ત્રીજી સદીમાં પ્રવેશ

Speaker:

GSF

May 5, 2024

May 5, 2024

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા  5 મી મે મહિનાના રવિવારે આયોજીત  વક્તવ્ય એટલે સતતઅવિરત શ્રૃંખલાનો 201 હપ્તો.

ત્રીજી સદીમાં પ્રવેશેલ ગુજરાતી સાહિત્ય ફોરમનો આ ખાસ ઉત્સવ સમાન હપ્તો પરિવારના સભ્યોમાં ના 18 વક્તાઓએ વક્તવ્ય આપી ઉજવણી કરી. પોતાની માતૃભાષા ગુજરાતીના સંવર્ધન અને ગૌરવ જાળવવા વિશ્વના જુદા જુદા દેશોના પ્રતિનિધિઓને જોડતી સાંકળ એટલે ગુજરાતી સાહિત્ય ફોરમ. જેમાં ભારત, અમેરિકા, કેનેડા, યુરોપ, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ના મળીને 55 પ્રતિનિધિઓ તેમના સંગઠનના સભ્યો સાથે કાર્યરત છે.                                      

વક્તાઓના વક્તવ્યમાં ગુજરાતી સાહિત્ય ફોરમનો કોરોના કાળમાં જન્મ કેવી રીતે થયો, સમયાંતરે તેમાં નવા નવા Chapter ઉમેરાતા ગયા અને આજે 55 પ્રતિનિધિ સાથે લગભગ 1500 સભ્યોનો બહોળો પરિવાર ધરાવે છે. દરેક રવિવારે 9 વાગે યોજાતા કાર્યક્રમ ના વક્તા ને મંચ પર લાવવા માટે ને વિવિધ વિષયોની પસંદગી માટે કોકિલાબહેનની જહેમત અને શિસ્તબદ્ધ  કાર્યશૈલી માટે તેમને બિરદાવવાના શબ્દો જ મારી પાસે નથી. ભાઈશ્રી કૌશલના  માતૃભાષા પરના પ્રેમને લીધે તેમના સ્વપ્નસમા ગુજરાતી સાહિત્ય ફોરમની તેમના દ્વારા સ્થાપ્ના ને માતૃભાષા માટે માતૃશ્રીનો ટેકો એ જવલ્લે જ બનતી ઘટના કહી શકાય .

મહેન્દ્રભાઇએ નવા  chapter વિશે ને કેવી રીતે ફોરમ સાથે જોડાયા તેની રસપ્રદ માહિતી આપી તેને માટે તો તેમને સાંભળવા પડે.

અલકાબહેને કૌશલભાઇ અને તેમના પત્ની જ્યોતિને સાહિત્ય ફોરમની યાત્રામાં પરિવારના સભ્યોએ  જે સાથ સહકાર આપ્યો તેને માટે તેમને બિરદાવ્યા.

આમાં રીન્કીનો ફાળો મોટો છે.  રીન્કીની કામગીરી એટલે દરેક  રવિવારે સમગ્ર network નું ક્ષતિરહિત સંચાલન !!!                          

રીન્કીએ ટેકનોલોજીની માહિતી આપતા શરુઆતમાં પડતી મુશ્કેલી જણાવી. ધીમે ધીમે Zoom પર કાર્યપદ્ધતિ શીખતા ગયા. આજે editing, u tube પર upload કરવાની કામગીરી પણ તે સંભાળે છે. શરુઆતમાં website બનાવવામાં જીત જે કૌશલભાઇનો દીકરો છે તેની મદદથી કામગીરી પૂરી કરી. આમ આખું કુટુંબ માતૃભાષા માટે યશસ્વી કામગીરી નિભાવે છે.

ભુવનભાઇ જે ફ્લોરિડાના પ્રતિનિધિ છે તેમણે સુંદર વાત કરી કે આપણેસૌ પ્રત્યક્ષ નથી મળ્યાં પણ માતૃભાષાથી પરિવારના સભ્યની જેમ જોડાયેલા છે ને હાલમાં કેનેડામાં નવા chapter માટે પ્રયત્નશીલ છે.

નિર્ઝરીએ તો ગાગરમાં સાગર સમાવ્યો. તેના ટૂંકા પ્રવચનમાં ફોરમની વિશેષતા, વિવિધ વિષયો પરના વક્તવ્યો દ્વારા અપાતું જ્ઞાન, કવિ ને લેખકોના વક્તવ્યથી જિંદગીના વહેણમાં આવતુ પરિવર્તન, ને વિચારો વ્યક્ત કરવાના મંચ સાથે ઘર બેઠાં મળતી જ્ઞાનગંગાનો ઉલ્લેખ કર્યો.

લલિતભાઇ એટલે રંગભૂમિના કલાકાર એટલે રંગભૂમિના કલાકારો જે વક્તા તરીકે આવી ગયા તેમનો ઉલ્લેખ કર્યો  ને ગુજરાતી સાહિત્ય. ફોરમના ઉજ્જવળ ભવિષ્ય વિશે આશા વ્યક્ત કરી.

