ગુજરાતી સાહિત્ય ફોરમ મણકો # 172 તા-1-10-2023
ગુજરાતી સાહિત્યફોરમ આયોજીત વક્તવ્ય ના વક્તા આશિષ ભાઇએ શાસ્ત્રીની જીવનનીસંઘર્ષ યાત્રા વિષે રસપ્રદ માહિતી પ્રદાન કરી.વાર્તાલાપમાં ધ્રુવીલ પટેલ,ઋષભ ગઢવી, નયન ચાવડા નેપાર્વતી રાજપૂતે પ્રશ્નોત્તર દરમ્યાન સુંદર કામગીરી નિભાવી.
લાલ બહાદુરશાસ્ત્રી નો જન્મ 2 જી ઓક્ટોબરે, પણ રાષ્ટ્રપિતા ગાંધીજીનો જન્મ દિવસ એટલે શાસ્ત્રીજી ને મહત્વ ઓછું અપાય છે.શાસ્ત્રીજી ના વામન અવતારમાં જે વિશાળતા હતી તે ભાગ્યેજ કોઇ સ્વાતંત્રીય સેનાનીમાં હતી. ખૂબ જ નાની વયમાંપિતા ની છત્રછાયા ગુમાવી હતી, માત્ર 18 મહિનાના હતા. માતા એ પિતાના ઘરનો આશરો લીધો. નાના નાઅવસાન બાદ મામા ને ત્યાં રહી અત્યંત ગરીબીમાં શાળાકીય અભ્યાસકર્યો. નાના ગામમાં શાળા ન હોવાથી રોજ ગંગા નદી તરીને પાર કરી સામે કાંઠેઆવેલ ગામની શાળામાં અભ્યાસ કરવા જતા.
ભારતની આઝાદીનાનીડર સ્વાતંત્ર્ય સેનાની હતા. આઝાદી પછી અખિલ ભારતીય કોંગ્રેસના મહાસચીવ તરીકેઉત્કૃષ્ટ કામગીરી નિભાવી. તેમની કાર્યશૈલી ને ધગશને લીધે નેહેરૂજીનાધ્યાનમાં ઉગતો જુવાન વસી ગયો. તેમને કેબીનેટ મંત્રી બનાવ્યા ને રેલ્વે પ્રધાનતરીકે નિમણૂક કરી. ઘણાં સારા સુધારા રેલ્વે પ્રધાન તરીકે કર્યા. તેમનાકાર્યકાળ દરમ્યાન થયેલ દુર્ઘટના ની નૈતિક જવાબદારી પોતે સ્વીકારી રાજીનામું ધરી દીધું . નૈતિકતા શાસ્ત્રક્યાંય ભણ્યા ન હતા પણ પોતાના વહીવટની ખામી સ્વીકારી રાજીનામુંઆપ્યું. તેમની કાર્યદક્ષતાને લીધે રાજીનામું નામંજુર કરવામાં આવ્યું. બીજીવારમાત્ર દોઢ મહિનામાં બીજીવાર દુર્ઘટના થઇ, ફરી રાજીનામુંઆપ્યું , જેનો સ્વીકાર થયો. પોતાની જવાબદારી સ્વીકારવી એ ઘણી મોટી વાત કહેવાય.
1964 માં નેહેરુજીનો દેહાંત થયો , ત્યારે સક્રીયકાર્યકર તો હતાં જ કામરાજે તેમને વડાપ્રધાનબનાવ્યા. ખૂબ જ સરળ સ્વભાવના શાસ્ત્રીજી વડાપ્રધાન પદે પણ સાદગીભર્યું જીવન જીવતાહતા.
