મણકો # 209 તા-30-6-2024
ગુજરાતી સાહિત્યફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા ભાર્ગવ પારેખ તેઓ કબીર પર P.H.D. કરી રહ્યા છે.તેમણે જે સંત કબીર પર ને તેમના સંદેશ પર સંશોધન કર્યું તેનો નિચોડ તેમનાવક્તવ્ય દરમ્યાન શ્રોતાજનોને જાણવા મળ્યો.
કબીર સાહેબનોજન્મ સંવત 22 જૂન 1455 માં થયો એવું મનાય છે. વણકર દંપતિને તળાવમાંથી બાળક મળ્યું હતું. તે ઘટનાને 647 વર્ષ થયા , જે સંત કબીરતરીકે જાણીતા થયા. તેમના જન્મ સમયનો જમાનો અને આજના જમાનામાં આભ જમીનનોતફાવત છે પણ માનવીનો મૂળભૂત સ્વભાવ બદલાયોનથી,સુખ પામવાની ઇચ્છા ને દુ:ખનો અનુભવ કરવો. તેમનાઉપદેશના શબ્દો તેમના પદ દ્વારા જણાવે છે કે જે શાંતિનો અનુભવકરું છું તેનો તમે કેવી રીતે અનુભવી શકો. તેમાં કરુણાનો ભાવ છે. તેમણે ભક્તિનેઅંધશ્રદ્ધાના વાડામાં બાંધી નથી. સર્વ કોઇને હરિ કે ઇશ્વરને ભજવાનો અધિકારછે, તે કબીર દ્રારા પ્રચલિત થયું છે. કબીરના ગુરુ રામાનંદજે દક્ષિણમાં હતા તેમણે કબીરને સંતની ઓળખ આપી ને સંત પરંપરા ચાલુ થઇ. પછીમીરા, દાદુ દયાલ, દરિયા સાહેબ વિ .ભક્તિનો માર્ગ અપનાવ્યો. કબીર સાહેબે સંસારમાં રહીને નિર્ગુણ ભક્તિની સમજ આપી જેનિરાકાર છે. ભક્તિ ને જ્ઞાન અલગ નથી. તેમણે તેમનું વણકર તરીકેનુંકામ જીવન પર્યંત ચાલુ રાખ્યું.
કબીર કોણ હતા તેકહેવું મુશ્કેલ છે. તેઓ પોતે પદ દ્વારા પોતાનો પરિચય આપે છે, હિન્દુ પણ નથી કેમુસ્લિમ પણ નથી.તેઓ પંચતત્વોનું બનેલું માત્ર શરીર છે. કબીર તેમના ઉપદેશદ્વારા સંત, મહાત્મા, પીર, મસીહા, ભગત, તાંત્રિક, Gurumat,Revolutionary,Monist તરીકે લોકોના હ્રદયમાંસ્થાન પામ્યા, તેઓએ ઘણાં પદો ને સાખીની રચના કરીતેથી કવિ પણ કહેવાયા. કબીર પોતે અભણ હતા , કદી હાથમાં કલમકે કાગળ પકડ્યા નથી પણ તેમણે રચેલ પદો ને સાખી તેમના શિષ્યે લહિયાનું કામ કરીઆપણાં સુધી પહોંચાડ્યા. તેમના શબ્દોમાં જે જ્ઞાનનો ભંડાર છે તે જો સમજી જીવનમાં ઉતારીએ તો સંસારરુપી ભવસાગર તરી જવાય. તેમનાં પદો માટે કહેવાય છે કે પંડિતોના જ્ઞાનની પોથી ઉથલાવવાથી પણ તેજ્ઞાન મળતું નથી.
