કલમના કસબી – કનૈયાલાલ મુનશી

Speaker:

Rita Jani

September 8, 2024

September 8, 2024

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

શ્રી કનૈયાલાલ મુનશી એક બહુમુખી પ્રતિભાના ધની હતા. તેમનાં સર્જનની વાત તરફ આગળ વધીએ એ પૂર્વે તેમનો વ્યક્તિગત પરિચય કરવો જરૂરી છે. આમ તો, તેમની ખ્યાતિ એટલી છે કે ભાગ્યેજ કોઈ એવી વ્યક્તિ હોય જે તેમનાં નામ અને કામથી પરિચિત ન હોય પરંતુ ક્યારેક એવું પણ બનતું હોય છે કે બહુ જાણીતી વ્યક્તિનું નામ તો સૌ જાણતાં હોય પણ તેમની અંતર્ગત સિદ્ધિઓ, તેમની લાક્ષણિકતાઓ કે તેમની વિશેષ ઉપલબ્ધિઓ વિશે જાણકારી કદાચ ન પણ હોય.

કનૈયાલાલ માણેકલાલ મુનશી કે જેઓ ક. મા. મુનશી તરીકે જાણીતા હતા . તેમણે ઘનશ્યામ વ્યાસનાં નામથી લેખનની શરૂઆત કરી હતી, જેની બહુ ઓછાં લોકોને જાણ હશે. વિધિની વિચિત્રતા કહીએ તો પ્રથમ શિષ્ટ – સંસ્કારી સાપ્તાહિક ‘ગુજરાતી’એ જ્યારે તેના લેખકને ગુજરાતી વાચકવર્ગ સમક્ષ પ્રથમ વાર રજૂ કર્યા, ત્યારે તેઓ પોતાનું ખરું નામ જાહેર કરતાં ડર્યા હતા કે તેમની કૃતિને ગુજરાતી વાચકવર્ગ સ્વીકારશે કે કેમ અને તેને સફળતા મળશે કે કેમ! તેથી તેમણે ‘ઘનશ્યામ’ તખલ્લુસ ધારણ કર્યું હતું. 30 ડિસેમ્બર 1887માં ભરૂચમાં જન્મ અને 8 ફેબ્રુઆરી 1971માં મુંબઈમાં નિધન. 83 વર્ષના તેમના જીવનકાળમાં તેમના મેઘધનુષી વ્યક્તિત્વનાં સપ્તરંગી કિરણો નિખરી ઊઠ્યાં.

Summary

મણકો # 217 તા- 8-9-2024

                             

ગુજરાતી સાહિત્યફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા રીટા જાની. તેમણે 100 વર્ષ પહેલાગુજરાતની અસ્મિતાને ઉજાગર કરી છે એવા સાહિત્ય સર્જક કનૈયાલાલ મુનશીની કલમે લખાયેલી કૃતિઓની આજની પેઢીને તેમના વાર્તાલાપ દ્રારારસાસ્વાદ કરાવ્યો. 

                           

