ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્ય સાહિત્ય , જીવન અને કવન ના વક્તા હતા દેવિકા ધ્રુવ. વિદેશની ધરતી પર રહી ને પણ ગુજરાતી સાહિત્ય ને જીવનમાં એમણે વણી લીધું છે.
દેવિકાબહેને સ્મૃતિ વંદના સાથે સાહિત્ય ને તેનીસાથે જોડાયેલા જીવનની રસપ્રદ વાતો કરી. સાહિત્ય નો દરિયો એટલો અગાધ છે, તેને પૂરેપૂરો તો પામવાનું તો અશક્ય છે. સામાન્ય રીતે વાર્તા, નવલકથા, કવિતા, ગીત ગઝલ, શેર શાયરી નો સાહિત્ય માં સમાવેશ કરવામાં આવે છે, પણ દેવિકા બહેને સુંદર વાત કરી, સાહિત્ય એટલે જીવાતુ જીવન અને જોવાતું જગત છે. આપણી આજુબાજુ બધું જ એટલે કુદરતમાં જ કવિતા છે. આપણે કંઈ કેટલાંય વિરોધાભાસ વડે જીવીએ છીએ . અહીં જ શિખર ને તળેટી , તો બદલાતી ઋતુમાં વસંત ને પાનખર છે. ક્યાંક સંગીતના રેલાતા સૂર ની સંગાથે વાસણ નો ખખડાટ છે. ગુલાબ ની સંગાથે કાંટા છે. આ કુદરત જ જીવન જીવતા શિખવાડે છે.
નાનપણ થી જ વાંચનનો શોખ , બાળવાર્તા થી શરુ થયેલ શોખ આગળ જતાં વધ્યો નેતેમને કવિતા પ્રત્યે વધું આકર્ષણ અનુભવ્યું. જીવન જીવવાની સાચી રીતો તેમણે કવિતામાં અનુભવી. પછી તો ઘણા કવિઓ ની રચના ને સમજી જીવનમાં ક્યારે તે ગોઠવાતી ગઇ તેની ખબર પણ ના પડી. બાલાશંકરની કવિતાના શબ્દો અંતરને સ્પર્શ્યા, ઉમાશંકરની કવિતા થી વિશ્વ ને નિહાળ્યું, તો અવિનાશ ભાઈ એ તો અણમોલ ગીતો રચ્યા છે. સુંદરમે રચેલા પ્રેમગીત, ઝવેરચંદ મેઘાણી એ તો કસૂંબી ના રસના પ્યાલા ઘોળી ઘોળી ભર્યા છે. રમેશ પારેખ ના ઉર્મિ ગીતો, હની ગનીવાલાની ગઝલ પણ તેમણે માણી છે. બેફામના મુક્તકની ગહનતા પણ તેમણે સમજવા પ્રયત્ન કર્યો છે. આમ મોટાભાગના જાણીતા કવિઓની રચના દેવિકા બહેને માત્ર માણી નથી તેનો સાર પણ કાઢી જીવનમાં વણવાનો પ્રયત્ન કર્યોછે. કવિતા પ્રત્યે લગાવ વધતા લખવાની તરસ જાગી ને પધમાં લખવાની શરુઆત કરી. તેમણે તેમની પદ્ય રચના ક થી જ્ઞ સુધી વાક્યનો દરેક શબ્દ એક જ શબ્દ થી શરુ કરીને કરી છે.
આજના કવિઓ આદિલ મન્સુરી, રાજેશ વ્યાસ, કૃષ્ણ દવે ની રચનાઓ પણ સુંદર છે તેની વાત કરતા કહ્યુંકે તેમની રચનાઓ પણ જીવન પર અસર કરનારી છે. મનોજ ખંડેરિયા તો હ્રદય ને ભેદી નાંખે તેવા શેર લખે છે.
સાહિત્ય જીવનમાં કેવી રીતે ગોઠવાય, તેની રસપ્રદ વાત કરતા કહ્યું, દરેક લખનાર લેખક નથી હોતા, લેખક માં સંવેદના, સજ્જતાને પંચેન્દ્રિય સજાગ હોવી જરુરી છે, ત્યારે રચના કરી શકે. સાહિત્ય નું આદાન પ્રદાન પણ લેખનમાં મહત્વનો ભાગ ભજવે છે. સાહિત્ય જીવનમાંથી જ જડેછે.
ખૂબ જ સુંદર દેવિકા બહેન, સાહિત્ય જીવનમાં અનુભવો સાથે કેવી રીતે ગોઠવાતું જાય છે તેની અનુભૂતિ કરાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
કોકિલા બહેન ને તેમના પરિવારના સભ્યો નો ખૂબ ખૂબ આભાર
Devika Bhruva is a highly accomplished poet and writer with a deep passion for Sanskrit and Gujarati literature. She graduated from Gujarat University with a major in Sanskrit and a subsidiary in Gujarati language, earning a gold medal for her outstanding performance.
Since childhood, Devika has nurtured a love for poetry, participating in various competitions and winning prizes for her elocution, drama, and dance performances. In 1968, she was honored with an award from the renowned poet Shree Umashankar Joshi for her exceptional recitation skills.
Devika has published three poetry books, namely "Shabdone Palavade" (Samvad Prakashan, 2009), "Aksharane Ajavale" (Ebook, 2013), and "Kalamne Kartaale" (Goorjar Prakashan, 2017). Some of her poems have been composed by esteemed individuals such as Shri Gaurang Vyas, Shri Karnik Shah, Mrs. Bhavana Desai, and Mrs. Namrata Shodhan.
In addition to her poetry, Devika has also contributed to various literary works. She collaborated with Nayana Patel on the letter series "Athamani Korno Ujas" (2017), published by Parshva Prakashan, for which she received the Diaspora Award from the Gujarati Sahitya Parishad, Ahmedabad. She also edited the Gujarati ebook "Glimpses of History of GSS" for the Gujarati Sahitya Sarita of Houston. Furthermore, she co-wrote the book "Patrotsav" (2020) with three other writers, published by Goorjar Prakashan.
Devika's poems have been presented at prestigious platforms such as the Budhsabha of Ahmedabad, University of Florida, San Francisco Gujarati Group, Gujarati Writers Forum of UK, and the Literary Academy of North America.
Currently, Devika remains active on three different blogs, where she shares her literary works and musings. These blogs include: