ગુજરાતી સાહિત્ય ફોરમ તેના આયોજીત ઉત્કૃષ્ટ વક્તવ્યો દ્વારા નિતનવું પીરસવા સતત પ્રયત્નશીલ રહે છે તેના ભાગરુપ આપણી પારંપરિક નાટયશૈલી ભવાઈ ની માહિતી પ્રદાન કરતું વક્તવ્ય ગોઠવ્યું. વક્તા હતા રાજેશ. દાણી. વડોદરા ખાતે ભવાઈ ની વાત કરીએ તો તેની સાથે જોડાયેલું એક જ નામ એટલે રાજેશ. દાણી. તેમણે પારંપારીક નાટયશૈલી માં થોડી છૂટ લઈ સુંદર પ્રયોગો કર્યા છે . ભવાઈ ની પ્રારંભિક માહિતી આપી તેમના પ્રયોગો ની રસપ્રદ વાતથી શ્રોતાજનો ને છેક સુધી જકડી રાખ્યા.
ભવાઈ ગુજરાતી સમાજની લગભગ 700 વર્ષ જૂની નાટયક લા છે.ભવાઈ સંસ્કૃત શબ્દ ભવ પરથી આવ્યો છે. જેનો અર્થ અભિવ્યક્તિ અથવા લાગણી થાય છે. તેની જે સ્ક્રીપ્ટ લખાય તેને વેશ કહેવાય.સમાજમાં પ્રર્વતતી અંધશ્રદ્ધા અને કુરિવાજ ( બાળવિવાહ , અસ્પૃશ્યતા ) પર કટાક્ષ દ્વારા દૂર કરવાનો। પ્રયત્ન ભવાઈના માધ્યમ દ્વારા થતો. ભવાઈનો અર્થ હિંદુ દેવી અંબા સાથે પણ જોડાયેલો છે.ભવ એટલે બ્રહ્માંડ , આઈ એટલે માતા તેથી તેને બ્રહ્માંડ ની માતા અંબાને સમર્પિત એક કલા સ્વરુપે પણ કહી શકાય. તેથી વર્ષો પહેલાં તે અંબાજીના મંદિરમાં ભજવાતી. તેમાં થોડી અશ્વિલતા પણ હોય .
કૈલાસ પંડિત અને દામિની મહેતાએ જ્યારે દર્પણ એકેડેમી દ્વારા રજૂ કરી ત્યારે તેઓ નાટકના આ પ્રકાર પરત્વે આર્કષિત થયા જેમાં સંગીત, નૃત્ય અને નાટય હતા એમ રાજેશભાઈ એ જણાવ્યું. જે Total થિયેટરનું ઉત્તમ ઉદાહરણ હતું.
મૂળ ભવાઈ ના પ્રકારમાં તેમણે થોડી છૂટછાટ લીધી. પહેલાંની ભવાઈ આખીરાત ભજવાતી રાજેશભાઈએ સમય મર્યાદા રાખી 40 થી 45 મિનીટ જેથી પ્રેક્ષકો નો રસ જળવાઈ રહે. ખૂબ બધાં પાત્રો ને બદલે રંગલો મુખ્ય સૂત્રધાર ને મશ્કરો રંગલો , રંગલી સાથે ગમ્મત કરતા કરતા વિષય પ્રસ્તુત કરે. તેમાં હાસ્યરસ પણ હોય . મૂળ ભવાઈ માં સ્ત્રી પાત્રો પણ પુરુષ જ ભજવતા પણ હવે સ્ત્રી જ તેનાં પાત્રને ન્યાય આપતી . તેમણે હાસ્ય ને કટાક્ષ દ્વારા સમાજના પ્રશ્નો બહાર લાવવાના છે ,તે મૂળ પકડી રાખ્યું છે.
તેમણે કરેલાં પ્રયોગો અસરકારક સાબિત થયાં છે. તેમણે સ્વચ્છતા અને એકતા પર
ધ્યાન આપ્યું. ફ્રાંસ ના cultural exchange ના પ્રવાસ દરમ્યાન અંગ્રેજી માં ભવાઈ કરી. આંતર રાષ્ટ્રીય Brotherhood પર ભજવી તે એટલી અસરકારક રહી કે અંતમાં ભૂંગળ વાગ્યું ત્યારે પ્રેક્ષકો પણ કલાકારો સાથે નૃત્ય કરવા લાગ્યા.