કનૈયાલાલ મુનશીનીકલમે જે શબ્દો ઝર્યા ને સાહિત્ય રચાયું  તે અદ્દભૂત છે.  આજથી સો વર્ષ પહેલાં ગુજરાતના ઇતિહાસના પૃષ્ઠો બહાર લાવીગુજરાતની અસ્મિતાને લોકો સુધી પહોંચાડી છે.કનૈયાલાલ મુનશી ઐતિહાસિક ઉદ્ગાતા,અર્વાચીનસાહિત્યના સર્જક, ક્રાંતિના વાહક, લાગણીને વાચાઆપનાર કલમના સ્વામી હતા. તેમની કલમમાં વિવિધતા હતી. બહુર્મુખી પ્રતિભા ધરાવનાર કનૈયાલાલ મુનશી ભરુચના ભાર્ગવ બ્રાહ્મણ હતા. માતાપિતાના સાત સંતાનોમાં છ બહેનોના લાડીલા બાળકનું બાળપણ તો કેવું હશે તે તો કલ્પીશકાય તેવી વાત છે. લાડકોડમાં મોટા થયેલ કનૈયાલાલ માત્ર  કલમના જ કસબી નહોતા પણ વ્યવસાયે મુંબઇના પ્રતિષ્ઠિત વકીલહતા. શરુઆતની કારકિર્દી  પત્રકાર તરીકે પણ રહી હતી. ભારતની આઝાદી પછી બંધારણસમિતિમાં  તેમનું યોગદાન હતું . હૈદ્રાબાદના નિઝામ ભારતમાં જોડાવા માંગતા નહોતા ત્યારે વિષ્ટિકાર તરીકેનીમહત્વની ભૂમિકા સાથે સરદારના સલાહકાર તરીકેની સફળ કામગીરી તેમણે બજાવી હતી.સોમનાથના મંદિરના નવીનીકરણમાં પણ તેમનો અમૂલ્ય ફાળો રહ્યો હતો.જાણીતા શિક્ષણવિદ હતા ને માતૃભાષા ગુજરાતી માટે  એમનો અમૂલ્ય ફાળો એટલે માસિક મેગેઝીન નવનીતના સંસ્થાપક . જે આજે પણ નિયમિત રૂપે તેમણેસ્થાપેલ ભારતીય વિદ્યાભવન દ્રારા પ્રકાશિત થાય છે. ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકેપણ કાર્યરત હતા. તેમના જીવનકાળ દરમ્યાન કંઇ કેટલીય સિધ્ધિ પ્રાપ્ત કરી હતી. તેમણેજાણીતા નવલકથાકાર, નાટ્યકાર ને કવિ તરીકે જે સર્જન કર્યું તે મેઘધનુષના વિવિધ રંગો સમુ છે. ઐતિહાસિક નવલકથાકારતરીકે તેમણે આપણાં ગુજરાતના વૈભવ વારસાનો પરિચય કરાવ્યો છે. 

                                 

તેમની જાણીતીઐતિહાસિક નવલકથા પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ , જય સોમનાથ વિ. ગુજરાતનો સોલંકી યુગ ઉજાગર કરે છે . તે સિવાય ભગવાન કૌટિલ્ય, ભગ્ન પાદુકા, પૃથ્વી વલ્લભ વિ.તેમનું અજોડ સર્જન છે. કૃષ્ણાવતારના સાત ભાગ જે એમની કલમે લખાયેલા છે તે તો દરેક પાત્રને આપણી સમક્ષ તાદ્દશ્ય કરવામાં જે તેમનોપ્રયત્ન રહ્યો છે તે તો કેમ ભુલાય .આઠમો ભાગ લખાતો હતો ત્યારેતેમણે 83 વર્ષે જીવનલીલા સંકેલી લીધી. તે ભાંગ અધૂરો રહ્યો. 

                                     

રીટાબહેને તેમનીઐતિહાસિક નવલકથાના પાત્રો  જે મુનશીની કલમે જીવંત થયા હતા તેની છણાવટ સુંદર રીતે કરી. રીટાબહેને પણ ભાષાનાવૈભવ વડે જે કનૈયાલાલ મુનશીનો પરિચય કરાવ્યો તેકાબિલેદાદ હતો . રીટાબહેન આપનો ખૂબ ખૂબ આભાર .                              

 

કોકિલા બહેન અનેતેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર .

 

——- સ્વાતિ દેસાઇ 

About Speaker

Rita Jani

Qualified in Yoga science
Learn More

Rita Jani

Education: B.Sc., LLB, NCFM, CYS(yoga), CFN(food &nutrition), CIN(naturopathy)

Profession: Retired Bank Officer

 

Retired Banker by profession also qualified in Yoga science,food & nutrition and Naturopathy. Presently perusing  her passion for Gujarati Literature.

 

Winner at various levels in Youth Festival and Science Fair during school-college years, Winner of various other activities and literary activities and inter bank competitions during banking career, Volunteer of 'Adarsh Ahmedabad', Served as Faculty in Yoga Teacher Training, Life Skill Coach, Anchor, held Yoga workshop in Ahmedabad and America too, free online yoga workshop during lockdown in Corona period.

 

Favourite hobby is Gujarati literary writing.  'Anubhuti nu Attar' series written in 'Bethak', the first article of which won the 'Author of the Week' award on 'Story Mirror', winner of essay competition organized by 'Mid Day' Gujarati,winner in many literary group tasks, weekly column on 'Bethak' for three consecutive years, monthly column in Webgurjari Over three years, articles and stories in Sandesh, Phoolchaab,Gujarat News Line - Canada, Sakhi, Tarangan, Bank Karnavati, Vishwa Magazine published by Gujarat Vishwakosh Trust.  

 

Published Books:

1.Kalamna  Kasbi :Kanaiyalal Munshi

2.Co-authored a chapter in two other books.