સંજયભાઇ એટલે જાણીતા કોલમના લેખક એટલે વક્તાઓને ચાર વિભાગમાં વહેંચ્યા. સાધુસંતો, સાહિત્યકારો, રાજકારણીય ને પત્રકારો. કૌશલભાઇ ને કોકિલા બહેન ઘરના સભ્યો સાથે મંચને સર્મપિત છે તે જણાવતાં આનંદની લાગણી વ્યક્ત કરી.

ભદ્રાબહેન વડગામાએ  પરદેશના વક્તાઓ જે મંચ પર આવી ગયા તેનો ઉલ્લેખ કરી તેમના વક્તવ્યોનો સાર જણાવ્યો, શુધ્ધ ભાષાના આગ્રહી એટલે સુંદર ઉચ્ચારોવાળું વક્તવ્ય રહ્યું.

ભારતીબહેને  કવિયિત્રી એટલે  વૈવિધ્યવાળા વકતવ્યોમાંથી જૂની વિસરાયેલી બાળપણની વાતો તાજી થતાં બોલી ઉઠયા  ‘ મને હું મળી’ તેમની જ્ઞાન પિપાસા વક્તવ્યોથી તૃપ્ત થઇ ને વધુ ને વધુ જાણવાની જિજ્ઞાસા જાગી .                              

જયેશભાઇ વ્યાસે જણાવ્યું કે નિયતિની ઇચ્છા વગર નિયમિતરુપે વ્યવસ્થાપકો, વક્તાઓ ને શ્રોતાઓ એક મંચ પર  virtual માધ્યમથી ભેગા મળે એ શક્ય નથી સૌના હ્રદયમાં પ્રેમ અને સચ્ચાઇ છે તેથી આ આંતરિક વ્યવસ્થાથી સૌ પ્રેમથી ભેગાં થાય છે. ખરે જ આવું તો કોઇએ વિચાર્યું જ નહતું પણ આજ સત્ય છે. એક વિશિષ્ટ આભામંડળનું નિર્માણ થઇ રહ્યું છે જેનાથી સુંદર સમાજનું નિર્માણ થશે તેવી વાત કરતાં આપણી ઋષિ પરંપરાને યાદ કરી.

અશ્વિનભાઇએ  શ્રોતાઓને જ્ઞાન  ઉપલબ્ધ થાય છે તેની વાત કરતાં તેમને અસર કરનારા વક્તવ્યો વિશે જણાવ્યું .

પીન્કી બહેને પોતાના પરિવારના સભ્યોનો પરિચય આપી તેમની કામગીરી બિરદાવી સાથે સાથે ભવિષ્યમાં  તે પણ તેમના વ્યસ્ત સમાજલક્ષી કાર્યમાંથી ગુજરાતી સાહિત્ય ફોરમ માટે સમય ફાળવશે તેવી બાંહેધરી આપી.

નિમિષા બહેને પ્રતિનિધિઓની કામગીરી ની સરાહના કરતા જણાવ્યું કે સૌ પ્રતિનિધિ તેમના વ્યવસાય ક્ષેત્રે આગળ પડતા છે છતાં ભાષાની સેવા કરે છે તે આનંદની વાત છે.

સ્વાતિબહેને  E-મેગેઝીન એ ફોરમનું સ્વપ્ન છે તેની વાત કરતાં તેમાં સમાવેશ કરવામાં આવતા લેખ, વાર્તાઓ, કાવ્ય જગત, સત્ય કથા , અનુભવો ને બાળ સાહિત્ય દાદા દાદી ની વાતો થી  સાહિત્યનો રસથાળ વાંચકોને પીરસવાની વાત કરી .

નિતીનભાઇએ  સુંદર વાત કરી વક્તવ્યો આપણી સંવેદનશીલતાને ઉજાગર કરે છે. માનવમાં રહેલી સુષુપ્ત શક્તિને જાગ્રત કરે છે. આ પ્રયત્ન સતત ચાલુ રહે તો સારા સમાજનું નિર્માણ ભવિષ્યમાં ચોક્કસ થશે તેવી આશા વ્યક્ત કરી.                                            

જયોતિ ચોક્સીએ કૌશલભાઇના ભાષા પ્રત્યેના લગાવનું વિચાર બીજ આજે વટવૃક્ષ થવા જઇ રહ્યું છે તેના સાથ સહકાર માટે કુટુંબના સભ્યો, વક્તાઓ, શ્રોતાજનો ને ગુજરાતી સાહિત્ય ફોરમના પ્રતિનિંધિઓ ને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો.                                    

ભાઈશ્રી કૌશલે ભવિષ્યની યોજનાનું રેખાંકન કર્યું . આજે 200 હપ્તા પૂરાં થતા તેમણે સેવેલું સ્વપ્ન પરિપૂર્ણ થતા આનંદ વ્યક્ત કર્યો . તેમણે virtual ગુજરાત ખડું થવાની સુંદર વાત કરી.                                

અંતે કોકિલા બહેને 201 હપ્તાના વક્તાઓએ સુંદર વક્તવ્ય આપી તેને સફળ બનાવ્યો તે માટે આભાર વ્યક્ત કર્યો.              

——- સ્વાતિ દેસાઇ

About Speaker

GSF

Director
Learn More