બાળકોનાં વિકાસમાં નાટકનું મહત્વ

Speaker:

Kalapi Dholakia

February 9, 2025

February 9, 2025

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
10:30 am
CST:
9:30 am
PST:
7:30 am

About Event

Summary

મણકો# 236 તા-9-2-2025

 

ગુજરાતી સાહિત્યફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા કલાપી ધોળકીયા. તેમણે બાળકોના વિકાસમાં નાટક કેવો મહત્વનો ભાગ ભજવે છે તેનીરસપ્રદ માહિતી આપી. 

                        

કલાપીભાઇએ તેમનીઆગવી અદામાં વાતની શરુઆત કરતાં જણાવ્યું કે બાળકની હાજરીમાં જ આપણેજાણે-અજાણ્યે ફરીયાદના સૂરમાં ખૂબ તોફાની છે,શાળામાં જવાનાસમયે વહેલો ઉઠતો નથી, વડીલોનું સાંભળતોનથી, હોમવર્ક કરતો નથી વિ. પણ તેની એના પર શી અસર થાય છેતે આપણે વિચારતા નથી , એના વિશે ખોટીધારણાંઓથી એને મુલતવીએ છીએ. બાળક તો કોરી પાટી છે, એ આસપાસમાંથી જેતે કાંઇ મેળવે છે તે તેના વર્તનમાં પ્રદર્શિત થાય છે. 

 

કલાપીભાઇએમમ્મીની સ્મૃતિમાં જાન્હવી કલાવૃંદની સ્થાપના કરી. તેઓ પણ સારા કલાકાર હતા. બાળકોને આપણે બાળગીત,વાર્તા કરીએ, ચિત્રો દોરતાશીખવીએ, ઉખાણાં શીખવીએ,ફરવા લઇ જઇએતેનાથી તેનો સર્વાંગી વિકાસ થયો કે કેમ તે જાણી નથી શકતા પણ નાટક તેમને ઘણુંબધું શીખવે છે તે તેમણે તેમના જાત અનુભવથી સાબિત કર્યુંછે. નાટક તેમને સમાજમાં હળીમળીને રહેવું, મિત્રો બનાવવા, સર્જનાત્મકતારાખવી, જીવનને માણતા શીખવું વિ. શીખવાડે છે જેથી તેમનું વ્યક્તિત્વ સાચા અર્થમાં ઘડાય છે. આજનું બાળક ભાષામાં અટવાયછે, અંગ્રેજી મિડીયમમાં ભણતું બાળક હીન્દી અંગ્રેજીમાં અટવાય છે. ળ, સ, શ,ષ ના ઉચ્ચારમાંભૂલ કરે છે. નાટક તેમને સંવાદો બોલતી વખતે આ ખામી દૂર કરાવેછે, તેઓ સ,શ, ષ નો ઉચ્ચાર કરતાં શીખે છે.નાટ્ય શિબિરમાં બાળક પાસે કામલેવું હોય તો તેમની સાથે મિત્રભાવ કેળવવો પડેછે. કલાપીભાઇએતેમનો અનુભવ વર્ણવતાં જણાવ્યું શિબિરમાં પહેલાં દિવસેઆવેલું બાળક શરમાળ હોય ,પણ બીજા દિવસથી જ ઉત્સાહથી આવે છે ને નવા વાતાવરણમાંસહેલાઇથી ગોઠવાઇ જાય છે. બાળક ખીલતા જાય ને સુંદર અભિનય પણ આપે. શિબિરમાં તાલીમ પામેલા બાળકો દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ દેખાવ કરે છે.

                                                    

જ્યારે કલાપીભાઇ workshop નું આયોજન કરે ત્યારે તેમની આગળ-પાછળની બેચના થઇ 14 થી 15 બાળકો હોય, ત્યારે ટાઇટલપહેલાં વિચારે પછી બે કલાકનું નાટક લખાય. તેમણેઘણાં નાટકો આ રીતે લખ્યાં ને બાળકોએ સુંદર રીતે ભજવ્યા. નાટકના નામ જાણવા તો તેમને સાંભળવા પડે. બાળકોના વિકાસ માટેના 10 દિવસનું શિબિર હોય ને તેનું શીર્ષક હોય અભિનય દ્રારા વ્યક્તિત્વનો વિકાસ. કલાપીભાઇની કાર્યપદ્ધતિ અનોખી, દરેક પાત્રને બાળકો ન્યાય આપી શકે તે માટે વિરોધાભાસી જોડી બનાવે. જોડીમાં પતિ-પત્ની, રાજારાણી, દેરાણી-જેઠાણી,સાસુ-વહુ, ચોર-પોલીસ, શિક્ષક-વિદ્યાર્થી,વકીલ-આરોપી, કંડકટર- પેસેન્જર,પ્રેમી- પ્રેમિકાજેવા પાત્રોનો સમાવેશ થાય.આ રીતે બાળકોનેવિરોધાભાસી પરિવર્તન શીખવતાં , બાળક પોતે આવાજોડાંનું નિરીક્ષણ પોતે કરી પોતાના અભિનયમાં ઉતારીતેમાં પ્રાણ રેડે. પછી તો સાવ 6 મહિનાના બાળકથી 90 વર્ષના વૃધ્ધની ભૂમિકા પણ સરળતાથી કરે.કેટલીકવાર કોઇના ચાળા પણ પડાવે તેથી બાળકોને ખૂબ મઝા પડે.તેમનામં જીજ્ઞાસા જેવા ગુણો પણ વિકસે. નાટકના માધ્યમથી બાળકો નજીક કે દૂરથીવાત કેવી રીતે કરવી તેનું જ્ઞાન પણ મળે. કેટલીકવાર reputation of word & then pause ની રમતથી concentration પણ વધે તેવા પ્રયોગો પણ કલાપી કરે. તેમના નાટક મિત્રતાનો ભાવ કેળવે તેવાપણ હોય. આમ વિવિધલક્ષી જ્ઞાન નાટક દ્વારા પામી બાળકો ખુશખુશાલ થઇ શિબિરમાંથી બહારઆવે.

                             

કલાપીભાઇ નાટકદ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે આજે પણ સતત પ્રયત્નશીલ છે. ખૂબ સુંદર કલાપીભાઇ આપની આ બાળકઘડતરની અનોખી શૈલીને ગુજરાતી સાહિત્ય ફોરમ બિરદાવે છે.આપનો ખૂબ ખૂબ આભાર 

                    

કોકિલાબહેન અનેપરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર 

 

 

                    ——— સ્વાતિ દેસાઇ 

About Speaker

Kalapi Dholakia

Founder and Owner of children Theatre
Learn More

Kalapi Dholakia

Bachelor of performing arts - Drama with a gold medal from M. S. Uni. In 1992. Founder and Owner of Jahanvee Kala Vrund - children Theatre group since 1991. Conducting Drama workshop for age groups from 7 to 16 years of students. Appropriately 7000+ students learn acting and theatre processes till today. Wrote, produced and directed 14 full-length commercial children play, performed in various cities of Gujarat - Bhavnagar, Rajkot, Bharuch, Surat and of course in Vadodara.

Well known theater personality acted in many Gujarati movies, advertisements and serials.