A detailed analysis of Aadikavi Narsinh Mehta's Poetry and comparing all the verses with an aim to derive broad similarities between true Vaishnav's socio-behavioral characteristics as discussed in ancient texts. Here Vaishnavism is not a sect or religious belief but a characteristics feature defining humanitarian approach and humbleness with equality.
ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજિત વકતવ્ય ના વક્તા ડો. અંકુર દેસાઈ એ નરસિંહ મહેતા ના પદો જે ગુજરાતી સાહિત્ય ના ચણતરનો પાયો છે તેના વિશે તલસ્પશેી માહિતી આપી .
નરસિંહ મહેતા ના પદો સાવ સરળ ભાષામા રચાયેલા છે, જે નરસિંહ મહેતાની કાવ્યબાની માં સચવાયેલા છે. ગુજરાતી ભાષા ને સમૃધ્ધ બનાવનાર શિરમોર કવિ એટલે નરસિંહ મહેતા.
તેમના પદો આત્મકથાનક પદો છે, એ સમયની રુઢીરીતિ ના વણઁનો સુપેરે આપ્યા છે. સૌરાષ્ટ્ નો ઈતિહાસ તેમના પદો મા દસ્તાવેજ રૂપે સચવાયેલો છે.
આજથી 500 વષે પહેલા જે જ્ઞાતિ મા કુરિવાજો , સંસ્કારો હતા તે આજે પણ સમાજમાં પ્રવર્તમાન છે, તેવા સમયે ધૈર્ય થી સમગ્ર મુશ્કેલી નો સામનો કરીને વૈષ્ણવ જનને ઉજાળ્યું . તેમની કાવ્યબાની અદ્ભુત છે . એક સાચો હરિભક્ત , સાચો વૈષ્ણવ પોતાની ભક્તિ થી એક સાત્વિક વાતાવરણ ખડું કયુઁ , કૃષ્ણ ભગવાને સજોડે દશેન આપ્યા. વૈષ્ણવ જન તો તેને કહી એ રે પીડ પરાઈ જાણે રે…. એમનું લખેલું ભજન તેમણે પોતે જ સાચા વૈષ્ણવ જન ના ગુણો આત્મસાત્ કરી સાથેક કયુઁ .
વૈષ્ણવ જન એટલે કેવળ વિષ્ણુ ભક્ત એવું નહી, એવું વ્યક્તિત્વ જે ધમે યાત્રા નો પડાવ છે, જેની જીવનશૈલી ધમે, નિતી ને અનુસરે છે, પ્રભુ પ્રત્યે અનુરાગ છે ,પ્રભુ નું સતત ચિંતન, સ્મરણ કરે છે, કાવ્યબાનીની પરાકાષ્ઠા એ સવે ઈશ્વર એક થઈ જાય છે.
નરસિંહ મહેતા ની કાવ્ય બાની ચાર તબક્કામાં વહેંચાયેલી છે.
પ્રથમ તબ્બકામા કૃષ્ણ ના બાલ્યા અવસ્થા ની વાત છે . સુદામા ચરિત્રમાં આત્મકથા વણેવી છે. બાળસખા સુદામા ની વાત છે તેમની કવિતામાં પણ પ્રયોગ થયા છે . તેમની કાવ્યશૈલી સરળ અને શુધ્ધ છે .
નરસિંહ મહેતા સુદામા ની વાતમાં સાંસારિક વૃત્તિઓ પણ વણેવે છે.કોઈ પણ વ્યક્તિ વાણી વિચાર બદલી ને સાચો વૈષ્ણવ થઈ શકે છે. હરિજનો ને પણ વૈષ્ણવ બનાવવા આજથી 500 વર્ષ પહેલા નાગર હોવા છતા ભજનો તેમના વાસમા જઈ ગાતા, તેમણે કોઈ જ બંધનો રાખ્યા નહતા .
બીજા તબ્બકામા કૃષ્ણ ની લીલા નું વણેન કયુઁ છે . નરસિંહ મહેતા ની ભક્તિ એવી ઉચ્ચ કક્ષા ની હતી , માત્ર તેમને તેમની રાસલીલા ને બાળલીલા ના પ્રત્યક્ષ દશેન થયા હતા , તેનું આબેહૂબ વણેન આ બીજા તબ્બકામા કરવામાં આવ્યું છે . મહાભારતના કૃષ્ણ નહી, સોળ વર્ષ ની આયુ ના કૃષ્ણ ને ગોપી ના સંબંધ ની વાત જે આનંદ નું સંવધેન કરી ઉલ્લાસ ની પરમ સીમાએ પહોંચાડે છે .
ત્રીજા તબ્બકામા કવિતામાં એવું તત્ત્વ પ્રગટ થાય છે કે ઈશ્વર ને સ્થૂળ સ્વરુપે પામવાનો બદલે સુક્ષ્મ સ્વરુપે પામવાની વાત છે .
ચોથા તબ્બકામા આધ્યાત્મિક તત્ત્વ છે . અખિલ બ્રહ્માંડ મા એક તું ક્ષી હરિ ……
ખૂબ સુંદર ભક્તિ રસમાં તરબોળ કરી મૂકે તેવી નરસિંહ મહેતાની કાવ્યબાની આપના વક્તવ્ય એ અમે સોએ માણી આપનો ખૂબ ખૂબ આભાર અંકુર ભાઈ
આભાર કોકિલા બહેન આપનો અને આપની ટીમનો .
Graduation from Baroda Homoeopathic Medical College, Vadodara in 2004. Post graduation from DKMM Homoeopathic Medical College, Aurangabad in 2007 Professor and Head of Pathology and Microbiology Department, Baroda Homoeopathic Medical College, Vadodara Poet, Compere & Researcher in fields of Medicine, History and Literature.
• Delivered Orations on
1) ‘Sursagar’: A compilation of Poetry of Bhakt Kavi Surdas, at Granth Gosthi ,Vadodara
2) ‘Meghani Kavita ma Navras’: Zaverchand Meghani's 125th Birth Anniversary celebration by Meghani vandana Facebook page & Jangagruti Abhiyan, Vadodara
3) ‘Androidyug Ma Gandhivichar': Annual Gandhi Smruti Oration on 30th January 2014 by Satyeshwar Mahatma Gandhi Foundation, Vadodara.
• Conducted several programmes as announcer at various offline and online platforms.
• Recited poetry in Gujarati and Hindi at multiple places across the country.