Speaker:

Shailini Sheth Amin

June 5, 2022

June 5, 2022

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

India is one of the few countries with its rich and living heritage of hand-made fabrics and over 20 million people depending on it even today.

With right environmental, people empowerment and craft oriented policies, restriction on excessive carbon footprint producing industries we can convert our textile industry largely as a low carbon footprint industry.

By doing that we can fulfill our commitment of income generation for the masses and creating a low carbon future for India.


Summary

ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ પર  5  જૂને વિશ્વ પર્યાવરણ દિન  નિમિત્તે  પર્યાવરણની જાળવણી ની ભાવનાને ઉજાગર કરતા વક્તવ્ય નું આયોજન થયું . વક્તવ્ય ના વક્તા હતા  શૈલીની શેઠ અમીન . તેમણે વાતાવરણની જાળવણી કરતા  કાપડ ઉદ્યોગ જેમાં કાર્બન નું ઉત્તપાદન ઓછું થાય છે તેની રસપ્રદ માહિતી આપી.  
                                             
ગુજરાત અને ભારતનો કાપડનો ઈતિહાસ  સદીઓ જૂનો છે . પ્રદેશ ની લાક્ષણિકતા ના પ્રમાણે વિકસ્યો.સ્થાનિક કુશળ કારીગરો દ્વારા હાથ વણાટના કાપડ બનતા. તેના પર ભરતકામનો કસબ પણ અજમાવાતો . દક્ષિણ ગુજરાત ને કચ્છના બંદરો  દ્વારા જાવા, સુમાત્રા, ચીન જેવા દેશો સાથે વેપાર થતો. કાળક્મે લગભગ 17  મી સદીમાં  ભારતના તેજાના ની જરુરિયાત યુરોપના દેશો ને થતાં  મસાલા સાથે દક્ષિણ આફ્રિકા ને યુરોપના દેશો સાથે કાપડ ઉદ્યોગ પણ કસ્યો.  તેજાના સાથે કાપડ ઉદ્યોગમાં  પણ ભારતની મોનોપોલી  હતી.
                                       
અંગ્રેજો ભારત આવ્યા ત્યારે તેમનું ધ્યાન કપાસના ઉત્પાદન પર ગયું. બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી. ભારતનો કપાસ ઓછા દામે ખરીદી વહાણો મારફત યુરોપમાં ઠલવાવા લાગ્યો. ત્યાં કાપડ વણાવા ને કંતાવા લાગ્યું. કાપડ તૈયાર થઈ ઉંચા દામે ભારતમાં વેચાવા લાગ્યું . આથી  હાથ વણાટનો ઉદ્યોગ પડી ભાંગ્યો. અમદાવાદમાં  પણ અંબાલાલ સારાભાઈ જેવા સાહસિક વેપારી એ 1828 માં ટેક્ષટાઈલ પ્લાન્ટ કેલીકો  મિલ દ્વારા નાંખ્યો. સમાંયતરે 1920 માં સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળ ચાલુ થઈ . ગાંધીજી એ હાથસાળ ઉદ્યોગ પરના પ્રતિબંધ પર વિરોધ નોંધાવી , સ્વાવલંબનની તાલીમ પેટે હાથ ચરખા ની હિમાયત સાથે  ચળવળ ચલાવી જે દુનિયાભરમાં ખાદીની ચળવળ તરીકે જાણીતી થઈ.

હાથ ચરખા પર કંતાયેલ ને  વણાયેલ ખાદી નું વેચાણ દુકાનમાં થવા લાગ્યું.  આમ સ્વદેશી ચળવળ દ્વારા ખાદીભંડાર અસ્તિત્વમાં આવ્યા.
                             
ખાદી ને હેન્ડલુમ નું ચલણ  વધ્યું, પણ આઝાદી પછી 60, 70 ના દાયકા પછી નવા  રાસાયણિક polymers આવ્યા, ને ઘણી  textile Industries  ને   લીધે ખાદીનું ચલણ ઓછું થતું ગયું.
 
વધુ પડતી  textile Industries  પર્યાવરણને નુકસાન પહોંચાડે છે તે લોકોની સમજની બહાર હતું.
                             
