સોશિયલ મીડિયાની સકારાત્મકતા

Speaker:

Sanjay Thorat 'Swajan'

August 27, 2023

August 27, 2023

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

ગુજરાતી સાહિત્ય ફોરમ. મણકો # 167        27-8-2023              

ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્ય ના વક્તા હતા સંજય થોરાટ, તેઓએ સોસિયલ મિડિયાની સકારાત્મક બાજુની  સચોટ વાત સાહજિકતાથી કરી.                

આજના આધુનિક યુગમાં મોબાઇલ દરેક વ્યક્તિ પાસે હોવો એ સામાન્ય બાબત બની ગઇ છે. દરેક વર્ગ ના લોકો પોતાની જરુરિયાત મુજબ તેનો ઉપયોગ કરે છે. જ્યારથી What’s app  પલેટફોર્મ આવ્યું છે ત્યારથી દુનિયા બદલાઇ ગઇ છે.  અલગ અલગ ગ્રુપના માધ્યમ દ્વારા  સગાસંબંધી, મિત્રો, સહકાર્યકરો વિ. સાથે સંદેશાની આપ લે કરવાનું આસાન થઇ ગયું છે. એક સાથે ઘણાં લોકો સાથે સરળતાથી સંસર્ગમાં રહી શકાય છે.                

દુનિયામાં બનતા બનાવો, ઐતિહાસિક ક્ષણ દા. ત. ચંદ્રયાન-3 નું ચંદ્ર પર ઉતરાણ પૃથ્વીવાસી જોઈ શક્યા .  દેશની ચૂંટણી જેવા મહા અભિયાનમાં દરેક મતદાર સુધી પહોંચી શકાય છે.  સ્ટેટસ દ્વારા જે પ્રવૃતિ કરતા હોઇએ તેનો પ્રસાર ને પ્રચાર  કરી શકાય છે.                  

સમાજલક્ષી પ્રવૃત્તિ , બ્લડ ડોનેશન કેમ્પ, કુદરતી આફત વખતે પહોંચાડાતી મદદ માં  સોસિયલ મિડિયાની આવશ્યકતા  જરુરી  છે. અનાથાશ્રમ , વૃધ્ધાશ્રમ જેવી સંસ્થા માટે તો અત્યંત ઉપયોગી છે. ઘણીવાર પરિવાર સાથેનું સુખદ મિલન  સોશિયલ મિડિયાને આભારી છે.                

આજે મહિલાઓ ઘરબેઠાં કારીગરવર્ગ નો contact કરી રોજબરોજની મુશ્કેલી આસાની હલ કરી શકે છે.  (પ્લમ્બર, ઇલેકટ્રીશીયનની જરુરિયાત).                

Facebook   યુવાનોને આકર્ષિત વધારે કરેછે. આજે શાળા, મહાશાળાના Re-Union એના ઉપયોગથી આભારી છે એમ કહી શકાય.  લેખક , કવિ પોતાની લખેલી વાર્તા, લેખ કે કવિતા  face book ના માધ્યમથી  લોકો સુધી પહોંચાડી જાણીતા થાય છે , પ્રકાશિત કરવાની જરુરિયાત રહેતી નથી.              

Instagram પણ યુવાવર્ગ અભિનેતા, અભિનેત્રી, મોડેલ  વિ. લોકપ્રિય છે. પોતાની બુધ્ધિનો ઉપયોગ કરી આવકનું સાધન પણ બનાવે છે.              

YouTube પણ સરસ માધ્યમ છે. બધી જ માહિતી તેના પર ઉપલબ્ધ છે.  On line program પણ માણી શકાય છે . ઘણાં પોતાના Blog બનાવી ને પણ પોતાના લેખો, વાનગીની રેસીપી વિ. મૂકે છે.             છેલ્લે ગુજરાતી સાહિત્ય ફોરમ પણ સોશિયલ મિડિયાના માધ્યમ થી જ  દેશ વિદેશના સભ્યોને વિવિધ વિષયો પરના વક્તવ્ય ની રસલહાણ  કરાવે છે.                

સુંદર વક્તવ્ય બદલ આપનો ખૂબ ખૂબ આભાર સંજયભાઇ  

કોકિલાબહેન અને પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર          

—-  સ્વાતિ દેસાઇ

About Speaker

Sanjay Thorat 'Swajan'

Columnist, Writer, Marathon Runner
Learn More

Sanjay Thorat 'Swajan'

President - GandhinagarSahitya Sabha

President - ParasmaniFoundation

Secretary - AatmanFoundation

Column Writer : GandhinagarSamachar, "Hello Friends" and "Tasvir E Gandhinagar" inNavgujarat Samay - a times of India group news paper.

"Hello Vikram, boloVetal" column in mytro.in, Metro Gandhinagar and Patnagar Prabhat newspaper.

Short Stories published inAkhand Aanand, Shabd Srushti, Navchetan, Gujarat Dipotsavi, Mamta, PatnagarPrakash and many more leading magazine.

Marathon Runner - 80 HalfMarathon, Name in Guinness book of World record.

Blood Donation - 67 times.

Manager - Kalpataru PowerTransmission Ltd.