પારસીઓ - ગુજરાતી રંગભૂમિના પાયાના પથ્થરો
ગુજરાત સાહિત્ય ફોરમ દ્વારા આયોજીત ઉત્કષૅભાઇ. મઝુમદાર ના વકતવ્યે જૂની ગુજરાતી રંગભૂમિ ની
ગીતોની રસલ્હાણ સાથે રોમાંચક સફર કરાવી.
ઘણાં ઓછા એ બાબત વિષે જ્ઞાત હશે કે ગુજરાતી રંગભૂમિના પાયાના પત્થરો પારસીઓ હતા.
રંગભૂમિ સાથે સંકળાયેલા ઉત્કષૅભાઇ એ રસપ્રદ માહિતી ની શરૂઆત મંગળાચરણથી કરી જૂની પરંપરા
ને અનુસરી , પછી કંઇ કેટલાય જૂની રંગભૂમિ ના
ગીતોની ગઝલોની ઝાંખી કરાવી .
લગભગ 1853 માં પારસીઓ દ્વારા રંગભૂમિ ની શરૂઆત કરવામાં આવી, એ નાનકડી કોમનું બહુ મોટું યોગદાન છે. આગળ જતા દરેક ક્ષેત્રે જેવા કે શૈક્ષણીક, વ્યાવસાયિક, મનોરંજન, વૈજ્ઞાનિક ને સાહિત્ય ક્ષેત્રે તેમનો સિંહફાળો છે.
એ જમાનામાં મનોરંજન ના આજના જેવા સાધનો નહતા. યુરોપીયન પ્રજા પોતાના વતનથી દૂર
હિંદુસ્તાન પર કબજો જમાવી બેઠી હતી, તેવા સમયે તેમને મનોરંજન ની આવશ્યકતા જણાઇ. શેક્સપિયર ના નાટકો ના શોખીન યુરોપીયનો એ મનોરંજન પિરસવા અંગ્રેજી નાટક મંડળી બનાવી. પારસીઓ પણ વિદેશ થી આવેલા ને આધુનિક વિચારો ધરાવતા તેથી સ્ત્રી પાત્ર ભજવવા ગોરી ચામડી ના પારસીઓ પર પસંદગી ઉતારી. આમ પારસીઓ ના પગરણ અંગ્રેજી નાટક દ્વારા નાટ્ય જગતમાં મંડાયા.
ત્યારબાદ ગ્રાંટ રોડ થિયેટરની સ્થાપના મુંબઈ ના જગન્નાથ શેઠની સહાયથી થઇ. દેશીભાષા માં વિશ્વનાથ. ભાવ એ મરાઠી આખ્યાનો સૌ પ્રથમ ગ્રાંટ રોડ થિયેટર માં ભજવ્યા.
પહેલા ભવાઇ ખુલ્લા ચોગાનમાં બજાવતી હતી.પછી થિયેટરના ચોકઠામાં નાટક ભજવવા નું ચાલુ થયું.
પારસીઓ નાટક જોવા ગયા ને રોમાંચિત થઇ ઉઠયા ને ગુજરાતી માં નાટક કરવાનું વિચાયુઁ. પણ સમાજ રૂઢિચુસ્ત હતો, ને હલકી વર્ણના જ નાટક સાથે જોડાય એવો ખયાલ પણ ખરો, પણ દાદા ભાઇ નવરોજી જેવા ઘણાં પારસી આગેવાનો રંગભૂમિ સાથે જોડાયા તેથી વિરોધ નબળો પડયો.
સૌથી પહેલું નાટક રૂસ્તમ ને સોહરાબ ઇરાનીની સંસ્કૃતિ ધરાવતું થિયેટરમાં રજૂ થયું. આખુ થિયેટર હકડેઠઠ હતું . મુખ્ય નાટક પછી પ્રહસન થતું એટલે interval પછી ગીત સંગીત પીરસાતું પહેલા વાદ્યો સારંગી, તબલાં ને વાયોલીન હતા.પહેલાં સ્ત્રી પાત્ર પણ પુરુષ જ ભજવતા તેવી રોચક માહિતી સાથે જૂના નાટકો ની રસપ્રદ વાતો કરી.
