સંગ્રહાલયનો ઈતિહાસ

Speaker:

Chandrashekhar Patil

April 30, 2023

April 30, 2023

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્ય સંગ્રહાલય નો ઈતિહાસ ના વક્તા હતા ચંદ્રશેખર પાટિલ.  વડોદરા ના  મ્યુઝિયમ ની બાળપણ થી જ અવારનવાર મુલાકાતે  સંગ્રહાલય પ્રત્યે રસ કેળવાયો ને આજે તેમના જીવનનો એક માત્ર ધ્યેય બની રહ્યો છે તેની રસપ્રદ વાતો શ્રોતાજનોને આર્કષી ગઇ.
લગભગ 700 વર્ષ પહેલાં સંગ્રહાલય ની શરુઆત દેશમાં થઇ હશે એમ કહી શકાય .  ભારત દેશમાં  વિદેશ થી જુદા જુદા લોકો વેપાર અર્થે ભારત આવ્યા, બ્રિટીશ, પોર્ટુગીઝ, ફ્રેંચ મુખ્યત્વે હતા એમ કહી શકાય . ભારત ની સંસ્કૃતિને ઉજાગર કરતાં ચિત્રો,  પશુ પક્ષીઓની માહિતી, ઘરવપરાશ ની ચીજો, કલાકારીગરી ની ચીજો પોતાના દેશ માં લઇ જતા ને તેમને ત્યાંની  ચીજ વસ્તુઓની આપ લે થતી. આમ આદાનપ્રદાન ની પ્રક્રિયા થી  ચીજ વસ્તુ ની જાળવણી ને સંગ્રહ ની રીત અમલમાં આવી  જે સંગ્રહાલયમાં રૂપાંતર પામી એમ કહી શકાય.
                       
વડોદરાનું અજાયબ ઘર  ( મ્યુઝિયમ)  એક ઉત્કૃષ્ટ મ્યુઝિયમનો નમૂનો છે.  અલભ્ય પક્ષીઓ, જળચરો, પ્રાણી ઓની કેમિકલ થી સાચવણી ને જાળવણી જોવા મળે છે , સ્થાપત્ય, મૂર્તિઓ, ચિત્રો ની જાળવણી પણ અદ્દભૂત છે.   ચંદ્રશેખરભાઇ એ સંગ્રહાલયનો અભ્યાસ કર્યો છે.  મયુઝીયો લોજી ના અભ્યાસ ક્રમ દરમ્યાન તેમના અભ્યાસક્રમમાં આવતા દરેક તબ્બકાવાર પાસાંનો ઝીણવટપૂર્વક ને ઉંડાણથી અભ્યાસ કર્યો છે.  તેમને વસ્તુ નો સંગ્રહ કરવાનો રસ ખૂબ જ નાનપણ થી જ હતો, પાંચમા ધોરણ થી જ સંગ્રહ કરવાનો શોખ હતો, જે આગળ જતાં એક વ્યાયસાયિક ધોરણે વિકસ્યો.
                         
કોઈપણ સંગ્રહાલય ના અભ્યાસમાં પ્રથમ collection-display- lightening-packaging- conservation  ને છેલ્લે  marketing . અભ્યાસની ડીગ્રીપછી પણ બે વર્ષ નો  અભ્યાસ તેમનાં વિષયમાં કરી, આજે  સંગ્રહાલય ના વિષયમાં માહેર છે. વડોદરામાં 22 ઘરો ના સંગ્રહાલય તેમણે ડીઝાઈન કર્યા છે.  વડોદરાના ઇતિહાસ પર અધ્યયન કરેલ છે . આજે હેરીટેજ વોક માં કાર્યરત છે.
                       
સંગ્રહાલય જ્ઞાન સાથે આપણી જીજ્ઞાસા પણ પોષે છે. વડોદરાના ઘર સંગ્રહાલય ની માહિતી આપતાં કહ્યું  એક ઘરમાં વિવિધ પ્રકારના 40 લોટા હતા, આજે 550  છે.  વિવિધ પ્રકારના દીવા, ચિત્રો, ગાંધી ઘર ને અલભ્ય ઘણી વસ્તુઓનાં સંગ્રહાલય અજાયબ તો કહેવાય જ . આ શોખ તો આપણે પણ કેળવી શકીએ એમ સહજતાથી ચંદ્રશેખરભાઇએ વાત પૂરી કરી.
               
ખૂબ સુંદર ચંદ્રશેખરભાઇ . આપનો ખૂબ ખૂબ આભાર .
કોકિલાબહેન તથા તેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર

About Speaker

Chandrashekhar Patil

Artist
Learn More

Chandrashekhar Patil

Chandrashekhar Patil's educational background includes a B.A. in Fine Arts (Painting), a Post Diploma in Mural Design, and an M.A. in Fine Arts (Museology) from M.S. University of Baroda. He received additional training through a six-week program at the Prince of Wales Museum in Mumbai and a six-month program at the National Research Laboratory for Conservation of Cultural Property in Lucknow.

As part of his research project, he compiled a report on "Conservation of canvas painting with case studies." Patil has been awarded National Scholarships by the Ministry of HRD and Lalitkala Academy.

In terms of work experience, he has conducted conservation projects involving oil and wall paintings, wooden sculptures, and animal trophies at various locations. He has also contributed to the design of domes and murals. Additionally, he played a pioneering role in initiating heritage walks and has delivered lectures on art conservation. Patil has actively participated in camps and curated numerous exhibitions, including events organized by the Lalit Kala Academy of states.

Throughout his career, he has showcased his work in twenty-four solo shows, a two-man show, and twenty-seven group shows from 1997 to 2022.

http://www.chandrashekharpatil.com/