ગુજરાતી સાહિત્ય ફોરમ તેના 101 પ્રકરણ ના વક્તવ્ય ના વકતા હોવાનું શ્રેય અદિતિ દેસાઈ ને ફાળે આવ્યું. વિશ્વ પરિવારના દિવસે ગુજરાતી સાહિત્ય ફોરમનો મંચ જે વસુદેવ કટુમ્બ કમ ની ભાવના સાકાર કરે છે , તે મંચપર અદિતિબહેન જેવા વકતાઉપસ્થિત હોવાથી સૌએ ધન્યતા અનુભવી.
તેમના નાટયક્ષેત્રના જીવન વિષે ખૂબ જ રસપ્રદ વાતો કરી. આ એ જમાનો હતો જ્યારે સારા સંસ્કારી ઘરની દીકરીઓ નાટય ક્ષેત્રે કારકિર્દી ઘડવાનો તો વિચાર જ નહતીકરી શકતી, પણ જશવંતઠાકર જેવા જાણીતાનાટયકાર નું સંતાન હોવાથી તેમનું ભાવિ તો તેમના જન્મ પહેલાં જ ઘડાઇ ચૂક્યું હતું. પિતા સામ્યવાદી વિચારધારા ધરાવતા એટલે નાનપણથી જ ઘરમાં સમાન હકથી ઉછેર થયો. નાના પણ સામ્યવાદી એટલે મા પણ તે જ વિચારો ધરાવતી વળી ડોકટર હોવાથી ઘરમાં કામની વહેચણી કરવામાં આવી હતી. ઘરના કામ સહુ કરતા. તેમના જીવનના ચાર તબ્બકામાં નાનપણ નો સમય સંઘર્ષમય રહ્યો.
માતા કામદાર વીમા યોજનામાં ડોકટર હોવાથી કામદારો માટે આખી જિંદગી કામ કર્યું . સેવાના સંસ્કાર માતા પાસેથી ને અભિનય ગળથૂથી માંથી પિતા પાસેથી વારસામાં મળ્યા. આથી તેમના જીવનનું ઘડતર કંઈક જુદી રીતે જ થયું. તેમની યશસ્વી કારકિર્દી ના પાયાના મંડાણ માં માતા અને પિતા નો સંસ્કાર વારસો રહયોએમ જરુર કહી શકાય.
તેમના જીવનનો બીજો તબ્બકો એટલે નાટકની રંગભૂમિ માં પગરણ.માત્ર પંદર વર્ષ ની ઉંમરે નાટકમાં અભિનય કરવાનું શરું કર્યું. અભિનયની તાલીમ સાથે ભણતર પણ M.A. ઈંગ્લીસ લીટરેચર સાથે પૂર્ણ કર્યું .છેલ્લા ચાલીસ વર્ષ થી નાટયક્ષેત્રે તેઓ કાર્યરત છે.
નાટયક્ષેત્રે પ્રથમ મહિલા દિગ્દર્શિકા નું શ્રેય તેમને ફાળે જાય છે. તેમણે નાટકના એવા પસંદ કર્યા કે સમાજને ઉત્તમ સંદેશ આપી શકે.તેમના દિગ્દર્શિત નાટકો કસ્તુરબા જેમના વિષે, તેમણે આઝાદીમાં આપેલ યોગદાન વિષે સમાજને માહિતી નથી. ખૂબ મજબૂત મનોબળ ધરાવતી સ્ત્રી ને રંગમંચ પર દર્શાવવાનું કઠિન કાર્ય કર્યું છે. અગ્નિ કન્યામાં દ્રૌપદીની વાત છે, સાગર મંથનમાં સ્ત્રી વહાણવટું દ્વારા પરદેશ મા વેપાર કરનાર સાહસિક સ્ત્રી ની વાત છે ઼ અકૃપાર મા સાંસણ ના ગીરમાં વસતા માલધારી ના જીવન પર નાટક, ધાડ , કચ્છી જીવનને પણ રંગમંચ પર તાદ્દર્શ કરનાર અદિતિ બહેન ખરેખર ધન્યવાદને પાત્ર છે. તેમના નાટયક્ષેત્રના પ્રદાન માટે 11 એવોર્ડ તેમને પ્રાપ્ત થયા છે.
