મણકો# 213 તા-4-8-2024
ગુજરાતી સાહિત્યફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા મહેન્દ્રસિંહ પરમાર. તેમણેતેમના વક્તવ્ય દરમ્યાન કલાપીના કાશ્મીર પ્રવાસની ઝાંખી કરાવી જેનીમાહિતી બહુ ઓછાને છે. તેમણે લખેલ હસ્તપ્રતનું પ્રકાશન ઘણાં વર્ષોપૂર્વે થયેલું . તેની નવી આવૃતિ પણ હમણાં બહાર પડી છે. તેમનાં પ્રવાસના વર્ણનનીમાત્ર ચખણીનો પરિચય વક્તવ્ય દ્વારા થયો.
આપણે કલાપીનેમાત્ર તરીકે ઓળખીએ છીએ. તેમનાંજીવનના થોડા સ્થૂળ પ્રસંગ, લગ્નજીવન, લાઠીના રાજા, બે પત્ની સાથે લગ્ન ને ત્રીજી કન્યાના પ્રેમમાં હતા તે બધીબાબતો સિવાય તે કવિ રાજવી હતાજેમણે નાની વયે અદ્દભૂત કાવ્યોની રચના કરી. તેમના કાવ્યો આજે પણ લોકજીભે જીવંત છે. અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકમાં પણ સ્થાન પામેલ છે.
કવિ કલાપીનો જન્મ1874 માં જન્મ. માત્ર પાંચ વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા. મોટાભાઇપણ હયાત નહોતા એટલે નાની વયે રાજા બનવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું. રાજકુમારકોલેજમાં શિક્ષણ મેળવતા કાલિદાસ ને બ્રાણ જેવા કવિથી પરિચિતથયા. તેમનાથી પ્રભાવિત થઇને નાની ઉંમરથી કવિતા આત્મસ્ફુરણાથીલખવા માંડી . તેમનું મૃત્યુ 26 વર્ષે થયું , ટૂંકા ગાળામાં અઢળક સાહિત્યનું પ્રદાન સમાજને કર્યું.કાશ્મીરના પ્રવાસ માત્ર 17 વર્ષની કાચી વયે કર્યો હતો, પણ તે પહેલાંથી લેખનની પ્રવૃતિના મંડાણ થઇ ચૂક્યા હતા. માતાનું સુખ 1888માં થતાંસંવેદનશીલ મન લખવા પ્રેરાયું હશે, અથવા પ્રેમજીવનના સુખમય દિવસો ને ભગ્ન પ્રેમીની ઝલક તેમની રચનાઓમાં જોવા મળેછે.
કવિ કલાપીએ 1890- 91માં માત્ર 17 વર્ષની ઉંમરેકાશ્મીરનો પ્રવાસ કર્યો .હતો. રાજા એટલે રજવાડી ઠાઠ ને 15-20 સેવકોનો કાફલો તો ખરો જ!! તેમણે 80 માઈલનો પ્રવાસ રાવલપીંડીથી શ્રીનગરનો કિસ્તીમાં કર્યો. કાલિદાસના વર્ણન કરેલા પ્રદેશની શોધમાં આ પ્રવાસ યોજાયો હતો. પૃથ્વીનાસ્વર્ગની કલ્પના સમા પ્રદેશમાં વિહરતા ઘણાં કાવ્યો તેમણે રચ્યા .જયાં જ્યાં નજરમારી ઠરે, તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો ગ્રામમાતા, જેવી કેટલીય રચના. કાશ્મીર પ્રવાસ વખતે સવારે દાતણ પાણીકરતા ઉગતા સૂર્યની લાલિમા સાથે આસપાસની સૃષ્ટિનું વર્ણન ઉગેછે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં…. જેવીઅદ્દભૂત રચના તો કલાપી જ કરી શકે.તેમના ગુરુ સ્થાને કવિ મણીલાલ નેગોવર્ધનરામ ત્રિપાઠી
જેવા વડીલ મિત્રોહતા નેકવિ કાન્ત સાથેની મિત્રતા તેમના અંતકાળ સુધી રહી.
પ્રવાસમાં તેમનામિત્રો સાથેવાત કરતા કરતા કુદરતના સૌંદર્યનું પાન કરતા કરતાં ઘણીવાર સમાધિ જેવી સ્થિતિ અનુભવી.તેમના અનુભવોમાં હોડી ખેંચતા મજૂરોની વાત, તેમના સ્વભાવ, વર્તન, કાશ્મીરના પંડિતોનીવાત પણ વણી લીધી છે. તેમની હસ્તપ્રતો જેસચવાયેલી છે .કાશ્મીરમાં નિવાસ કરતાં પંડિતો ને તેમના મુસ્લિમ સાથેના સંબંધોની વાતપણ વણી લાધી છે.તેમનાં પુસ્તકોમાં ચિત્ર દ્વારા સ્થાનિક મુસ્લિમોહિંદુ મજુરોને ધમકાવી બેસુમાર મારતા તે પણ દર્શાવ્યું છે.અંગ્રેજી શાસક ને દેશીરજવાડાના ચિત્રો પણ સચવાયેલા મળ્યા છે, તેનું સાહિત્ય અકાદમી દ્વારા પુસ્તક પણ પ્રકાશિત થયેલ છે.
