મણકો # 234 તા-2-2-2025.
ગુજરાતી સાહિત્યફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા ભાસ્કર મહેતા. તેઓ પોતે દિવ્યાંગહોવાથી જે પરિસ્થિતિમાંથી પસાર થયા હતા ને તેમના અનુભવોને આધારે સમાજની ને દિવ્યાંગની પરસ્પરની જવાબદારીને ભાન કરાવતું સચોટમાર્ગદર્શન આપ્યું.
ભાસ્કરભાઇએજણાવ્યું સમાજમાં દિવ્યાંગ પ્રત્યે ઘણી ગેરસમજ, અજ્ઞાન પ્રર્વતેછે, આપણે દિવ્યાંગો પ્રતિયોગ્ય સમજ કેળવવી જોઇએ. તેઓ આપણાં સમાજનું અભિન્ન અંગ છે ને તે માટે આપણે જાગ્રત થવું જોઇએ. પરિવારમાં જ્યારે દિવ્યાંગ બાળકજન્મે ત્યારે કુટુંબ, પડોશી, સંસ્થાઓમાંશૈક્ષણિક સંસ્થાઓની પણ દિવ્યાંગ પ્રતિ જવાબદારી હોય છે. જોપ્રમાણિકપણે સર્વનો સહકાર મળે તો દિવ્યાંગ તેને પડતીમુશ્કેલી અને મૂંઝવણમાંથી સરળતાથી રસ્તો શોધી શકે છે. પરિવારના સભ્યો તેમની સાથે સામાન્ય હોય તેવું વર્તન કરે તો તેને પોતાની ખામીમાટે ક્યારેય ઓછું કે ગ્લાનિ અનુભવવી પડતી નથી. ભાસ્કરભાઇએ પોતાનો દાખલો આપતા જણાવ્યું કે હું મારાબાળકો ગિલ્લીદંડા પણ રમતો. મને ક્યારેય તેઓએ અંધ ગણ્યો જનથી. વૈવાહિક ને કુટુંબજીવન સામાન્ય વ્યક્તિ જેવું જ રહ્યું છે. પત્ની, બાળકો ને ભાઈઓનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો હતો. દિવ્યાંગોમાટે પરિવાર પછી પડોશી ને મિત્રોનો સહકાર જરૂરી હોય છે. તેમાંપણ ભાસ્કરભાઇ નસીબદાર હતા.
શિક્ષણસંસ્થાઓ પણદરેક દિવ્યાંગની જે વિષયોમાં રુચિ હોય તે માટે ભણતર જરુરી છે તેવાતની સમજણ આપી મદદગાર થવું જોઇએ. આજે તો નવી ટેકનોલોજી આવી છે તેથી ભણતર પણ સરળ બન્યું છે. દિવ્યાંગોની સ્પર્શ શક્તિ ઘણી જઉત્તમ હોય છે એટલે આજે આધુનિક સાધનો દ્વારા જ્ઞાનમેળવી શકે છે. તેમનામાં પણ મૌલિકતા હોય છે એટલે તે માટે કેળવવા જોઇએ. દિવ્યાંગે પણ પોતાને મળતા સહકારથી પોતાની કાબેલિયત કેળવવી જોઇએ.શૈક્ષણિક લાયકાત મેળવ્યા પછી આવે છે વાત વ્યવસાયની તો યોગ્યતાને આધારે નોકરી મેળવવાનો તેનો અધિકાર છે. માત્ર દિવ્યાંગ સંસ્થામાં જ અનામતને આધારે નોકરી મેળવી શકે તેવું નથી. કોઇપણ સંસ્થામાંનોકરી મેળવી કર્તવ્યનિષ્ઠાથી કામ કરવાની દિવ્યાંગની જવાબદારી છે. કોઇવાર ભૂલ થાયતો માફ કરી વિશેષ તક આપવી જોઇએ.દિવ્યાંગે પણ પોતે જીવનમાંસિધ્ધાંતને સ્થાન આપવું જોઇએ. સમાજ તરફથી મળતી વિશેષ સવલતોનો ગેરઉપયોગ ન કરવો જોઇએ. કર્તવ્યનિષ્ઠ બની સમાજને સેવા આપવાનીદિવ્યાંગની પણ ફરજ બની રહે છે.
ભાસ્કરભાઇએ નિવૃતિ પછી પણ સામાજીક સંસ્થામાં સેવા આપી હતી. આર્થિક ઉપાર્જનની જરૂર ના હોય તો સમાજસેવાના કામ કરવામાં પ્રવૃતરહેવું જોઇએ જેથી આપણે સમાજને પણ કંઇક આપી શકીએ છીએ તેવી ભાવના કેળવાય છે, તેવું ભાસ્કરભાઇ દ્રઢપણે માને છે. દરેક આપત્તિકાળે પણ કામ કરવાનું તેમણે ચાલુ રાખ્યું હતું. નવનિર્માણનાઆંદોલનમાં પણ તેમણે ભાગ લીધોહતો. તેમણે અંતમાંનૈતિક ફરજ અને આત્મવિશ્વાસ દરેક દિવ્યાંગે કેળવવો જોઇએ તે બાબત પર ભારમૂક્યો હતો.
છેલ્લા પાંચવર્ષથી પથારીવશ હોવા છતાં ભાસ્કરભાઇએ ખૂબજ પ્રેરંણાલક્ષી વક્તવ્ય આપ્યું . ભાસ્કરભાઇ આપનો ખૂબ ખૂબ આભાર.
કોકિલાબહેન અનેતેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર
——-સ્વાતિ દેસાઇ
Honored by Abdul Kalam, he received an award at a young age. His organization's building in Idar was named in his honor at the district level due to local admiration. Fluent in English, Sanskrit, Hindi, and Gujarati, he is an international speaker advocating for the development and rights of disabled people in seven countries. As the first excellent teacher of Sanskrit, he inspires other disabled individuals. The Gujarat Government appointed him as the Disability Commissioner for three years without the need for GPSC approval,showcasing his success and dedication to the role.