ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્ય ના વક્તા ડો. હાર્દિક યાજ્ઞિક ની કલમે લખાયેલી ને જીવતરના અનુભવો, વડીલો પાસેથી મેળવેલ સાહિત્યના ખજાના રુપી ખાટીમીઠી વાતો ની રસધારામાં ઝબોળાઈ ને તરબતર થઈ ગયા.
વહેતી જિંદગીમાં કંઈ કેટલી આકાર લેતી ઘટનાઓ, ઉતાર, ચડાવ ને હકારાત્મ દ્રષ્ટિકોણ અપનાવવાની સુંદર વાત કરી. ઘરના દરેક દરવાજે પગલૂંછણીયું રાખવામાં આવે છે, તેમ મનલૂંછણીયું અપનાવવાની વાત તો હ્રદયને સ્પર્શી ગઈ.
વેદકાળથી માનવજાતિ ની ઉત્પત્તિ થી ઋષિમુનીઓ શ્રેષ્ઠ સંસ્કૃતિ પ્રદાન કરવામાં પ્રયત્નશીલ। રહ્યા છે . માનવજાતિ માટેના ઉત્તમ સાહિત્યની પણ રચના કરી. પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધી પછી જ સાહિત્ય નું સર્જન કરનાર ઋષિઓનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું .
કેટલીક વિરોધાભાસની વાતો પણ પરીવારના સભ્યો ને વિચારતા કરી મૂક્યા . વૃક્ષો કાપી કાપી ને કાગળ બનાવાય , ને એજ કાગળ પર વધુ વૃક્ષો વાવવાના સંદેશા વહેતા થાય તેને શું કહેવું. કૂતરું રાત્રે રડે તો અપશુકનિયાળ પણ ભૂખ્યું થયું હશે એવું કેટલા વિચારે છે ? ઉપવાસ સંયમ શિખવાડવાનું માધ્યમ પણ ચોકખા ઘી નો શીરો ને કરવામાં આવતું ફરાળ એ કેટલે અંશે યોગ્ય?
અઠવાડિયાના અંતે હોટલો નું બીલ હજારોમાં ચૂકવાય ને ગરીબો સાથે ભાવતાલ તેમાં કયાં માનવતા?
આવી રોજબરોજની કંઈ કેટલીય વાતો અસર કરી ગઈ, જે જાણે અજાણ્યે સૌને લાગુ પડે છે.
નિજાનંદના આનંદ માટે પગપાળા પ્રકૃતિ માં ભ્રમણ , પ્રવાસ દરમ્યાન થયેલા અનુભવોની રસપ્રદ વાતો માટે તો હાર્દિકભાઇ ને સાંભળવા પડે.
સાચું સ્વર્ગ તો આપણું ઘર, ને આપણાં માવતર જ લક્ષ્મી નારાયણ એની સૌ ને પ્રતીતિ કરાવી. વડીલો ને પાછલી ઉંમરમાં માત્ર પરીવાર ના સભ્યોનો સ્નેહ ને ફાળવવામા આવતો સમય જ મહત્વનો છે, એ વાત તો આજના માહોલ સાથે કેટલી બધી સુસંગત છે. અર્થોપાજન ની આંધળી દોટ માં આજના ને યુવાવર્ગ ને સ્પર્શ કરતી ટકોર કરી હાર્દિકભાઈ એ જીવનના ઉંચા મૂલ્યો ની શીખ આપી છે.
હાર્દિકભાઈ તમારી જીવનના નિચોડ ની વાતો રસપ્રદ તો રહી જ પણ સાથે સાથે જાતને બદલવાની વાત પણ અમલમાં મૂકવાની પણ કેટલાંક સભ્યો ને ચાનક ચડી હશે એ તો ચોક્કસ વાત છે. હિંમત તો તમારા વક્તવ્યે સૌને આપી છે. આપનો ખૂબ ખૂબ આભાર
કોકિલા બહેન અને પરીવારના સભ્યો નો ખૂબ ખૂબ આભાર
Dr. Hardik Nikunj Yagnik is a multi-talented individual, known for his accomplishments as an author, columnist, speaker, consultant, screenwriter, lyricist, and short story writer. His diverse range of work includes novels, columns, articles, micro-fictions, songs, and short stories.
With his novel "Youthopnishad" and the collection "Tunku Ne Touch," Dr. Yagnik has captivated readers with his inspirational storytelling. His thought-provoking columns, such as "Ishwarology" and "Tunku Ne Touch," have been published in prominent newspapers and magazines.
As a management consultant, Dr. Yagnik has provided valuable insights to various organizations, including educational institutions and charitable trusts. He is also a certified Neuro-Linguistic Programming (NLP) practitioner.
Dr. Yagnik's creative contributions extend to screenwriting, with a portfolio that includes short films, full-length dramas, and songs for renowned Gujarati folk singers. He has also gained recognition for his engaging social media content and the unique audio narrative book, "A Talking Book."
Furthermore, Dr. Yagnik has played a significant role in launching spiritual initiatives like Utsav and Panchamrut. His presentations and lectures have left a lasting impact on audiences worldwide.
In summary, Dr. Hardik Nikunj Yagnik's talents span various domains, making him a versatile and accomplished professional in the literary and creative fields.