પછી જે તેમણે પ્રયોગો વર્ણવ્યા તે હેરત પમાડે તેવા હતા. ગ્રાહક મંડળવાળા એ
ગ્રાહકો ના અધિકારો પર ભવાઈ રજૂ કરવાનું સૂચવ્યું. તે પ્રયોગની તો વિડીયોગ્રાફી કરી ગુજરાતના બધાં જ ગ્રાહક મંડળમાં વિતરણ કરાયું. ભવાઈ દ્વારા રજૂ કરેલાં અધિકારો ગ્રાહકો ને મોંઢે થઈ ગયા. આ એક મોટી સિધ્ધિ હતી, પણ તેનો શ્રેય રાજેશ ભાઈ ભવાઈ ને જ આપે છે ,કેટલી વિન્રમતા!!
અપંગ બાળકોનો આત્મવિશ્વાસ વધે તે માટે ઉંદર સાત પૂંછડિયો ની વાર્તા લઈને ભવાઈ કરી. Baroda citizen council તરફથી બાળ અધિકાર પર ભવાઈ ભજવવાનું સૂચન થયું, તેના પણ સફળ પ્રયોગો થયા . તેની સફળતાને ધ્યાનમાં લેતા યુનિસેફ માં બોલાવ્યા ને અંગ્રેજી માં કરવાનું સૂચન થયું . એ પડકાર પણ સફળતાપૂર્વક પાર પાડ્યો. પર્યાવરણ જેવા વિષય પર પણ તેની સાચવણી માટે અસરકારક રજૂઆત સયાજીગંજ જેવા જાહેર સ્થળે પણ કરી. કૌટુંબિક એકતા પર પણ ભવાઈ દ્વારા સમાજમાં સંપના મહત્વનો દાખલો પ્રસ્તૃત કર્યો.
દિલ્હીમાં International trade festival માં 14 દિવસ સુધી ગુજરાતના પેવેલીયન પર સતત ભવાઈના 117 show ની રજૂઆત કરી. આમ અનેકવિધ વિષયો ની અસરકારક રજૂઆત ભવાઈના માધ્યમ દ્વારા કરી તેના છોગામાં યશકલગી સ્થાપિત કરી છે.
ખૂબ જ અસરકારક આપનું વક્તવ્ય રહ્યું . મુખ્યત્વે અમારા ગુજરાતી સાહિત્ય ફોરમના ઘણાં મિત્રો ભવાઈ થી અજાણ હતા તેઓ આપના વક્તવ્યથી માહિતગાર થયા. નાટયક્ષેત્ર નો આ અજાણ્યો ખૂણો આપે પ્રકાશિત કર્યો આપનો ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ
કોકિલાબહેન અને તેમના પરીવારના સભ્યો નો ખૂબ ખૂબ આભાર
Education : B.Sc., Post Graduate in Marketing Management,
Peofessional Career : Held various positions in the field of Market Research, Marketing, Advertising, and Media Marketing during the 40 years of Professional career
Interest in Dramatics lead him to pursue a Diploma course in Dramatics from Faculty of Performing Arts, M. S. Uni. Of Baroda.
He made important contributions to the cultural organizations like Rangavali Theatres and Intimate, Baroda. He acted in number of One Act plays and Full Length Plays. Performed various Experimental plays and Bhavaai.
He acted in about 35 Full Length Plays and more than 100 One Act Plays and also directed number of One Act Plays.
He has written about 17 Bhavaai Scripts on various subjects. He wrote Bhavaai in English and performed in France and England.
He imparts Drama Training to interested artists of different organizations and also give his services as Judge in Drama Competitions.
He has acted in Gujarati Films, Advertising Films and Documentary Films.
He has written Scripts for Documentary Films on Industries, Corporate Organisations, Social organizations and distinguished personalities. He also serves as Voice Over artists.
He has a hobby of reading books on different subjects, Watching Drama, reading Drama Scripts and watching Films on unusual subjects.
He is always attracted towards writing Drama on special subjects.
Opting retirement from professional life he takes keen interest in creating awareness about Organic Food Products and handles “ Satvik Organic Store”. He also leads a cultural organization “ Sanskruti Theatres” with his wife Jayshree Dani and offers his contribution to keep alive the art of Drama, Folk Drama and Folk Dances