ગાંધી વિચારસરણી ને વરેલા કુટુંબના શૈલીની બહેન  ખાદીનું મહત્વ સમજતા હતા, તેમને થયું ખાદી ના પ્રચારમાં આપણે પાછળ જઈ રહ્યા છીએ. તેની ગુણવત્તા ના હિસાબે વૈશ્વિક ફલક પર તેનો પ્રચાર થવો જોઈએ. ખાદીભવનની બહાર કાઢવી જોઈએ. તેના પ્રયત્નરુપે  શૈલીની બહેને  કેટલોગ બનાવવાનું શરું કર્યું. ભારતનો  વારસો એવા હાથથી બનાવેલા કાપડનો પ્રચાર કરવા કમર કસી.  અમદાવાદની આજુબાજુનાં 250 કિલોમીટરના વિસ્તારમાં આવેલાં ગામડાં ઓ માં  ફરીને ગરીબો ને કામ અપાવ્યું .જમાના પ્રમાણે અંબર ચરખા આવ્યા, ને ઉત્તમ ગુણવત્તા ની ખાદી બજારમાં આવી. હાથવણાટના કારીગરોને  રોજી મળવા લાગી. તેમણે 2008 માં પોતાની  website  બનાવી . ભારતની ખાદી ને વિશ્વ બજારમાં ઓળખ આપી. લોકો માં જાગૃતિ ફેલાવી કે ખાદી ના વપરાશ થી માત્ર ગરીબો ને મદદ નથી મળતી પણ પર્યાવરણ પણ પ્રદુષિત નથી થતું. વળી તમે સમાજ ને યોગ્ય પર્યાવરણ, સશક્તિકરણ ને હસ્તલક્ષી   ઉદ્યોગોને  વિકસાવવામાં મહત્વનું યોગદાન આપો છો તે વાત લોકો સુધી પહોંચાડી .
                             
સમગ્ર વિશ્વ  માં આજે climatic change થી green house નું સર્જન થયું છે, તેવા સમયે  ઉદ્યોગો દ્વારા ઓછો કાર્બન વાતાવરણ માં ભળે એ જરુરી છે . ખાદી ના ઉત્પાદન માં વીજળી નો પણ ઉપયોગ થતો નથી, રોકાણ ઓછું હોય છે , સસ્તું છે ્ને પ્રકૃતિ ને પર્યાવરણનો આદર કરે છે.
                           
આપણી પરંપરાગત હસ્તકલા થી જનતાની આવક વધે છે,  લોકોની સંવેદના આપણાં સુધી પહોંચે છે  જેઆપણને સમાજને મદદરુપ થવાનો સંતોષ આપે છે , તેથી તેને પ્રાધાન્ય આપવું જોઈએ તેવી હિમાયત સાથે શૈલીની બહેને વાત પૂરી કરી.
                                       
ખૂબ જ માર્મિક વાત તમે અમારા સભ્યો ના હ્દય સુધી પહોંચાડવામાં આપ શૈલીની બહેન સફળ રહ્યા છો. વિશ્વ પર્યાવરણના દિવસે આપે આપણી સંસ્કૃતિ ને વારસો પર્યાવરણ સ્વચ્છ રાખવાનાં મદદરુપ છીએ વાત સુંદર રીતે વણી લીધી.
                     
આપનો ખૂબ ખૂબ આભાર શૈલીનીબહેન . આપના કાર્યમાં અમારા પરીવારના સભ્યોને પણ સહભાગી થવાનું ગમશે.
                         
કોકિલાબહેન અને તેમના પરીવારના સભ્યો નો આભાર

About Speaker

Shailini Sheth Amin

Founder & Senior Partner MORALFIBRE
Learn More

Shailini Sheth Amin

Shalini is a Founder and a senior partner of MORALFIBRE; a social enterprise working to re-invent and revive Khadi and other hand crafted fabrics which are the pride of India and a significant part of world history.

She studied architecture at CEPT Uni. Ahmedabad; then studied and worked in Indie and in the UK. She is also a community project initiator and a financial consultant. Her field of work has been in energy efficiency and sustainable practices, conservation and heritage support to buildings, places and people. She has worked on several national and international design and research projects with many awards to her credit.

MORALFIBRE - Khadi fabrics are almost carbon neutral and pollution free. Registered member of Fair Trade Forum – India, MORALFIBRE has been able to help support over 2500 artisans-mainly women. The fabrics are sold in India as well as in several countries.

MORALFIBRE brings together business strategy, design thinking, execution, inclusive ownership and decentralized income generation without costing the earth. At a local and global level it helps create more purposeful lives by bringing values and ethics back to clothing in a highly consumerist world community that is distorting our behavior and destroying our soul.