હંમેશા તેમણે સ્ત્રીનું ગૌરવ સાચવાય, સમાન હક મળે , સમાજ તેણે આપેલા ત્યાગ અને સમર્પણ ની નોંધ લે તેવસંદેશો નાટક દ્વારા આપવાનો પ્રયત્ન કર્યો છે. નાટક માં પ્રયોગો કરતા વિચાર આવ્યો કે થિયેટરમાં પૈસા ખર્ચી ને નાટક જોવા આવવાનો વર્ગ કેટલો? સમાનતા ને સામાજિક સમસ્યા ને લગતા નાટકો સામાન્ય લોકો સુધી પહોંચવા જોઈએ . આ માટે તેમણે કેટલાંક NGO નો સંર્પક કર્યો. બહેનોને લગતી સમસ્યા ઘરેલું હિંસા જેવા મુદ્દા પર ચર્ચા કરતા એવા નિષ્કર્ષ પર આવ્યા કે શેરીમાં નાટક ભજવાવા જોઈએ ને સૌ પ્રથમ અમદાવાદ ની દરેક શેરીમાં ભજવવાનું ચાલુ કર્યું. આટલેથી અદિતિબહેન અટક્યા નહીં, બહેનો પોતાનો અવાજ જાતે ઉઠાવે , માટે બહેનોને ટ્રેનીંગ આપવાનું શરુ કર્યું. પછી તો ગુજરાત અને રાજસ્થાન ના ઘણાં ગામડાંમાં શેરી નાટક ભજવ્યા. આ એક ક્રાંતિકારી પગલું હતું.
મહિલા સશક્તિ માટે તો હંમેશા પ્રયત્નશીલ રહ્યા પણ હવે આદિવાસીઓ નો અવાજ પણ નાટકો દ્વારા પહોંચાડવા અંબાજી થી ધરમપૂર સુધી તેમના વિસ્તારમાં નાટકો ભજવ્યા. તેમના સમાજ માં કેવી રીતે બદલાવ આવે ને પરિવર્તનશીલ સમાજ નું નિર્માણ કરવા ઘણાં નાટકોમાં દિગ્દર્શક તરીકે પ્રયોગો કર્યા.
નાટકમાં અભિનય કરીને માત્ર સંતોષ ન માણતા સમાજલક્ષી પણ કાર્યો નાટક દ્વારા કર્યા.તેને માટે દિગ્દર્શન જેવા કામમાં ઝંપલાવ્યું . દિગ્દર્શન માટે નાટકના દરેક પાસા જેવા કે સ્ક્રીપ્ટ, સંગીત, સાઉન્ડ,લાઇટ વિ ની પણ સમજ કેળવવી પડે . તેની પણ તાલીમ લઈ શ્રેષ્ઠ મહિલા દિગ્દર્શક બન્યા.
સાથે સાથે કલાસિકલ અને મોર્ડન નાટકો માં કોસ્ચુયમ ડીઝાઈનનું પણ કામ કર્યું.
અદિતિ બહેન જે સંદેશો નાટક દ્વારા સમાજને નથી પહોંચાડી શકયા જેવા કે પર્યાવરણ જાગૃતિ, દલિતોના મુદ્દા, સફાઈ અભિયાન, આરોગ્ય તેવા મુદ્દા ઓ આવરી લઈ પુષ્કળ ઓડિયો, વિડિયો મટીરીયલ અને નાટકોની સ્કીપ્ટ નું સંકલન કર્યું છે.
આવી અનેકવિધ પ્રતિભા અને કૌશ્લ્ય ધરાવતા અદિતિ બહેન નું વ્યક્તિત્વ આપણાં માટે પ્રેરણાદાયી છે.
ખૂબ ખૂબ આભાર અદિતિ બહેન. ફરીઆપને સાંભળવાની તક અમારા પરિવારના સભ્યો ને મળે તેવી આશા સહ.
કોકિલા બહેન અને તેમના પરિવારના સભ્યો નો ખૂબ ખૂબ આભાર
Is a renowned Director of three successful Gujarati plays Kasturba, Samudra Manthan and Akupar. She has also acted in films. She is a daughter of well-known theatre personality, Jashwantbhai Thakkar who nurtured an artistic bent of mind in her. She is founder of Jashwant Thakar Memorial Foundation and Drashti- a Development Centered for Media Group in Ahmedabad. She has mentored hundreds of young adults into theatre. She has directed street theatre on socially relevant issues. She was governing board member of Olakh- A Space for Women in Vadodara. Aditi Desai is a socially committed artist who channelizes her creative talent to build a society based on democratic values, social justice and gender equality.
She had acted a small part in the film Dhh directed by Manish Saini and the film recently won the National Award for the Best Gujarati Film. Aditi is an actor, director, documentary film maker and activist. Her plays talk a lot about women empowerment issues and over the last three decades, Aditi has carved a niche for herself in the world of theatre. She sees no conflict in essaying different roles with great ease. She feels happy that now the younger generation of actors and directors are telling stories with a difference.