ભારતીય વિદેશનીતિમાં સાંસ્કૃતિક સંબંધોનું મહત્ત્વ

Speaker:

Rohit Vadhwana

July 14, 2024

July 14, 2024

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

મણકો# 211  તા-14-7-2024                                

ગુજરાતી સાહિત્યફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા રોહિત વઢવાણા. જેઓ કેનિયામાં Deputy  high commissioner તરીકે ફરજ બજાવે છે. મોડરેટર તરીકે ભદ્રાબેન વડગામાહતા. તેમની વચ્ચેનો સંવાદ ઘણો રસપ્રદ રહ્યો. 

                      

રોહિતભાઈ મૂળસૌરાષ્ટ્રના ભાણવડના વતની છે. આજે પણ માતાપિતા તેમના વતનમાં સ્થિત છે.બાળપણ ભાણવડને ઓખામાં વિત્યું. શાળાકીય અભ્યાસ  ને કોલેજનો અભ્યાસ  પણ ત્યાંજ પૂરોકર્યો. ત્યારબાદ અમદાવાદ  U.P.S.C. ની પરીક્ષા માટેઆવ્યા. તેમણે ગુજરાત સિવિલ સર્વીસની પણ પરીક્ષા આપી. બંનેમાં ઉર્તીણ થયા. તેમનીપ્રથમ પસંદગીની સેવા Indian foreign Service હતી તેથી 2010માં ડિપ્લોમેટ થઇને કેનિયામાં આવ્યા. અહીં પોલિટીકલસાયન્સમાં માસ્ટર ડીગ્રી distance Education થી મેળવી.અમદાવાદમાં civil service ની તૈયારી સાથે એલ. એલ. બી. ની ડીગ્રી પણ મેળવી હતી. 

                

તેમનું સ્વપ્નુંહતું  Government Of India ની Civil service પાસ કરવાનું પણ તે સરળ નહોતું. લગભગ દરવર્ષે 6 લાખ લોકો પરીક્ષા આપેછે. તેમાંથી 1000 લોકો સિલેક્ટ થાય ને મર્યાદિત સીટ હોય છે , માત્ર 25 તેમાં સફળતા મળતા મહેનત લેખે લાગી તેવું કહી શકાય એમ તેમણેજણાવ્યું. ગુજરાતીઓને U.P.S.C. ની માહિતી બહુ હોતી નથી ને સફળતાના ટકા ઓછા એટલેગુજરાતીઓ ઓછા હોય છે તેમ રોહિતભાઇએ જણાવ્યું. 

                               

દરેક દેશમાંરાજદુતાવાસનું કામ  સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરવાનું હોય છે. અહીંકેનિયામાં પણ ભારતીય સંસ્કૃતિ નો પ્રચાર કરવાની કામગીરી અમારું રાજદુતાવાસ કરેછે.કામગીરીનું વાર્ષિક એસેસમેન્ટ થાય છે. તેમાં વ્યક્તિ કેટલાં જાગ્રત છે તે જોવામાંઆવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન થાય છે. ભારતીય કલાકારો ને અહીંથીભારતમાં વસેલા સિદી આદિવાસીને પણ આમંત્રણ આપી કાર્યક્રમનાઆયોજન થાય છે. પૂર્વ આફ્રિકનો સાથેના સંબંધો મજબૂત કરવા ભારતીય તહેવારોની ઉજવણીમાં

તેમને સામેલકરવામાં આવે છે. સ્થાનિક લોકો આપણી પરંપરા વિશે માહિતગાર થાય છે. ગોરા લોકો ઓછાઆવે છે પણ બ્રિટીશ ને સ્થાનિક બંને  માટે કાર્યક્રમો open હોય છે. અમારો ઉદ્દેશ વધારેમાં વધારે લોકો તેમાં ભાગ લે તેહોય છે. 

                         

રોહિતભાઇએભદ્રાબેન સાથેના સંવાદમાં જણાવ્યું કે એમ્બેસેડરના પત્ની પણ ખૂબ સક્રિય હોય છે. તેઓ સ્થાનિક લોકો સાથે પણ સુમેળભર્યા સંબંધોકેળવે છે. તેઓનું મહિલા મંડળ વર્ષમાં એક કે બે મોટા કાર્યક્રમો કરે છે. જવેલરીનાસ્ટોલ, વિવિધ વસ્તુઓના સ્ટોલનું  મેળાવડાંમાં આયોજન કરેછે. 

તેમનો રોલઅગત્યનો હોય છે. 

                  

પરદેશમાં હોવ તો અંગ્રેજી સિવાય એમ્બેસેડરને બીજી ભાષા શીખવી પડે, રોહિતભાઇએ પર્શિયન શીખી જે તેમને ઇરાનના વસવાટ દરમ્યાન કામલાગી. ઇરાનના તેમના અનુભવો ખૂબ જ સુંદર રહ્યા ને સુંદર ને સ્વચ્છ દેશ વિશે તેની સંસ્કૃતિથી પણમાહિતગાર થયા. લોકો પ્રેમાળ, ને પરિવાર પ્રિયછે. 

                  

રોહિતભાઇસાહિત્યમાં પણ ઊંડો રસ ધરાવે છે. તેમણે 100 જેટલી ટૂંકીવાર્તા લખી છે. ફૂલછાબ , ચિત્રલેખા, નવગુજરાતમાંવાર્તાઓ ને લેખ લખે છે. જન્મભૂમિમાં તેમની નવલકથા પ્રકાશિત થઇ હતી. તેઓ જીવનના ચારપાયા પર લેખ લખે છે, આરોગ્ય, પરિવાર, કારર્કિદી ને spirituality.  તેમના વ્યસ્ત જીવનમાં સાહિત્યના શોખને જાળવી રાખ્યો છે તેખૂબ ગૌરવ લેવા જેવી બાબત છે. 

                         

આપનો ખૂબ ખૂબઆભાર રોહિતભાઇ સુંદર વક્તવ્ય બદલ . 

 

કોકિલા બહેન નેતેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર 

 

 

                        ——— સ્વાતિ દેસાઇ 

About Speaker

Rohit Vadhwana

Author, Deputy High Commissioner of India in Kenya
Learn More

Rohit Vadhwana

Mr. Rohit Vadhwana is the Deputy High Commissioner of India in Kenya, and the Deputy Permanent Representative of India to the UNEP and UN-Habitat since July 2022.

He joined the Indian Foreign Service in 2010 and has held diplomatic positions in Embassy of India in Tehran and High Commission of India in London.

He has also served in the Ministry of External Affairs, New Delhi as the Under Secretary in the Gulf Division.

Mr Vadhwana has a bachelor degree in Law and Masters in Political Science. He is fluent in Gujarati, Hindi, English and Persian.

He writes for hobby and has published a novel in Gujarati, and a number of articles and short stories in Gujarati and English both. He is married to Ms. Femida Shaikh.