistance of 1150 ration kits including 14 items. And Many service activities
MATRUBHASHANU MADHAYAM, ANGREJI UTTAM, SIKSHAN SARVOTTAM