પાછળ થી જનાના show પણ રાખવામાં આવતા. તેમાં સૌથી અચંબો પમાડે તેવી એ વાત હતી કે
તેમના નાના બાળકો માટે ઝોળી ને રખેવાળ ની વ્યવસ્થા પણ કરવામાં આવતી. પછી તો 1853 થી 1867 સુધીમાં ઘણી નાટયમંડળીઓ અસ્તિત્વ માં આવી. જૂની રંગભૂમિ નો એક દબદબો હતો, જાહોજલાલી હતી , તે તો નાટક ની ઓપેરા book પણ બહાર પડતી તે દ્વારા જાણી શકાયું.
તેમના વકતવ્ય માં વચ્ચે વચ્ચે જૂની રંગભૂમિ ના પ્રેમ રસથી ભરપુર ગીતો ની પણ મઝા માણી.
પછી તો વ્યવસાયીલક્ષી નાટક મંડળી પણ પારસીઓ એ ઉભી કરી. કામ કરતા કલાકારો ના
પગાર ધોરણો પણ બંધાયા. નાટક લખવા લેખકો પણ શોધાયા. આ બધી વાતો સાંભળવાનો તમારા અભિનય સાથે લહાવો અમને મળ્યો એ અમારું સૌભાગ્ય છે ઉત્કષૅભાઇ.
પારસીઓ ના નાટક નું જોડાણ ગુજરાતી સાહિત્ય સાથે કવિ દલપતરામ ગીતો ના સમાવેશ દ્વારા થયું પારસીઓ નું યોગદાન પછી તો મુંબઈ સુધી સીમિત ન રહેતા દેશના વિભિન્ન માં પણ નાટકો ભજવવા માડયા. તેમાં હૈદ્રાબાદ નો કિસ્સો રસપ્રદ છે તે માટે તો તેમને સાંભળવા પડે, કલમ દ્વારા ન્યાય ન આપી શકાય.
હૈદ્રાબાદથી બે સ્ત્રી પાત્ર પણ નાટક ભજવવા લાવ્યા ને મંડળી માં સમાવેશ કરાયો, ખૂબ વિરોધ થયો પણ દાદા ભાઇ પટેલ અડગ રહયા. સ્ત્રી પાત્ર સાથે નું પહેલું નાટક ઇન્દ્રસભા ખૂબ સફળ રહયું.
પછી તો ઘણા નાટકો ભજવ્યા. ગાંધીજી ને જે નાટક અસર કરી ગયું હતું તે રાજા હરિશ્ચંદ્ર પણ ખૂબ
સફળ રહયું હતું .
જેવી શરૂઆત તેવું જ સમાપન ગીતો દ્વારા ઉત્કષૅભાઇ એ કયુઁ. એ ગીતો ની પણ અભિનય સાથે
લાજવાબ રજુઆત. ઝટ જાઓ ચંદન હાર લાઓ, ઘૂંઘટ નહી ખોલુ , ખૂબ જાણીતા ગીત ની રમૂજ ભરી રજુઆત સાથે સમાપન.
ખરેખર ઉત્કષૅભાઇ તમે તો પાછલા 100 થી 150 વષૅની ખૂબ જ રોમાંચક સફર જૂની રંગભૂમિ ની કરાવી. જરા પણ અતિશયોક્તિ વગર અત્રે કહેવું ઘટે કે એકવાર પણ ઘડિયાળ તરફ નજર નથી કરી.સમય નું ભાન જ કયાં હતું .
ખૂબ ખૂબ આભાર ઉત્કષૅભાઇ
ખૂબ ખૂબ આભાર કોકિલા બહેન અને તેમની ટીમનો.
Educational qualifications:1- BA with English Literature from Mumbai University. Kovid in Sanskrit.
Professional Qualifications:1- Diploma in Mass Communication, 2-Basic TV PRODUCTION COURSE from FTII Pune.
I have been doing theatre (English, Hindi and Gujarati), TV serials, TV Commercials and Films (Hindi Gujarati both).
Produced and directed two musicals On Narsinh Mehta and Zhaverchand Meghani.
I was a Program Executive with Doordarshan Kendra producing Plays, Variety shows and other programs.
I have been writing columns for various Gujarati Newspapers for the last 25 years.
I have directed many documentaries.