ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્ય ના વક્તા ડો. ભરત. શાહ. એ નેચરોપથી અને સર્વાંગી સ્વાસ્થ્ય વિષય પર માહિતી પર પ્રકાશ ફેંકતા સમાજમાં જે અલગ માન્યતા પ્રર્વતે છે તેના વિશે સાચી સમજણ આપી.
ઇશુ પહેલા લગભગ 450 વર્ષ થી રોગો ને તેના કુદરતી ઉપચાર તથા દવા ની શોધ થઈ હતી, પણ 1847 થી મેડીકલ ક્ષેત્રે સંશોધન થતા આધુનિક પધ્ધતિ અસ્તિત્વમાં આવી. એટલે લગભગ 150 વર્ષ જૂની આધુનિક મેડીકલ પધ્ધતિ કહી શકાય, જેને અત્યારની સારવારના મૂળિયા ગણી શકાય. આ સારવાર પધ્ધતિ થી ઘણાં રોગો જેવા કે પોલિયો, શીતળાસંપૂર્ણપણે નાબૂદ થયા, બાળમરણ ઓછું થયું. આજના સમયમાં લાંબા ગાળાના રોગો જેવા કે હ્દયરોગ, ડાયાબિટીસ , હાઇબ્લડ પ્રેશર નું પ્રમાણ વધતું ગયું છે. ભારતના અને અમેરિકાના આંકડા ચિંતાજનક છે. આરોગ્યલક્ષી સુવિધામાં છેલ્લા 50 વર્ષમાં ઘણો સુધારો થયો છે. રોગો ને નાથવા માટે નવી નવી દવાઓ અને ટેકનોલાજીને કારણે બજેટ પણ વધતું જાય છે. આરોગ્ય જાળવવા માટે અગત્યની બાબત ડોક્ટર, નર્સ કે હોસ્પીટલ નથી, દરેકનું પોતપોતાનું મૂલ્ય છે, પણ સૌથી મહત્વની વાત આપણી જીવનશૈલી છે.
જો વ્યક્તિ પોતાની જીવનશૈલી બદલે તો હ્દયરોગ, બ્લડપ્રેશર અને ડાયાબિટીસ પર કાબૂ મેળવી શકેછે. જીવનશૈલી માં મુખ્યત્વે પાંચ બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે જેમાં
આહાર, વિહાર( કસરત, દિનચર્યા, ઊંઘ), મન (stree), હ્દયની ભાવના ને પર્યાવરણ . પર્યાવરણ મહત્વનું
પરિબળ છે, તેના પ્રદુષણને કારણે તેની અસર આરોગ્ય પર પડે છે.
ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ ફેટ અને ખાંડ નું પ્રમાણ ઓછું હોવું જોઇએ . ફળો, શાકભાજી , રેસાયુક્ત આહાર પ્રમાણ વધારે હોવું જોઇએ . કેફી પદાર્થો અને આલ્કોહોલ ને ત્યજવા જોઇએ. Refined products, chemicals આહારમાં આવતા હોવાથી આરોગ્ય પર માઠી અસર થાય છે.
આજનનું જીવન બેઠાડું થતું જાય છે. કસરત વગર શરીર સ્વસ્થ રહી શકે નહી. નિયમિતરૂપે 30 મિનિટ ચાલવાની કસરત કરવાથી હ્દયરોગ, stroke કે ડાયાબિટીસ પર કાબૂ મેળવી શકાય છે. સાંધાનો વા, ડીપ્રેશન નું risk પણ નહીંવત રહે છે.
પૂરતા પ્રમાણમાં ઊંઘ ને આરામ જરૂરી છે. મન હ્દયની ભાવના અને સામાજિક જોડાણ પણ એટલા જ અગત્યના છે. શરીરને જેમ સારા ખોરાકની જરૂર છે, તેમ મનને પણ માનસિક શાંતિ ની જરૂર છે. આજની સ્પર્ધાત્મક જિંદગી માં માનસિક તણાવ નું પ્રમાણ લોકોમાં વધતું જાય છે. Dippresion leads to suicide. નકારાત્મક વિચારો પણ આરોગ્ય પર અસર કરે છે. હકારાત્મક જીવનશૈલી થી મનનો તણાવ ઓછો થાય છે. યોગ, પ્રાણાયામ ઓમકાર જીવનશૈલી માં નિયમિતરૂપે અપનાવવાથી શરીરમાં. હકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.
પર્યાવરણનું રક્ષણ કરવાથી હવા ને પાણી પ્રદુષિત થતા નથી , ને તેની શુધ્ધતા
સમાજના આરોગ્યને સ્વસ્થ રાખેછે.
નેચરોપથી ઉપર જણાવેલ તમામ બાબતો ને ધ્યાનમાં રાખતી ચિકિત્સા છે. વિવિધ વનસ્પતિ , ઉપવાસ, ફળાહાર થી શરીરના લાંબા ગાળાના રોગો ને નાથવાનું કામ કરે છે શરીરમાં નૈસર્ગિક શક્તિ રહેલી જ છે તેના વડે શરીરને સ્વસ્થ રાખવામાં નેચરોપથી મદદરુપ છે. જીવનશૈલી બદલવાથી રોગિષ્ટ શરીર reverse mode પર આવી શકેછે. વૈજ્ઞાનિક અભ્યાસથી તે સાબિત થયેલું છે.
ખરેખર ભરતભાઇએ તેમણે કરેલા અભ્યાસને આંકડા ના ચાર્ટ દ્વારા માહિતીલક્ષી જ્ઞાન
પરિવારના સભ્યોને પુરું પાડ્યું છે. આપનો ખૂબ ખૂબ આભાર ભરતભાઈ
કોકિલાબહેન અને પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર
Dr. Bharat Shah is a pediatrician and community health specialist. He completed his postgraduate studies in Pediatrics at Baroda Medical College and worked at KGP Children Hospital in Vadodara and SEWA Rural in Jhagadia for five years. During this time, he successfully implemented community-based health programs that reduced Infant Mortality Rate (IMR) in the surrounding villages.
Dr. Bharat Shah's interests expanded to alternative healthcare systems. He obtained an Advanced Diploma in Naturopathy and Yoga from Panjab University and trained as a yoga teacher. He also completed a postgraduate diploma in Clinical Hypnosis from CHARUSAT University. He has authored educational booklets on diseases and healthy lifestyles and translated a book on medicinal plants published by the World Health Organization.
Currently, Dr. Bharat Shah serves as the Director of Nisargopachar Kendra at Vinoba Ashram in Gotri, Vadodara. He is a member of the advisory committee of Janakidevi Bajaj Nature Cure Centre and has served on the governing bodies of Shri Morarjee Desai College of Naturopathy and Yogic Sciences and the Foundation for Revitalization of Local Health Traditions (FRLHT). He is also involved with the National Institute of Naturopathy and the Naturopathy Certification Board.