ભારત જેવા ગરીબદેશના વડાપ્રધાને કરકસર ના પ્રયોગ કરી જનતા ને સાદગીના પાઠ ભણાવવા જોઇએ તેવું માનતા. અંગત કામ માટે સરકારી હકારનો ક્યારેય ઉપયોગકરતા નહી. આખી જીંદગી ધોતી, કુર્તો ને ટોપીનો સાદો પોશાક જ પહેર્યો . અઠવાડિયામાંએક વખત ભોજન ન કરવાથી દેશનું ઘણું અનાજ બચાવી શકાય બચેલા અનાજથી ગરીબોની સેવા થઇ શકે તેવું માનતા. ઘણી યોજના તેમની ગરીબલક્ષી હતી. શ્વેતક્રાંતિની શરુઆત તેમના કાર્યકાળ દરમ્યાન થઇ. જય જવાન જય કિસાન નો નારો તેમણે ઘર ઘરગુંજતો કર્યો હતો. તેમના બે દીકરા ને બે દીકરી સામાન્ય જીવન વ્યતીત કરતા હતા. પિતાના પદનો ક્યારેય ફાયદો ઉઠાવ્યો ન હતો.
આપણાં દેશનાકમનસીબે માત્ર દોઢ વર્ષ વડાપ્રધાન પદે રહ્યા. તાશ્કંદ કરાર વખતે વિદેશયાત્રા દરમ્યાન હ્રદય રોગના હુમલાને કારણે મૃત્યુ થયું, પણ ષડયંત્રનો ભોગ બન્યા હતા તે શક્યતા પણ અવગણી ન શકાય. સત્ય ક્યારેયબહાર આવ્યું જ નહીં, તે વખતના રાજદ્વારી નેતાઓ એ સત્ય તો જાણ્યું, પણ સામાન્ય પ્રજા સુધી પહોંચવા જ ના દીધું. દેશ માટેસમર્પિત એવા નેતા દેશે ગુમાવ્યા તેનો દેશવાસીઓને કાયમ ખેદ રહેશે. જીવનમાંનીતિઓને ને સાદગીને અપનાવનાર મહાન નેતા દેશે અકાળે ગુમાવ્યા .
આપનો ખૂબ ખૂબઆભાર આશિષભાઇ ને ખાસ તો વિદ્યાર્થીઓ એ મહેનત કરી શાસ્ત્રીજીના જીવનના પાસાં ઉજાગર કર્યા તે સૌનો ખૂબ ખૂબ આભાર .
કોકિલા બહેન નેતેમના પરીવારના સભ્યોનો આભાર .
——- સ્વાતિ દેસાઇ
Experience : 25 Years in Education, 28 Years in Chemical Industry, 07 Years in Astrology
Academic Qualifications : Ph.D., MBA, MA, PGDDE, B.Ed, LLB, B.Sc.
Astrological Qualification :Jyotish Ratnam, Jyotish Visharad, Master of Astrology, Vastu Visharad, Numerology Expert, Tarot Card Reader
Founder : Alimon Astro Spiritual Academy [Aasa, Netry Foundation [Helping the Needy Children]
By Profession : Principal of Shree Bramhanand Institute of Business Administration,Ahmedabad.
Achievements:
Awards: (In Education)
Awarded as an Out Standing Faculty 2013 by Mahatma Gandhi Uni. Awarded as the Best Teacher by AISEC University. Awarded as a “Shikshanvid Gaurav Puraskar”
(IN Astrology)
Awarded as a Jyotish Ratnam, Awarded as a Jyotish Visharad, Awarded Gold Medal in Master of Astrology, Awarded in International Astrology and Vastu Seminar, Ujjain.
Communication Skills for First Year (Semester – II) BBA [Gujarat University Affiliated]
Commercial Communication for Second Year (Semester – III) BBA [Gujarat University : (Affiliated)
Business Administration student (3rd Year - BBA) Shree Bramhanand Institute of Business Administration, Ahmedabad
(Lok Sahityakar) Business Administration student (3rd Year - BBA) Shree Bramhanand Institute of Business Administration, Ahmedabad
Business Administration student (2nd Year - BBA) Shree Bramhanand Institute of Business Administration, Ahmedabad
Business Administration student (1st Year - BBA) Shree Bramhanand Institute of Business Administration, Ahmedabad