મીરા પ્રેમ દીવાની

Speaker:

Jawahar Baxi

February 28, 2021

February 28, 2021

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
10:30 am
CST:
9:30 am
PST:
7:30 am

About Event

Let's listen in Dr. Jawahar Baxi's word and voice.







Summary

આતુરતાથી રવિવારની રાહ જોઈ રહ્યા હતાં અને સુંદર અવસર માણ્યો.

આજનો વિષય “ મીરાં પ્રેમ દિવાની” મુખ્ય વક્તા : આપણા લાડીલા કવિ, લેખક ડો. જવાહર બક્ષી દ્વારા સુંદર મનોમંથનું કાર્ય આપણા “ગુજરાતી સાહિત્ય ફોરમ”.. ચોકસી ફાઉડેશન દ્વારા ઝુમ પર કર્યું હતું. મુ. કોકિલાબેન ચોકસીએ સર્વ મેમ્બરસો ને આવકાર્યા ... ડો. જવાહર બક્ષીનો પરિચય આપવા માટે હષઁદભાઈ ત્રિવેદીને નિવેદન કયુઁ. પહેલાં મીરાંની એક વિડિયો કલિપથી વિષયની પ્રસ્તાવના આપી... નાનપણમાં લગ્નમાં મીરાં લગ્ન ની લગ્ન અને કૃષ્ણમય થવાની શરુઆત માની શકાય.. શરુઆત કરતાં પહેલાંજ મારું મીરાંનુ પ્રિય ભજન ફ્લેશબેકમાં આવી ગયું... ગીતના શબ્દો “ એરી મૈં તો પ્રેમ દિવાની મેરા દર્દના જાને કોઈ “નૌબહાર” પીકચરમાં ૧૯૫૨માં ગવાયેલ સુંદર ગીત ...

ડો. જવાહર બક્ષી સીએ થયાં છતાં તેઓનો કવિ જીવ લગભગ પાંચ દાયકાથી કવિતા, ગઝલ કરતાં રહ્યાં છે. ... તેઓનું મહેશ યોગી સાથેનું અભિયાનમાં સારી રીતે તેઓની પ્રવૃત્તિમાં જોડાયા હતાં. તેઓએ નરસિંહ મહેતાનો ગુઢ અભ્યાસ કરી એ વિષયમાં પીએચડી કર્યું. તેઓનો પરિચય આપવો એટલે સૂરજને દીવો બતાવવા જેવુંજ મનાય. તેઓ એક જાગેલ આત્મા છે તેમાં પાછું મીરાના વિષયને એક મસાલ તરીકે લઇને આપણી સમક્ષ આવ્યાં. વધુ સમય ન લેતાં ડો. જવાહર બક્ષી હવે આતુરતાનાં અંત તરફ લઈ ગયાં.

શરુઆત મારવાડની અને દ્વારકાની મીરાં એકજ છે...થી શરુ થઈ. ઇતિહાસકારો મીરાં માટેના ખોટા સ્ટેટમેન્ટ રજુ કર્યાં હતાં. ૧૫૮૬માં મીરાં વિષે મેંડતી ભાષામાં લખેલ વાતો ડાકોરથી પ્રાપ્ત થઈ હતી. મીરાંને પામવા કાશીના નરેશે ૧૩૮ પદો રજુ કરવાની ચાવી રજુ કરી. તેમાંથી ૪૭ પદો વિરહના હતાં મીરાં મહારાણા પ્રતાપની કાકી હતાં. રાજપુતાણીના સંસ્કાર હોવાની સાથે સાથે સંગીતમાં પણ ધણાજ આગળ હતાં. મીરાંનો બીજો આત્યંતિક (extreme) છે જે તેની સાચી યાત્રા કરાવે છે. મીરાંના એક પણ ગુજરાતી પદ છેજ નહીં... એવું મનાય છે. અમુક પદો મૌનના દરવાજા ખોલી આપે છે. જેની ઝાંખી જુદી પડે છે.

