ગઝલ અને સૂફી સંગીત

Speaker:

Suresh Makwana

December 27, 2020

December 27, 2020

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
10:30 am
CST:
9:30 am
PST:
7:30 am

About Event

લબ પે આતી હૈ  બાત દિલ સે હફીઝ, બાત દિલ મેં કહાં સે આતી હૈ?

હફીઝની ગઝલના  આ શેરમાં  આપણાં શારીરિક ધ્વનિતંત્રના માધ્યમથી જે અવાજ આવે છે એને આપણે ભાષા કહીને સંવાદ કરીએ છીએ, એવું ભાષા વિજ્ઞાન કહે છે. પણ હ્રદયથી હોઠ પર આવતા ધ્વનિઓ  હ્રદયમાં ક્યાંથી આવે છે? એનો વિજ્ઞાન પાસે કોઈ ઉત્તર નથી.  આ એક રહસ્ય છે, એવું જ  આ સમષ્ટિમાં પરમચેતના વિશે  પણ રહસ્ય રહ્યું છે. વેદાંત અને વિવિધ સંપ્રદાયના દર્શનમાં આ વિચાર વિગતે ચર્ચાયો છે. સૂફીવાદ પણ એવી જ એક  વિચારધારા છે. જે અરબસ્તાનમાં કટ્ટરવાદની સાપેક્ષ વૃદ્ધિ પાપીને વૈશ્વિક સ્તરે ફેલાઈ છે. ગઝલ એના અનુષંગે જન્મી અને ઈરાનમાં કસીદા(એક કાવ્ય) માંથી પલટાઈને ભારતવર્ષમાં લોકપ્રિય થઈ છે.  રચનાની દ્રષ્ટિએ જોતાં એ નિયમબદ્ધ બંધારણને અનુસરવા અને સૌંદર્યવિચાર સાથે સૂફીરંગ પ્રગટાવી  શકે એવા કવનને સૂચવે છે.  ગઝલ ઈશ્ક મિજાજી(સ્થૂલ પ્રેમ)થી ઈશ્ક હકીકિ(સૂક્ષ્મ પ્રેમ) તરફ ગતિ કરે એ અભિપ્રેત હોય છે. ગાયન અને લયનાદ સાથેનો ગઝલનો પાઠ મનને સુકૂન આપે છે. આ વ્યાખ્યાનમાં સૂફી ફનાગીરી અને ગુજરાતી ગઝલમાં સૂફીરંગની વાતની ચર્ચા કરીએ.





Summary

About Speaker

Suresh Makwana

Learn More

Suresh Makwana

PhD in Gujarati Gazalma Sufism 3 book published more then 30 paper presented in International and National seminar.

Associate professor in Gujarati, Regional Institute of Education, NCERT, Bhopal (MP).

Specialisation : Gujarati language teaching (15years).

Creative writing like Gazal, Balgit, Git, Drama, laghukatha.

Multilingual Education, e content in Gujarati for School education, Arts and Aesthetics, Tribal folklore and culture.

His 25 Articles were published in major Gujarati magazines.

He is National Expert, State coordinator of Gujarat, Diu and Daman, DNH.

Dr. Makwana enjoys Sketching, Painting, Singing, Music, Reading as hobby