સભા સંચાલન અને વક્તૃત્વકળા

Speaker:

Prof. Dr. Ashwin Anadani

July 7, 2024

July 7, 2024

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

મણકો# 210  તા-7-7-2024

                     

ગુજરાતી સાહિત્યફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા ડો. અશ્વિન  આણદાણી . તેમણે  સભાસંચાલન કરનાર સંચાલકની મહત્તા ને વકતૃત્વ કળાને લગતી નાનામાં નાની વિગતો પર પ્રકાશ ફેંક્યો. બાળપણથી જ તેમનેસભા સંચાલનમાં રસ પડતો. શાળાદરમ્યાન કાર્યક્રમોમાં તેમને સંચાલકની જવાબદારીસોંપવામાં આવતી તેથી એ  બીજ બાળપણથી જ તેમનામાં રોપાયેલા હતા. 

                        

કોઇપણ પ્રકારનોકાર્યક્રમ હોય તેમાં સંચાલકની ભૂમિકા અનિવાર્ય હોય છે. સંચાલક ના હોય તો નબળોપૂરવાર થાય. સંચાલન એક કળા છે. સંચાલકને સૂત્રધાર કે સભા પ્રબંધક પણ કહી શકાય. કોઇવાર કાર્યક્રમની ઉણપ પણ કુશળ સંચાલક ઢાંકી દેતો હોય છે.સંચાલન કળાના મૂળમાં સંસ્કૃત નાટક છે.  તેમાંઉદ્દઘોષણા  ને પ્રસ્તાવના પછી સૂત્રધાર દાખલ થાય , જેની આગવી ભૂમિકા હોય છે. સંચાલકનું સ્થાન મોભાનું હોય છે.મહાભારતમાં સંજયે પોતાની સંજય દ્રષ્ટિથી સમગ્ર યુદ્ધનો ચિતાર ધૃતરાષ્ટ્રનેસંભળાવ્યો હતો તેથી તેમને પહેલાં સૂત્રધાર કહી શકાય. 

                                   

ઘણાં સારાકાર્યક્રમો માત્ર આપણે સંચાલકના અવાજથી આકર્ષાઇને માણીએ છીએ. તેમાં ભૂતકાળમાં અમીનસયાની સંચાલિત બિનાકા ગીતમાલા ને હરીશ ભીમાણી મહાભારતમાં મુખ્ય કહી શકાય . આજે અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિમાં સરળસંચાલકનું ગૌરવ ધરાવે છે. આજે News Readerની  પણતેમની આવડત ને વાક્છટા પર વરણી કરવામાં આવે છે . 

                               

ડો. અશ્વિનભાઇએલગભગ 250 થી 300 કાર્યક્રમોનુંસફળ સંચાલન કર્યું છે. શિક્ષક હોવાથી ઉચ્ચાર શુધ્ધતા સાથે સ્પષ્ટ શબ્દોનેયોગ્ય આરોહ અવરોહમાં ગોઠવી રજૂઆત કરે છે.   તેમને રાષ્ટ્રપતિભવનમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્મમાં અને મોરારી બાપુની વ્યાસપીઠ સામે પણ સંચાલન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. 

                               

તેમણે સંચાલકે ધ્યાનમાં રાખવાના કેટલાંક મહત્વના  મુદ્દા  જણાવ્યા. સંચાલકે આગોતરી તૈયારી રૂપે script  લખવી જોઇએ.ઝીણામાં ઝીણી વિગતો ( Micro planning) આવરી લેવી જોઇએ. પ્રારંભિક ઉદ્દઘોષણા, શરુઆત પ્રાર્થનાકે શ્લોકથી કર્યા પછી મુખ્ય મહેમાન ને અતિથિ વિશેષને સ્ટેજ પર આમંત્રણ આપવું, ત્યારબાદ દીપપ્રાગટ્ય માટે  મહેમાન, સભાના પ્રમુખ , અતિથિ વિશેષ ને દીપ નજીક અર્ધ ગોળાકારમાં ઉભા રાખવા જેથી  કેમેરામેનને પણ ફોટોગ્રાફી વખતે સરળતારહે. સ્ટેજ પર બેસનારની સંખ્યાપણ બહુ ના હોવી જોઇએ. મહેમાનોનું સ્વાગત પુષ્પ કે સુરતની આંટીથી કર્યા બાદ ઔપચારિક વિધિ પછી પ્રવચન  કે ઇનામ વિતરણ સમયનીમર્યાદામાં રહીને  કામગીરી પૂરી પાડવાની કુશળતા સંચાલકમાંહોવી જરૂરી છે. સમગ્ર કાર્યક્રમ દમમ્યાન શ્રોતાગણ પર અંકુશ હોવો જરૂરી હોય છે.અંતમાં આભાર વિધિ પછી પણ શાંતિ જાળવી છૂટા પડે તે માટેની નમ્ર વિનંતિ પણ સંચાલક દ્વારાથવી જોઇએ.સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો તે ક્રમવાર રજુઆતની ઘોષણા સુંદર રીતે કરવાનીમહત્વની કામગીરી સંચાલકે કરવાની હોય છે. 

                      

આપનો ખૂબ ખૂબઆભાર અશ્વિનભાઇ આપના માહિતીલક્ષી વકતવ્ય બદલ .

    

કોકિલા બહેન અનેતેના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર 

 

 

                        —— સ્વાતિ દેસાઇ 

About Speaker

Prof. Dr. Ashwin Anadani

Gazal writer
Learn More

Prof. Dr. Ashwin Anadani

Prof. Dr. Ashwin Anadani is the head of Gujarati Dept. in DCM collage Gujarat.  He has obtained degree of Ph.D in the subject “Spirituality in the Gazalas of Rajendra Shukla, Rajesh Vyas ‘Miskeen’ andHarish Meenashru.  He has written several books, like Karyakram Sanchalankala and Kasab, Sabha Sanchalan and Vakrtutvakala, and Khub ramo saune gamo etc…..

 

He has attended several seminars like, Life skills, leadership and personality development, interaction program for Ph.D scholars.