ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા યોજાયેલા વાર્તાલાપમાં એકજ પરિવારના સભ્યો એટલે શ્યામલ મુન્શી , સૌમિલ મુન્શી અને આરતીમુન્શી એ ઉત્સાહભેર ભાગ લીધો. શ્યામલભાઈ પોતે કોસ્મિક સર્જન અને સૌમિલભાઈ Master of science ની ઉપાધિ મેળવેલ પણ નાનપણ થી જસંગીત પરત્વે ના લગાવને કારણે છેલ્લા 50 વર્ષ થી ગુજરાતી ગીત અને સંગીતમાં કાર્યરત છે , એમના સંગીત યજ્ઞ માં સાથ મળ્યો છે.
સૌમિલભાઈ ના પત્ની આરતી મુન્શી જેમની ઓળખ છે ગરવો ગુજરાતી ટહુકો. આ ત્રિપુટીએ સંગીત ક્ષેત્રે અવનવા પ્રયોગો દ્વારા સમાજને ઉત્કૃષ્ટ સંગીત પીરસ્યું છે.
શ્યામલભાઈએ જણાવ્યું કે દરેક ભાષા શ્રેષ્ઠ છે, બાળકો ને પોતાની માતૃભાષા તરફ વાળવાની જવાબદારી માતાપિતાની છે. ગુજરાતી પરીવારના બાળકો ને ગુજરાતી ભાષા તરફ વાળવા, તેમાં રસ ઉત્પન્ન કરાવવો જરુરી છે. ધીમે ધીમે પાયાના ધોરણે કામ કરવું પડે. બે , ચાર દિવસના સંમેલન, વર્કશોપ કે વાતો કરવાથી અર્થ નહીં સરે, ઘર, માતા પિતા, શિક્ષક, કલાકારો ને મિડીયા બધાંએ સાથે મળીને કામ કરવાની જરુર છે .ગુજરાતી સાહિત્ય ફોરમે આદરેલા કાર્ય ની પ્રશંસા કરતા જણાવ્યું કે ગુજરાતી ભાષા નો પ્રસાર અને પ્રચાર સંસ્થા દ્વારા થઈ રહ્યો છે તે આવકાર્ય છે, પણ માત્ર પોતાના સંતોષ માટે નહીં પણ ભાષા માટે ઠોસ કામ કરવાની જરુર છે.
સંગીત સૌનીસાથે — સદાને માટે એ વિચાર બીજ નું આરોપણ બાળપણ થી જ સૌમિલભાઈ માં થયેલું. બાળપણ થી જ બાળ કલાકાર તરીકે ઉભરતા સૌમિલભાઈ સાથે આરતીબહેન પણ સ્પર્ધા માં ભાગ લેતા . સંગીત ની તાલીમ પણ સાથે જ લીધી. શરુઆત માં નિષ્ફળતાનો સામનો કર્યો પણ પિતા ને સંગીતના ગરુજનોનું માર્ગદર્શન તેમના ધ્યેય ને વળગી રહેવામાં મદદરુપ નીવડ્યું.
માત્ર 19, 20 વર્ષની નાની ઉંમરે ત્રિપુટી એ સ્વતંત્ર ટીકીટ show નું આયોજન કરી સંગીતની દુનિયામાં પદાપર્ણ કર્યા. તેની સફળતાએ આત્મવિશ્વાસ કેળવાયો . આરતીબહેન સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા પછી અવિરત કાર્યક્રમો નું આયોજન ‘ સ્વર સેતુ ‘ ના નેજા હેઠળ કરતા રહ્યા .
આરતીબહેને પતિ ની વાત માં સાથ પૂરાવતા જણાવ્યું કે સ્વરસેતુના રંગમંચ પર જુદા જુદા વિષય પર આધારિત કાર્યક્રમ શરુ કર્યા. બાળ ગીત ની રેકોર્ડ તૈયાર કરી તેનું પણ વિતરણ કર્યું. પછી શ્યામલ ને ગીતો માં વિવિધતા લાવવા શિતલ, ચંચલ, નિર્મલ , કોમલ નામકરણ હેઠળ ગીતો ની શ્રેણી ની રચના કરી તેનાપર સરસ કામ કરે છે. બાળકો, યુવાનો ને મનને શાંતિ આપે એવા ગીતો ની રચના થઈ. બાળકોને બકોર પટેલ ની ઓળખ આપવા પણ સૌમિલભાઈ કટિબદ્ધ છે. આરતી બહેને જણાવ્યું કે બાળકો ને સારી કવિતા, ગીત કે લેખ વાંચી સંભળાવીએ તો ગુજરાતી ભાષા માં રસ કેળવાય.
વાત નો દોર હાથ માં લેતા શ્યામલભાઇ એ જણાવ્યું અમને રાતોરાત સિધ્ધિ નથી મળી, ધીમી મંથર ગતિએ સંગીત ના પંથ પર ફળ ની આશા રાખ્યા વગર ની કૂચ થી આજે વિશ્વભરમાં બહોળો ચાહક વર્ગ ઊભો કરી શકયા છે.
આજે આ ત્રિપુટી સંગીતક્ષેત્રે સતત નવીનતમ કરતી રહી છે ને સર્જનાત્મક પ્રવૃત્તિ દ્વારા શ્રેષ્ઠ આપવા સતત પ્રયત્નશીલ છે. આપણાં ગુજરાતી સાહિત્ય ફોરમના સભ્યો ને પણ ફરી સાંભળવાનો મોકો મળે એજ આશા સહ.
ખૂબ ખૂબ આભાર શ્યામલભાઇ, સૌમિલભાઈ અને આરતી બહેન આપ સૌનો
કોકિલા બહેન અને તેમના પરિવારના સભ્યો નો ખૂબ આભાર સુંદર વાર્તાલાપ યોજવા બદલ.
Aarti Munshi, Shyamal Munshi, and Saumil Munshi are a talented trio who have dedicated their lives to the world of Gujarati music and entertainment. With over 50 years of experience, they have each made significant contributions to the industry.
Aarti Munshi, known for her captivating voice, is revered as a leading Gujarati Tahuko singer. Her soulful renditions have won her accolades and a devoted fan base.
Shyamal Munshi, besides being a gifted singer and musician, showcases his talents as a skilled poet and a versatile comedian. His performances are known for their humorous touch and heartfelt melodies.
Saumil Munshi, with his profound understanding of language and music, brings a unique perspective to his art. He constantly pushes the boundaries of creativity and has gained recognition for his innovative approach.
Together, the Munshi family has created a musical legacy that spans continents. They have performed in over 5,000 programs worldwide, captivating audiences with their traditional roots and experimental endeavors.
The trio's impact extends beyond their performances. Through their music albums, such as the popular Chanchal, Sheetal, Nirmal, and Komal series, they have made Gujarati music accessible to people of all ages.
In 2012, they established the IMPACT- Institute for Music Performance and Cultivating Talent Music Academy, providing valuable training to aspiring artists, children, and youth.
Keeping up with the evolving times, they have embraced technology by developing the Shyamal Saumil Mobile Application, available on both Android and iOS platforms.
With their passion, creativity, and dedication, Aarti Munshi, Shyamal Munshi, and Saumil Munshi continue to inspire and entertain audiences, leaving an indelible mark on the world of Gujarati music and culture.