આપણો સાંસ્કૃતિક વારસો

Speaker:

Siddharth Mankiwala

September 1, 2024

September 1, 2024

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

મણકો # 216   તા-1–9-2024                                  

ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા સિધ્ધાર્થ મણકીવાળા. તેમણે તેમના અગિયાર પેઢીથી સચવાયેલ તેમના વારસાનો presentation દ્વારા જે ચિતાર આપ્યો તે અચંબો પમાડે તેવો હતો.                                       તેમના વડવાઓની 300 વર્ષ જૂની હવેલીમાં  તેટલા જ વર્ષ જૂનો સંગ્રહ એક નાનકડાં વ્યક્તિગત સંગ્રહસ્થાનની શાખ પૂરે છે. તે વખતનું લખાણ પણ ગુજરાતી ભાષા કેવી હશે તેનો તેનો પુરાવો છે. તેમના સંગ્રહસ્થાનમાં તો  તે વખતે ઉપયોગમાં લેવાતી અસંખ્ય વસ્તુઓ છે પણ સમયના અભાવે થોડી ચીજવસ્તુઓની ઝલક  શ્રોતાજનોને જોવા મળી.                                        

બાપદાદાઓનાં વખતનાં હથિયારો જેમા પિસ્તોલ, તમંચાનો  ને જુદી જુદી જાતની તલવારોનો સમાવેશ થયેલ છે જે માટેનું original license પણ છે. ઘરવપરાશના છરી, ચપ્પુ, સૂડી વિ. પણ બ્રિટીશ રેપર સાથે સાચવી રખાયા છે. લાકડાની ચીજવસ્તુઓમાં મુખ્યત્વે પિસ્તોલ મૂકવાની પેટી, લખવા માટે ઉપયોગમાં લેવાતી લાકડાની પેટી , હોલ્ડરો, કિત્તો, પાદુકા, ઘડિયાળ, ભગવાનના રમકડાં,  સિગારેટનું બોક્સ વિ. જેવી ઘણી વસ્તુઓ ખૂબ જ સારી સ્થિતીમાં છે.                                        

તે જમાનામાં વીજળી નહોતી તો ફાનસ પણ મુસાફરી દરમ્યાન કામ આવે તેવા ફોલ્ડીંગ, વળી ચશ્માની દાંડી પણ ત્રણ સાંધાવાળી, દીવા માટે ફાનસો, , હુક્કા, સમયઘડી જેને રેત ઘડી પણ કહેવાતી.તે વખતે ચણોઠી ને હાથીદાંતનું સુંદર કામ થતું  તેવી દુર્લભ વસ્તુ પણ સિધ્ધાર્થભાઇને વારસામાં મળી છે. જૂના જમાનાના વાસણો, ચાંદીના ઘરેણાં, સિક્કાઓ પણ સચવાયેલા છે તે પણ પ્રદર્શિત કર્યા.        

જરી કિનખાબના વસ્ત્રો, કાશ્મીરી શાલ, જામેવાર શાલ કેરીની ડીઝાઇનવાળી તેની જાળવણી તો આશ્ચર્ય પમાડે તેવી છે. તેમાં જીવાત ના લાગે તે માટે સાપની કાંચળી વડે સાચવવામાં આવતી તો તે પણ મૂકેલી છે

ને જામેવાર ભરત ભરેલ શાલ લાકડાના બે હવાચુસ્ત પાટિયાની બનેલી પેટીમાં સચવાઇ છે. પાટણના પટોળા તો ખરા જ પણ રજાઇ પણ તેમનાંસંગ્રહાલયમાં છે. અબરખ પ્રીન્ટનું કાપડ પણ છે. ઠાકોરજીની સેવામાં વપરાતી પિચ્છવાઇ, ભરેલાં ચાકળાં, ખલતો, વિ. કંઇ કેટલીય વસ્તુનો અલભ્ય ખજાનો તો તાજનો  આશ્ચર્યથી જોતાં જ રહ્યા.                              

જૂના રાગરાગીણીના ચિત્રકામ, સંગીતનું વાદ્ય દિલરુબા, આર્યુવેદિક દવાઓ, ઋષિમુનિઓના પેઇન્ટીંગ,ભગવત ગીતા, જૂની કંકોત્રી, ટાંકણી,સોય વિ. કંઇ કેટલુંક જોઇ ભૂતકાળમાં અમે સૌ સરી પડ્યા.                    

ખરેખર સિધ્ધાર્થભાઇ આપે તો ભૂતકાળને  જીવંત કરી દીધો. આપનો ખૂબ ખૂબ આભાર .

કોકિલા બહેન અને પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર .                                        

—-સ્વાતિ દેસાઇ

About Speaker

Siddharth Mankiwala

Social worker
Learn More

Siddharth Mankiwala

Siddharth Mankiwala is a dedicated social worker with aprofound impact spanning decades. Since 1965, he has been actively involvedwith the Red Cross Society and has generously donated blood 64 times. Hisleadership journey includes serving as the Past President of the Rotary Club ofAhmedabad in 1997 and later as the Past District Governor for Rotary ClubDistrict 3050 (1999-2000). He serves as a Trustee for several organizations,including the Gujarat Diabetes Association and a TB relief organization, alongsidehis roles in numerous NGOs. Siddharth Mankiwala is also a founding member ofthe Eye Bank Federation of India and a respected member of the KailashMansarovar Seva Samity and Dignitary Foundation.