ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા આયોજીત બી+ ફકત બ્લડ ગ્રુપ નહી પણ જીવન શૈલી કંઇક અટપટું લાગે છે ને પણ શોભિત ભાઇ જેવા, કવિ શાયર હોય તો શિષૅક પણ કલ્પનાતીત જ હોવાનું એજ એની ખૂબી છે.
શોભિતભાઇના વાક્પ્રવાહમાં પરિવારના સભ્યો એવા તણાયા કે સમય અવધિના કાંઠે આવ્યા ત્યારે હકારાત્મક અભિગમથી લથપથ જાતને માંડ વહેણમાં થી કાઢવાનો પ્રયત્ન કરતા રહયા.
દોઢ વષૅ થી ખૂબ જ કપરા કાળમાં જીવી રહેલા આપણે સૌને ખૂબ જ પ્રેરણાદાયી કવિતા' ' પ્રેમ' દ્વારા કોવિદ- 19 ની નાગચૂડમાંથી છોડાવ્યા.
ખૂબ જ હકારાત્મક અભિગમ જીવન જીવવાનું હોય તો ગમે તેટલી નકારાત્મકતા આજુબાજુ હોય તો પણ તેમાંથી હેમખેમ બહાર નીકળી શકાય, ને માત્ર પ્રેમની સરવાણી જ જીવનનો ઉધ્ધાર કરી શકે તેની જુસ્સાભેર કાવ્ય દ્વારા રજુઆત કરી.
કંઇ કેટલીય કવિતા ને ગઝલોની રમઝટ બોલાવી નકારાત્મકતાથી હકારાત્મક વલણ તરફ કેવી રીતે વળાય તેવી સમજણ આપી.
જે રંગીન માહોલ ત્યારે સર્જાયો તે કલમ દ્વારા વણૅવી શકવા અસમર્થ.
સૌથી વધારે સ્પશૅતી એમની વાત એટલે નોખા સત્ય. દરેક વ્યક્તિ કે પ્રાણી માત્રના સત્ય વેગળા હોય છે તે દષ્ટાત દ્વારા જણાવ્યું.
કંઇ કેટલીય નકારાત્મકતા આપણાંમાં ભારોભાર દટાયેલી છે, ઇષૉ, કપટ, અભિમાન, નફરત પણ અઢી અક્ષર 'પ્રેમ ' તમને તેમાંથી બહાર કાઢી શકે છે.
ગમે તેટલા ઊંડા નકારાત્મકતાના કળણમાં ફસાઈ ગયા હોય, પણ આપણી હકારાત્મક જીવન શૈલી તેમાથી બહાર કાઢે છે.
યુધ્ધ પછી ની શાંતિ કે વિનાશ પછીનું નવસર્જન જ સમાજમાં બદલાવ લાવી શકે છે, યુધ્ધ પ્રત્યે પણ આપણો હકારાત્મક અભિગમ જ હોવો જોઈએ. ખૂબ જ સુંદર તેમની આ જીવનની ફિલસૂફી એ તો સવૅ અવાક્ થઇ ગયા. તેમની વાણી ધોધરુપે વહી રહી હતી ને સવૅ તેમાં તરબોળ થઇ ગયા.
સૌએ તેમના વકતવ્યની મોજ માણી હવે તો શિષૅક સ્પષ્ટ થઇ ગયું ને!!!
To Be positive towards life!!!
આભારતો આપનો કાવ્ય શૈલી માં જ આપવો રહ્યો
ચાલવા મળશે તે ધરતી ને ઉપર ખુલ્લું આકાશ
આંખમાં વિસ્તરેલું સ્વપ્ન લોકની કયાંય
કોઈ દિવાલ નહી ને વિતેલા કલાકના ગાળામાં,
માણ્યો અનેરો સાથ આપનો માણી આપની કાવ્ય શૈલી ખૂબ ખૂબ આભાર
ખૂબ ખૂબ આભાર કોકિલાબહેન અને તેમની ટીમનો.
Shobhit Desai , performer of more than 4000 public stage appearances is purist poet of Gujarati Gazal and the most sought after emcee of Multilingual stage shows who has performed with likes of Hon'ble Atal Bihari Vajpeyee, Dilip Kumar, Amitabh Bachchan, Jagjit Singh and many more.
Shobhit has written 6 plays in Gujarati And Hindi which have been staged in commercial theatres as well as Prithvi theatre And NCPA.
Shobhit's great contribution is ANDAZ-E-BAYAAN AUR, his one-man-show on Greatest Ever Urdu poet Mirza Ghalib in which he narrates life and verse of Ghalib along with musical renderings of Mehdi Hasan, Begum Akhtar and Jagjit Singh. Shobhit has performed this show all over Mumbai, Gujarat, Kolkat and America.
Shobhit has carved and out and directed brilliant play EK KHOBO ZAKAL on two stalwarts of Gujarati poetry Mareez and Ramesh Parekh . Both these are demonstrated in play by Shobhit for more than 40 shows.
Shobhit runs SHOBHIT DESAI FOUNDATION to look after SHAYARS illuminating Gujarati Ghazal.
Shobhit has penned FIVE poetry collections Arre!, Sukhanvar Shobhit, Aham Ogalava Aavyaa, Hawa Par Lakhi Shakay, Andhaar Ni Barakhadi