ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજિત વક્તવ્ય ના વક્તા અંજલિ . શાહ દ્વારા મહાભારતના ઓછા જાણીતા પાત્ર શિખંડી ને નવાજ દ્રષ્ટીકોણથી ઓળખવાની શ્રોતાજનો ને તક મળી.
મહર્ષિ વ્યાસ દ્વારા રચાયેલું પાત્ર શિખંડી ને દ્રૌપદી ના ભાઈ તરીકે ઓછા ચર્ચાયેલા પાત્રનું અંજલિબહેને વિનોદ જોષી દ્વારા રચાયેલા ખંડકાવ્યનાં સુપેરે વિવરણ કરતાં જણાવ્યું કે વિનોદ જોષી એ શિખંડી ના પ્રતિશોધ ની અવિસ્મરણીય ઘટનાને ત્રણ સર્ગ માં વર્ણવી છે. શિખંડી ની મનોવેદના , મનોભાવ ને ભીષ્મ ની પીડા , ભીષ્મ અને શિખંડી ને જોડતા પ્રવક્તા દ્વારા ભાવાત્મક રીતે સર્જન કરી છે.
અંબા નો શિખંડી તરીકે પુર્નજન્મ તરીકે સ્વીકારતા શિખંડી ને પૂર્વ જન્મની ઘટના દુ:ખ આપે છે .જો ભીષ્મ દ્વારા અંબા તરીકે અપહરણ ન થયું હોત તો શાલ્વ રાજાની રાણી હોત, પ્રિય પાત્ર સાથેના જીવનથી વંચિત નહોત તેની મનોવ્યથા વર્ણવી છે.ભીષ્મની મનોસ્થતિ પણ દ્વિધા અનુભવે છે. અંબાની વાસ્તવિકતા જાણ્યા બાદ અંબા માટે લાગણી અનુભવે છે, પણ ભીષ્મ પ્રતિજ્ઞાને કારણે અંબાનો સ્વીકાર કરવાનું તેમને માટે શકયનથી . કાવ્યની પરાકાષ્ઠા માં બંને વચ્ચે પ્રેમના પુષ્પ ને ખીલવ્યું છે, સાથે સાથે પ્રેમનો એકરાર કરતાં પણ બતાવ્યા છે. આ એક નવા અભિગમ સાથે આશાવાદનો સંદેશ આપવાનું કાર્ય તો વિનોદભાઈ જ કરી કે. પ્રતિશોધની આગમાં ખીલેલું પ્રણય પુષ્પ નવા જ દ્રષ્ટિકોણ તરફ વિચારતા કરી મૂકે છે.
અદ્દભૂત!!!!
જયંત ગાડિત રચિત “ શિખંડી “ માં યુધ્ધભૂમિ ના વર્ણન સાથે શિખંડી અંતિમ તબ્બકામાં પ્રવેશેલા યુદ્ધ ની નિર્ણાયક ઘડી માં શિખંડી ના પાત્ર ની મહત્તા દર્શાવી છે. ભીષ્મ દ્વારા કચ્ચરઘાણ થયેલી સેના ને જોઈ પાંડવો વિમાસણમાં પડે છે , ક્યાંક હાર તરફ ની શક્યતા પણ નકારી ન શકાય, તેવી પરિસ્થિતિમાં કૃષ્ણ પાસે એક જમાર્ગ હતો શિખંડી ને ભીષ્મ સામે લડવા મોકલવાનો, પાંડવો ને તેના તરફ અણગમો છે, પણ યુધિષ્ઠિર શિખંડી ના ખોટા વખાણ કરી લડવા ઉશ્કેરે છે. તેના જન્મનું રહસ્ય છતું થાય છે , નિયતિ તેનું કામ કરે જ છે ભીષ્મ સામે લડવાના સમયે શિખંડી નું રુપ બદલાઈ અંબા માં પરિવર્તિત થાયછે. ભીષ્મને અંબા પ્રત્યે ની લાગણી , પ્રથમ સ્પર્શ વખતે અનુભવેલો રોમાંચ યાદ આવે છે, સ્ત્રીની સામે શસ્ત્ર ઉગામવાની વિવશતા સાથે હથિયાર હેઠાં મૂકી મૂર્છિત થઈ ઢળી પડે છે. અશ્વત્થામા દ્વારા શિખંડી ની હત્યા કરવામાં આવે છે. ફરી પાછો પુન જન્મ પુરુષ તરીકે થાય છે. તેના દ્વારા પૂર્ણ પુરુષોત્તમ ની કામના કરી નવો આયામ આપવાનો પ્રયાસ કર્યો છે. નવલકથા માં વેદના, સંઘર્ષ કુટુંબ અને સમાજ વ્યવસ્થા પર ઘૃણા , શિખંડીના પાત્રને અપાતો ન્યાય સમજવા તો નવલકથા વાંચવી જ પડે. મહાભારતના યુધ્ધમાં પાંડવો ના વિજય માટે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે શિખંડી નું મહત્વ છે.
જયંત ગાડિતનીનવલકથા માં મૂળ કથા સાથે સાથે એક નવો જ દ્રષ્ટિકોણ અપનાવી કલ્પનાના રંગો મેળવી સુંદર રીતે સમજાવ્યો છે. નપુસંકતા, લેંગિક ભેદ પ્રત્યે સામાજિક દ્રષ્ટિકોણ બદલવાની જરુર છે તે વાત અંજલિ બહેને પોતાના વક્તવ્ય માં સુંદર રીતે વણી લીધી તેખરેખર આવકાર્ય છે.
અંજલીબહેન આપે સુંદર સંદેશ આપવાનો પ્રયત્ન ક્રયો તે પ્રશંસનીય છે. આપનો ખૂબ ખૂબ આભાર.
કોકિલાબહેન આપનો અને પરિવારના સભ્યો નો ખૂબ ખૂબ આભાર
Education : SNDT Women’s University Mumbai
Ph.D in Mahabharta aadharit Gujarati - Navalkathaoma avta naripatrono Manovaignanik abhyas
University Grant Commission Mumbai, Cleared National Eligibility Test
S.N.D.T. University Mumbai
Masters in Arts (Gujarat Lit.), S.N.D.T. University Mumbai
Bachelor of Arts (Gujarati),
Current Association:
CHB Professor to Post Graduate students in SNDT Women’s University.
EXPERIENCE
• National Testing Agency: (NTA) – Delhi
• Performed confidential task assigned by NTA - SNDT Women's University (Chuchgate), Mumbai
• Research Fellow : Department of Gujarati (SAP DRS Phase III , UGC), Working on Research In Feminism.
• Responsible for research in Five Languages-Gujarati, Hindi, Marathi, Konkani,
Rajasthani.
• Designated Research Fellow for SAP DRS Phase III AWARDS & SCHOLARSHIPS
• Smt. Vimlaben Kantilal Shah Scholarship for securing highest marks in Gujarati in B.A.(I).
• Shri Kantilal Bhogilal Shah Scholarship for being top scorer in Gujarati in B.A.(II).
• Shri Nitin Mehta Prize & College merit prize for getting highest marks in Gujarati in B.A. final examination of S.N.D.T. University.
• Received below prizes for Securing highest marks in D.C. Gujarati.
1. KARVE JUBILEE PRIZE.
2. VIMALA G. DESAI MEMORIAL PRIZE.
3. SMT. VAJKORBAI G. BETAI PRIZE