મીરાં માટે પ્રાગટય શબ્દનો પ્રયોગ કર્યો મને આનંદ થયો કે કૃષ્ણની દિવાની હતીએથી જ તેઓએ યાદગાર શબ્દ વાપર્યો ... તેનો જન્મ ૧૫૦૩માં રાજવી પરિવારના સિસોદિયા કુળમાં કુકડીયા ગામમાં રાજસ્થાન ખાતે થયો હતો. તેઓને બાળપણથી જ ભક્તિરસના સરળતાના સંસ્કાર અંગીકાર કર્યા હતાં. તેઓએ બાળપણથી જ ઘરમાં સાધુ-સંતોની હાજરી નિહાળી હતી... આઠ વરસની ઉમરેં ધરમાં લગ્ન માણતાં હતાં ... ધરના બધાં બારાતમાં વરરાજાને જોવા અને મીરાંની લગ્ન કરવાની માટેની જીદ કરવી... સાધુના હાથમાની કૃષ્ણની મૂર્તિ જોઈએ છીએ એ મીરાંની જીદ ... ધરના સભ્યો સંમજાવે છે... એકની બે ન થાય ... વડીલોએ રસ્તો કાઢયો અને હાથમાં કૃષ્ણની મૂર્તિ આપી શાંત પાડી બસ... પછીથી ઝરૂખામાંથી લગ્ન શું છે એ નિહાળે છે. મીરાંએ બાલીકા કહે મારો પતિ કાનુડો... છે. કહે છે ગયા જન્મમાં પુણ્ય ખૂટ્યાં ... એથી ન મળી શકી... આ જન્મે તેને ( કૃષણ ) મળ્યાં વગર જવાની નથી...

પોતે માને છેકે તે ( મીરાં ) રાસમાંથી છુટી પડેલ ગોપી છે.... કૃષણમય થઈ જાય છે. કૃષણની સાથેની પ્રેમની દિવાનગી અહીંથી શરુ થાય છે.કૃષણ પર મીરાં ન્યૌછાવર થાય છે. મીરાંએ આ ભૌતિકતા માટે કર્યું ન હતું પણ એ ફક્ત કૃષણ માટે હતું.

એક ખાસ યાદગાર વાત એ છેકે મીરાંના કોઈપણ પદમાં ન રાધા કે રામનો ઉદ્ધગાર નથી આવ્યો... જીવનમાં રાધા કલ્પના છે તો મીરાં વાસ્તવિકતા છે. મીરાંએ લોકલાજની પરવા કર્યા વગર સાધુ સંગત કરી.. જેથી મીરાંને કૃષણ સિવાય બીજે કયાં મન લાગતું જ ન હતું ... અન્નયતાથી મીરાં ચિંતન, ઉપાસના કરતી હતી.... બસ આજ તેની પ્રેમની દિવાનગી હતી ... એ દિવાનગીમાં જ કાયમ મસ્ત રહેતી.

૧૫૧૬ની સાલમાં સિસોદિયા તથા રાઠોડ પરીવારમાં સુલેહ થાય છે એકબીજાની દિકરી સાથે લગ્ન સંબધ બાંધી શકે છે.

મીરાના લગ્ન સિસોદિયા પરિવારમાં ભોજરાજ સાથે થાય છે. મારાં માટે બાળકુંવારી કહેવાય છે. કહેવાય છેકે જો જીવનમાં સ્ત્રી પરીક્ષા થઈ હોયતો સીતાની પછી જો વેદનાઓની અગ્નિ પરીક્ષા થઈ હોયતો મીરાંની જ થઈ છે. તેને લગનજીવનમાં છેલ્લે સુધી દુ:ખ હતું. કહેવાય છે કે મીરાંના પદોમાં ઘણા ફારસી શબ્દ પ્રયોગ થયો છે. “ પગ ધુંધરુ બાજે - મીરાં નાચી રે” યાદ આ પદમાં સાકાર છે. રાણાસંગના મૃત્યુ પછી વિક્રમસીંધ મેવાડાનો રાજા થયો અને મીરાંની તકલીફો વધી .. તેને ઝેર આપ્યું .. બીજી ધણીજ રીતે તકલીફમાં મૂકતાં ગયા. સાધુસંતનો સત્સંગ , ભંડારા કરવા, કૃષણ ભક્તિ કરવી... મીરાને એકબાજુ તલવાર બીજી બાજુ ઝેર... છતાં મીરાંનું દરેક વખત બચી જવું એ તેના જીવનમાં મોટો યોગ કહેવાય અને તેઓને મન ગોવિંદના જ ગુણ ગાવાનો નિયમ ...”ગોવિંદો પ્રાણ અમારે રે ... મને જંગ ખારો લાગ્યો રે” !!!

