રવિન્દ્રનાથ ટાગોર કૃત ગીતાંજલી

Speaker:

Dr. Darshna Oza

April 6, 2025

April 6, 2025

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

મણકો# 243 તા-13-4-2025                                

ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા દર્શના ઓઝા. તેમણે રવિન્દ્રનાથ કૃત ગીતાજંલી વિશે શ્રોતાજનોને માહિતગાર કર્યા. મોટેભાગે ગીતાજંલી એ  રવિન્દ્રનાથ ટાગોરે  રચેલ કવિતાનો સંગ્રહ છે , જેના માટે ટાગોરને 1913ના વર્ષમાં નોબેલ પારિતોષિક વડે સન્માનિત કરવામાં આવ્યા હતા તેટલી જ બધાંને જાણ છે, પણ દર્શનાબહેને તેમના ભાષા વૈભવ વડે કવિતાઓ કેટલી unique છે તે તેમણે ઉંડાણથી કરેલા અભ્યાસ વડે કેટલીક કવિતાઓના ભાવાર્થ સમજાવ્યા.                                          

મૂળ બંગાળીમાં લખાયેલ કવિતાના સંગ્રહમાંથી 111 કવિતાનું અંગ્રેજીમાં અનુવાદ રવિન્દ્રનાથ ટાગોરે તેમના ઇંગ્લેન્ડના પ્રવાસ દરમ્યાન કર્યો. તે સંગ્રહ ગીતાજંલી શિર્ષક હેઠળ પ્રકાશિત થયો તેને પશ્ચિમ ના દેશોમાં ખૂબ જ પ્રશંસા મળી.તેના ઘણી ભાષામાં અનુવાદ થયા છે. આપણાં ઘણાં જાણીતા કવિ ને લેખકોએ ગુજરાતી ને સંસ્કૃતમાં અનુવાદ કર્યા છે તેની જાણકારી દર્શના બહેને આપી. તેમણે જણાવ્યું કે ગીતાજંલી એટલે ગીતોની અંજલિ . આ કવિતાઓ તમને ઇશ્વરની અનુભૂતિ સુધી લઇ જાય છે. દરેક ભક્તિગીતમાં ઉંડું તત્વજ્ઞાન છે. મુખ્યત્વે  ગીતાજંલીની કવિતાઓમાં પ્રેમ, ભક્તિ, આધ્યાત્મિકતા અને સમર્પણ એમ ચાર ભાવો વ્યક્ત થયેલાં છે. ઇશ્વર અને પ્રકૃતિ સહજ રીતે ભક્તિમય કાવ્યોમાં જોડાઇ છે. તેમાં વિશ્વ માનવતાના ભાવ છે. નગીનદાસ પારેખે 111 કાવ્યોના અનુવાદ કર્યા છે , જેમાં ભારતીય સંત સાહિત્યની જે પરંપરા છે તે મૂળ ભાવ સાથે યથાવત રખી છે. કવિવરના હ્રદયના આવેગોનું પ્રતિબિંબ , જે ભારતીય હ્રદયવાણીમાં પારખ્યું તે દર્શાવવાનો નમ્ર પ્રયાસ થયેલો છે. મોટેભાગે વૈષ્ણવ શૈલીમાં લખાયેલ છે. તેમણે 1905 થી 1911 દરમ્યાન લખેલાં કાવ્યો ગીતાજંલીમાં સમાવ્યા છે. અલગ અલગ માહોલ, જગ્યા ને પરિસ્થિતિ માં કાવ્યોનું સર્જન થયું છે. તેમના પત્ની, પુત્રી ને પુત્રના મૃત્યુ દરમ્યાન , સ્વદેશી આંદોલન વખતે, એકાંતવાસમાં, નૌકા વિહાર સમયે ઇંગ્લેન્ડના પ્રવાસ દરમ્યાન  કાવ્યો નો ભાવ એક જ રહ્યો છે. ઇશ્વરને પામવાની ઉત્કંઠા તાલાવેલી ઇશ્વર ને જ પ્રિયતમ , સરખા માની એક વિશેષ રચના પ્રેમકાવ્ય તરીકે જોવા મળે છે.માનવીય પ્રેમ કેવો ભવ્યહોય જેમાં આધ્યાત્મિક સંવેદન હોય , આવેગ હોય, વળી સ્વદેશ પ્રેમ પણ જોવા મળે વિચારતા શબ્દો સરી પડે અદ્દભૂત, અદ્દભૂત !!!                                