કબીર ઉપદેશ વિશેકહે છે, માત્ર સાંભળવાથી સમજાતું નથી , તેના માર્ગ પર ચાલવું પડે છે જીવનમાં અપનાવી , અનુભવથી સમજીશકાય છે. કેટલીકવાર ઊલટતપાસ થી સમજાય છે. રમણ મહર્ષિ કહે છે બીજા સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઇએ? તો એકત્વના અનુભવની વાત કબીર કરે છે. જેમ દરિયાનુંમોંજુ દરિયામાં સમાય તો પછી કહેવાનું કંઇ રહેતું નથી. એકત્વની ભાવના જે કબીર અનુભવે છે તે વાત ઘણાં સંતે કહી છે. એક જ બ્રહ્મ , એક જીવ તે વલ્લભાચાર્યે પણ કરી શંકરાચાર્યે પણ કરી છે.એકત્વની વાત એટલે sense of oneness, sense of unity એ scientific રીતે પણ prove થયેલું છે.Dr. David Vago Neuroscientist કહે છે તેનો મનો ચેતના સાથે સંબંધ છે. આપણે જેપ્રમાણે activity કરીએ તે પ્રમાણે આપણી ઇન્દ્રિયો ટેવાય છે.ઇન્દ્રિયોની કાર્યશૈલી મન ગ્રહણ કરે છે. જેનું જોડાણ મગજસાથેહોય છે. આપણી ભાવનાઓ પર , નકારાત્મક નેસકારાત્મક લાગણીઓ પર કાબુ મેળવી , મનની આંતરિકશક્તિ વધે છે , જેથી તમારા વિચાર પ્રમાણે જીવનની ઘટના બને છે. માનસિકરીતે
સજ્જ થતા શીખવાનીવાત છે.
કબીર આજ ગહનતાનીવાત કરે છે આપણી ભાવનાઓ પર કાબૂ મેળવી સંયમ કેળવવો જોઇએ. ભાર્ગવભાઇએ presentation દ્વારા ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યું. કબીરના સહજ યોગની વાત તેઓ યુવા વર્ગ સુધી પહોંચાડવા માંગે છે . આજેઇર્ષા , દ્વેષને લીધે વિશ્વ માં યુધ્ધ થાય છે જો યુવાવર્ગ કબીરના ઉપદેશ ને અનુસરે તો વિશ્વમાં જરૂરશાંતિ સ્થપાય. તેના પ્રયાસ માટે ભાર્ગવભાઇએ સોશિયલ મિડીયામાંસંતોના શબ્દોના ઉપદેશ મૂક્યાછે . સાહિત્ય ફોરમનામંચ પર પણ presentation દ્વારા સમજાવવાનો તેમણેસુંદર પ્રયાસ કર્યો.
અંતે સહજ યોગએટલે સહજ સમાધિ જે આનંદ આપે છે., કુદરતી રીતે જઆપોઆપ સ્વાભાવિકપણે ધ્યાનસ્થ થવું એ જ સંતવાણી , એ જ કબીરવાણી .
આપનો ખૂબ ખૂબઆભાર ભાર્ગવભાઇ
કોકિલા બહેન નેપરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર
——સ્વાતિ દેસાઇ
Bhargav Parekh is a distinguished academic with a diverse educational background.
He holds a Bachelor’s degree in Science and Law, a Master’s degree in Human Resource Management, and a Post Graduate Diploma in Clinical& Community Psychology, all from The M.S. University of Baroda. During his university years, Bhargav was honoured with the prestigious 'Chanakya Trophy' for three consecutive years (2008-2010), recognizing his exceptional achievements in Youth Festivals.
Currently, Bhargav is pursuing a Ph.D., focusing on developing an HRM model rooted in Indian wisdom. He also serves as a guest faculty member at various universities and colleges, lecturing on Management,HRM, CSR, Development, and Social Work.
With over 15 years of invaluable experience across corporates, NGOs, and government sectors, Bhargav has made significant contributions in the fields of Management, Education, Health, Livelihood, CSR,and HR. Presently, he is associated with the Aspirational Bharat Collaborative,where he is involved in health and education initiatives across more than 120 aspirational districts in over 20 states of India.
Bhargav is a sought-after speaker who has delivered numerous lectures and expert talks on topics including spirituality, education,management, social work, CSR, and life skills at both national and international academic and professional forums. He actively collaborates with several organizations and institutes dedicated to social and educational causes.
Despite his extensive academic and professional accomplishments, Bhargav's true passion lies in the spiritual realm. He draws profound inspiration from the teachings of sages and saints, particularly the legendary Kabir Saheb. This deep admiration led him to author 'Kahat Kabir Vichaar,' an anthology of over 400 Saakhis (Dohas/Couplets) by Kabir Saheb,with accessible English interpretations for each Saakhi.
Bhargav has also conceptualized and spearheaded the “Kabirfor Youth” project, a social media initiative designed to bring Kabir Saheb's teachings into the digital age. This project, made possible by the collaboration of over 1,000 artists and volunteers, features soulful music by more than 50 singers and includes captivating visuals, paintings, and dance& theatre performances by various artists.
Bhargav is not only an excellent speaker and avid reader but also a thoughtful author and relentless seeker, continuously striving to experience life to its fullest. His work reflects a harmonious blend of intellectual rigor, professional excellence, and spiritual depth, making him a truly inspiring figure in his field.