૧૫૩૩માં મીરાં કૃષ્ણનાં ભરોસે ઝેર પણ પી લે છે..પછીના વર્ષ ૧૫૩૪માં મેવાડા પણ છોડી દે છે. તેના પદો “ તને ધરતીથી આકાશ સુધી જે કાંઈ દેખાય છે એ સર્વ માટીમાં મળી જશે... દુનીયા એક પંખીનો મેળો છે... એવી ઘણી ગૂઢ વાતો રહી ગઇ...

એક પદ “ મને ચાકર રાખો ગીરઘારી રે” જે તેઓની ભક્તિ પણ એક ચાકરી માટે જ મીરાં ઇચ્છતા હતા. મીરાંની ભક્તિ સાકાર અને નિરાકાર બન્ને પાસાંનું મહત્વ છે એવું ગણાઈ શકે. કહેવાય છેકે અકબર બાદશાહે તાનસેનને જંગલમાં ગીતો ગાતાં સાંભળી સવાલના જવાબમાં તાનસેન કહેછે કે મારા ગુરુ દુનિયાના માલિક માટે ગાય છે જ્યારે હું મારા માલિક માટે ગાવ છું .

મીરાંનો પ્રેમ પલુટોનિક નથી પણ ડીવાઈન પ્રેમ છે. છેલ્લે જવાહરભાઈ એ સંત કબિર અને નાનકને પણ યાદ કર્યા...

મીરાં વિષય પર કહેવું એ માટે કેટલો પણ સમય હોય તો પણ ઓછો જ પડે... એ સાથે સમયના અભાવે જવાહરભાઈએ સવાલોના જવાબ આટોપી લીધા. આભાર વિધીનું કાર્ય ચિ. નિર્ઝરી વસાવડાએ કર્યું.

હવે પછી આવતા રવિવારે વુમનસ ડે નિમિતે “ નારી તું નારાયણી” પાબીબેન રબારી અને હેમલ દવેના વિષય પર વિશ્લેષણ કરશે કહી પાછા મળીશું કહી કાર્યક્રમ પુરો થયો.

પ્રતિસાદ : દિનેશ શાહ


About Speaker

Jawahar Baxi

Poet, Chartered Accountant
Learn More

Jawahar Baxi

Education: PHD in spirtualaty in poetry of Narsinh Mehta in gujarati, Chartered Accountant, teacher of Transcendental Meditation.

Poet in Gujarati Language:Pioneer in modern romantic mysticism andpure poetry with spirtual experience in gujarati gazals, Pioneer in fusion of gazals with native forms of poetry like Duha, Kundali, Geet, Bhajan Aakhyaan, Chhappa Garba,etc.

Books of Gazals: Disha, Taarapanana Shaherma and Parpotana Lilla

Research Publication: Narsinh Mehtani Kavitaman Aadhyatmikata

Talking Books/Recitaion CDs: Gazal Upnishad by Gazal Utsav by Red Ribbon

Audio Musical CDs:Taaro Viyog by HMV/Saregama, Taara shaherman by Music India/Universal Music and Gazal Roohani by Times Music

Awards:

  • Maharashtra State Gujaarati Sahitya Academy Jeevan Gaurav for Literature for Life Time Contribution
  • Best poetry book Taarapanana Saherman by Gujarati Sahitya Parishad, Gujarati Sahitya Academy
  • Narmad Gold Medal for best book in any form of poetry in five years span 199-2004 Kalaapi Award for Life Time Contribution in Gazals

Others:

Produced heritage music of gujarat and saints' literature and poetry CDs from Narsinh Mehta, meera Premananad Harindra Dave to Sitanshu Yashashchandra Mehta

Based on my research times music produced popular 4 musical cds 'Saints of India' with my commentary on Kabir, Meera, Surdas and Tulsidas.

Peformed poetry recitation and conducted workshops on gazals in India, UK, USA, Africa etc.

Taught yoga round the world while with H.H. Maharishi Mahesh Yogi in Switzerland for ten years 1976-86 and since then gave lectures round the world on Indian phylosophy, Yoga, Meditation and Literature of Saints.