કવિવર જગતનું દર્શન બે માર્ગે પામ્યા હતા સત્યનું દર્શન ને જીવન દર્શન. આપણી પ્રાચીન પરંપરાને , ઉપનિષદ કાળની પરંપરાને આધુનિકતા પરંપરામાં શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ એટલે પ્રકૃતિ, પ્રેમનું આધ્યાત્મિક સ્વરુપ એટલે ગીતાજંલીના કાવ્યો. તેમણે પ્રાર્થના, સંકલ્પ, પ્રતીક્ષા અલગ અલગ ભાવમાં  ને વિભાગમાં વહેંચ્યા છે. આધ્યાત્મિક, સાંસારિક પ્રેમની પરિભાષા, દેશપ્રેમ ને સંગીત દ્રારા ઘોર નિદ્રામાંથી જાગ્રત થવાની વાત છે.                            

ઇશ્વરને પામવા અહંકારને ત્યાગવાની જરુર પડે છે, જે અનુભૂતિ તેમને થઇ છે તે વર્ણવી છે. તેમની વ્યાકુળતા અનેક કાવ્યમાં પ્રગટ થાય છે.પરમ શાંતિની યાચના કરતું હ્રદય આત્મ સર્મપણની વાત કરે છે. પ્રાર્થનામાંનું બળ મનુષ્ય તરીકે સંકલ્પ દર્શાવે છે. સમર્પણ ભાવ વિશિષ્ટે રીતે વ્યક્ત કર્યો છે.  પ્રભુ ને પ્રિયતમ તરીકે કલ્પી તેમના આગમનના સુંદર પગલાંની વાત તેમના કાવ્યોમાં જોવા મળે છે.                         જ્યોતિ- ચેતનાની વાત તેજનું વર્ણન સાથે દરેક વ્યક્તિ ને અનંત સાગરમાં વહેતો મૂકવાની વાત છે. મૌન- સાંનિધ્ય  ને મૌન જ શબ્દ બને તેના મહિમાની વાત કરતાં આધ્યાત્મિક યાત્રા સહજ રીતે જ સાધના યાત્રા બની જાય છે. પ્રકૃતિને લીધે જ વિશ્વમાં જીવન છે, સુખના સર્મપણની વાત, કરી છે. આકાશને પ્રતીક તરીકે દર્શાવી સંવેદનાનો તંતુ  તો કવિવરની કવિતા જ દર્શાવી શકે!!                                

જન્મથી મૃત્યુ સુધીના રહસ્યમય જીવનની વાત, સત્યમ શિવમ સુંદરમ ના જીવંત તત્વને કઇ નિહાળી શકાય, ઉજ્જવળ કઇ રીતે બંને તેની ઝલક પણ કાવ્યમાં જોવા મળે.                              

તેમના કાવ્યોમાં માનવ ,પ્રકૃતિ ને ઇશ્વરનું મિલન , વિસ્મયકારક એકત્વભાવને વર્ણવ્યો છે.  ખરેખર ઇશ્વરીય અંશ સમા કવિવરને ઉચ્ચકક્ષાનો આધ્યાત્મિક અનુભવ થયો જ હશે  તેથી જ  આધ્યાત્મિકતાને કેન્દ્ર માં રાખી ભક્તિસભર  કાવ્યોની અનુપમ ભેટ  વિશ્વને આપી  તે જ  ગીતાજંલી !!!                  

આપનો  ખૂબ ખૂબ આભાર દર્શના બહેન વિશ્વની  અણમોલ ભેટ સમી ગીતાજંલી ના પરિચય ને તેમાં છુપાયેલા ઉંડા ભાવાર્થને સરળ ભાષામાં સમજાવવા બદલ.                    

કોકિલા બહેન અને તેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર                                

—— સ્વાતિ દેસાઇ

About Speaker

Dr. Darshna Oza

Ph.D. guide, Author
Learn More

Dr. Darshna Oza

Academic Qualifications: M.A., Ph.D., .NET.

She has 22 year of teaching experience and 18 years of Research experience.

Five Ph.D. students Guided, out of which 1 has been awarded and 4 are still ongoing Her seven books are published.

More then 10 Research Papers Published (National Journals) Two Research Papers Published (in Book Form).

Six Paper Presented in International Conference More then 55 Paper Presented in National Conference.

Areas of Research Interest: women’s Studies, Linguistics ,environment studies, mediaeval Literature, Folk literature, comparative studies, translated studies, Indian literature , Modern and Post modern Gujarati Literature.

Others: Heading and was coordinator in SAP-DRS-phase-III in the Department of Gujarati(2013-14 to 2017-18).

Chairperson of BOS in Gujarati from 2014 to 2017 On panel of IQAC,CAS in Mumbai and Gujarat Panel of many Governments competitive exam Given more then 25 lectures for orientation and Refresher course in Academic staff college,Ahemdavad.

Arranged and coordinated 19 Interdisciplinary seminars.