ચંદ્રશેખરપંડ્યાએ પુસ્તકની પ્રસ્તાવના ત્રણ કેન્દ્રોમાં વિભાજિત કરી છે.પૂર્વને મધ્ય ભાગ પદ્ય ને ગદ્ય નો છે ને ત્રીજો ભાગ reflection નો છે. કાશ્મીર પ્રવાસ વખતે પશ્મીના શાલના કારીગરોને ઉત્તેજન આપવાની વાત પણતે જમાનાના શાસકની વિચારસરણી દર્શાવે છે. કળા ગૃહઉદ્યોગના કારીગરોની પરિસ્થિતિ , તેમના પર થતાં જુલ્મને સંવેદનશીલ હ્રદયે દિવસ રાત વિચારીગદ્ય , પદ્યની રચના કરી.નૌકાવિહાર વખતે અનુભવેલ સવાર, બપોર, સાંજ ને રાતનાપ્રકૃતિના સુંદર દ્રશ્યો તેમના પાર વિનાના ચિત્રોમાં દર્શાવ્યા છે. ઉગતો સૂર્ય , આસપાસના પહાડો, આકાશ, અહીં તહીં તરતાં વાદળાં, ઘુમ્મસ, ખીણ,ઝરણાં, જેલમનો જળપ્રપાતવિ. નું વર્ણન તેમનાં ભાષાના પ્રપાતમાં સંગ્રહાયેલું છે.કાશ્મીરની ઠંડી, ગરમ કપડાં, સગડી જેવી બાબતોપર પણ તેમનું લખાણ પ્રકાશ પાડે છે. હાસ્ય- વિનોદનાં પ્રસંગોનો પણ તેમણેપ્રવાસકથામાં સમાવેશ કર્યો છે.
જયારે પ્રવાસપૂરો કરી પાછા વળે છે ત્યારે સ્વર્ગ જેવાં સુખથી વિમુખ થતા લખાણોમાંનકારાત્મક જોવા મળે છે . દરેક વાતની કાશ્મીર સાથે સરખામણી કરી, હવે સુખ સ્વપ્નમાં જ માણી શકાશે તેવોભાવ પણ લખાણોમાં છે. તેમનું કાશ્મીરના પ્રવાસનું પુસ્તક એક ઉત્તમ કૃતિ છે.
આભાર મહેન્દ્રભાઇઅલભ્ય પુસ્તકની ઝાંખી કરાવવા બદલ .
કોકિલા બહેનનેતેમના પરિવારના સભ્યોનો આભાર
——- સ્વાતિ દેસાઇ
શ્રી મહેન્દ્રસિંહ પરમારે આજનો episode ને અપૂર્વ અને અજોડ બનાવ્યો એક કવિતાના મેરુ અને કવિઓના ભેરુ એવા રાજવી કવિ, કવિ કલાપીના " કાશ્મીર પ્રવાસ" માં અમને ગગનમંચ દ્વારા જોડીને. સાથે સાથે આ પ્રવાસના જ્વાજલ્યમાન ધોધને ખોબામાં ઝીલીને અમને ઘુંટડે ઘુંટડે રસપાન કરાવ્યું.
કલાપીને કાશ્મીરના રમણીયતામાં પરમાત્માનું ભવ્ય દર્શન થતું, અને બીજી તરફ કુદરત અને મનુષ્યમાં આ તરવરતો નવજુવાન કેવી રીતે ઐક્ય અનુભવીને એમાંથી પરોક્ષ અને અપરોક્ષ અનેક દર્શનો પ્રગટ કર્યાં. કેવી રીતે પોતાના અંતર્ગત વિશ્વને તેઓ સ્વપ્નમાં ગોઠવતા હતા. જાગતા સ્વપ્નો સાથે એમની અન્ય સૃષ્ટિમાં લીન થઈ જવાની અને તે સમયના ઈતિહાસને જાતે અનુભવીને તેમાંથી અનેક પ્રકારના સાર ખેંચીંને કાશ્મીર રુપી કુદરતના બગીચાને પૃથ્વી ઉપરનું સ્વર્ગ કહ્યું, અને કલાપીની અવલોકન અને આલેખનની શક્તિની સમર્થતા સાથે સાથે મહેન્દ્રસિંહજીએ કલાપીની સામાન્યમાં અસામાન્ય જોવાની દેન પણ સમજાવી રહ્યાં હતાં.
GSF દ્વારા ફરી એક નવા પ્રકરણમાં અમે જાણ્યું કે કલાપીએ માત્ર કાવ્યો જ લખ્યાં છે એમ નથી. કાશ્મીરનો પ્રવાસ ગદ્યલેખ છે.
આભાર.
ભારતી પંકજ વોરા.
4th August 2024.
Gujarati writer and Professor from Gujarat, India. His works includes Polytechnic (2016) and Rakhdu no Kagal (2016). He has also written plays.
He completed his Master of Arts in Gujarati literature from Bhavnagar University and received Ph.D from same University.
Since 2002, his short stories appeared in various collection of Gujarati short stories. He has done numerous shows of public reading of literary works under the title Vachikam. His critical works published as Pratham in 2009. Polytechnic (2016) is a short story collection while Rakhdu no Kagal (2016) is a collection of his personal essays. He wrote several plays.
His book “Polytechnic” was shortlisted for the Sahitya Akademi Award (2020).
On the occasion of Rabindranath Tagore's 150th anniversary, he has participated in the programs of Sahitya Akademi, Delhi as a representative of Gujarati literature in the Indian Writers' meeting held at Santiniketan. He has also visited Goa, Imphal, Shantiniketan, Assam as a representative of Gujarati literature.
Dalpatram’s drama “Mithyabhiman” was played all over the state, Mumbai and Kolkata.