આપણે ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે સુભાષ બોઝના કહ્યા પછી સ્વીકારી લીધા. હવે ગાંધીનો વારસો જીવનમાં ઉતારવાનો કે નહીં ? ગાંધીમાંથી જેટલું શક્ય બને તેટલું આચરણમાં મુકવાનો સંનિષ્ઠ પ્રયાસ કરવો રહ્યો અને તેમ કરવું મુશ્કેલ નથી. ચાલો, થોડા થોડા ગાંધી બનીએ.
ગાંધીએ જે શાશ્વત મૂલ્યો ખોળી કાઢયાં અને પોતાના આચારમાં જેને પ્રગટ કર્યાં તે બાકીના પણ આચરી જ શકે એમ તેમણે ભારપૂર્વક કહ્યું. તેઓ સ્પષ્ટપણે માનતા કે હું જે કરી શક્યો તે બીજો પણ કરી જ શકે.
મારું જીવન એ જ મારી વાણી એમ કહેનાર ગાંધી વિચાર નહીં પણ કર્મ પર ભાર મુકે છે.
ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા આયોજિત વક્તવ્ય ‘ ચાલો થોડા થોડા ગાંધી થઈએ‘ નો મુખ્ય હેતુ એ હતો કે ગાંધીજી જેવા મહાન વિભૂતિ ના થોડા ગુણો પણ જો આચરણમાં મૂકવામાં આવે તોઅંગત જીવનમાં પણ ઊપયોગી થઈ પડે.ડંકેશ ઓઝા જે સારા લેખક ને વિચારક છે જેમણે તેમના વકતવયથી પરિવાર ના સભ્યો ને હ્દય સોંસરવી વાત ઉતારવામાં સફળ થયા.
ગાંધીજી નું વ્યકિતત્વ એટલું વિશાળ છે કે દરેક પાસા આવરી લેવાનું કલાકના સમયગાળામાં શકય નથી. ગાંધીજી એ આત્મસાત કરેલા ગુણોને વિવિધ પ્રસંગો દ્વારા સરળ રીતે આલેખ્યા.
સૌથી મોટો ગુણ કરેલી ભૂલો ને સ્વીકારી નિખાલસતા થી કબૂલાત કરવી. બાળપણમાં
સામાન્ય બાળક ની જેમ ચોરી, જુઠ્ઠું બોલવું, ખરાબ કુટેવો નો ભોગ બન્યા હતા પણ પિતાજી ને ચિઠ્ઠી લખી જેનો એકરાર કરી, કયારેય તેનું પુનરાવર્તન ન કર્યું.
સાઉથ આફ્રિકા માં કાળા ગોરા ના ભેદભાવ સામે , ન્યાય માટે લડત આપી હતી. લડત અહિંસક
હતી, પ્રસંગ લગભગ જાણીતો છે, પણ ત્યારથી અંગ્રજો સામેની અહિંસક લડત ના મંડાણ થયા.
વ્યસ્ત દિનચર્યામાં પણ સમયપાલન ના આગ્રહ ી હતા. નિયમિત જીવનશૈલી અપનાવીને લાંબુ આયુષ્ય પણ ભોગવી શકાય તેવું દ્ઢપણે માનતા હતા .
વડીલો ને માતા પિતા નું સ્થાન જીવન મા સૌથી મહત્વનું હતું આ ગુણ આજના માહોલમાં ખરેખર વરદાન બરાબર છે. આપણે પણ થોડેઘણે અંશે ગુણો ગ્રહણ કરી જીવનને સમૃદ્ધ ખરી શકીએ એ વાત ડંકેશભાઈસુંદર રીતે સમજાવવામાં સફળ થયા. પરદેશ ગમન દરમિયાન ગાંધીજી પાસે તેમની માતા એ ત્રણ વચન પાળવા માટે આગ્રહ રાખ્યો હતો,પર સ્ત્રી સંગ ન કરવો, મદિરા ને માંસનું સેવન ન કરવું જેનું તેમણે જીવન પયઁત પાલન કર્યું.
જરૂરિયાત જેટલું જ વપરાશમાં લેવું, એટલે કરકસર કરવી તેમા માનતા, સાથે રહેલા આશ્રમ વાસી પાસેથી પણ આશા કરકસરની રાખતા જરુર પડે કડક વલણ અપનાવતા.બંને કાંઠે વહેતી સાબરમતી નદીના પાણી નો ઉપયોગ પણ કરકસરયુક્ત કરાવતા.
ભારત ભ્રમણ કરતા જોયું કે ગંદકી નું સામ્રાજ્ય ઠેર ઠેર છે, ભારત ની આબાદી માટે સ્વચ્છતા જરુરી હતી, સ્વચ્છતા ના પાઠ ભણાવવા તેમણે પણ પોતે જાતે સફાઈ કરી ઉત્તમ માગેદશેન આપ્યું.
સાદગીભર્યું જીવન અપનાવી , ચીજવસ્તુઓ નો વેડફાય નહિ જેના પર પણ લોકોનું ધ્યાન ખેંચ્યું
અંગ્રેજો સામે સ્વરાજ્યની લડતમા કાયદા નું ચીવટપૂર્વક પાલન કરવામાં, અંગ્રેજો ના અત્યાચાર સામે પણ ક્યારેય ચૂક્યા નહતા.
સત્ય અને અહિંસા જેવા ગુણો સાથે ગાંધીજી ના થોડેઘણે અંશે ગુણો પણ ગ્રહણ કરી આપણું
અંગત જીવન સમૃદ્ધ કરી શકાય કેવો ડંકેશભાઈ ના વક્તવ્ય નો સાર હતો.
તો, ચાલો આપણે પણ થોડા થોડા ગાંધી થઈએ .
આભાર ડંકેશભાઈ આટલા સુંદર વકતવ્ય બદલ
આભાર કોકિલા બહેન અને તેમની ટીમનો
Dankesh Oza, started his career as a Gazetted Officer in various departments of the Secretariat. He also served in the offices of the Governor's Adviser, Chief Minister and four Ministers, also served as Secretary in the Vigilance Commission and as the first Joint Commissioner of the well-known IAS Study Center at SPIPA. He also held the post of 'Mahamatra' of 'Gujarat Sahitya Akademi'.
He has written many books such as, સાથીઓની નજરે ગાંધી, નર્મદનો જમાનો, પત્રવર્ષા, સિત્તેર દિવસની સાહસયાત્રા etc.
Even today he is busy training top government officials and candidates preparing for competitive exams. His areas of interest are literature, public affairs, training, travel, etc. Many of his books on translation, editing, and memoirs have been published.