Speaker:

Sudarshan Iyengar

August 7, 2022

August 7, 2022

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા આયોજીત વક્તવ્ય વરસાદી વાતો ,હાલમાં ચાલતી વરસાદની ઋતુને અનુલક્ષી ને યોજાયું. વક્તા હતા રાધા મહેતા. ખૂબ જ નાની વયથી વક્તવ્ય પર પ્રભુત્વ। મેળવનાર રાધા મહેતા ભારત સરકારના રમતગમત અને યુવા સંસ્કૃતિ વિભાગ દ્વારા ભારતીય પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, જેમણે કોરિયા ખાતે ભારતીય સંસ્કૃતિ પર વક્તવ્ય આપ્યું હતું.

ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલ વરસાદ ની ભીની ભીની વાતોથી શ્રોતાજનો છેક અંદર સુધી પલળી ગયા. રાધાબહેનની વરસાદી ધોધમાર વાણી નો વાક્પ્રવાહ ની શરુઆત માનવ સંસ્કૃતિ નું અદ્દભૂત તાદાત્મ્ય વરસાદ સાથે કેવી રીતે છે તેની સાથે કરી. ભારતીય વૈદિક કાળ માં ઋગ્વેદ ના સમયમાં સાહિત્ય અસ્તિત્વ માં આવ્યું . તે વખતની માનવ સંસ્કૃતિ મૂર્તિપૂજક નહતી , તેઓ પ્રકૃતિના તત્ત્વોની પૂજા કરતા. સૂર્યદેવ, ચંદ્રદેવ,, વાયુદેવ,વરુણદેવ ની પૂજા કરતા, પણ સૌથી વધારે મહત્વ વરસાદ ના દેવ ને આપ્યું. ઋષિમુનિઓ પણ વરસાદને વધાવતી ઋચાઓ વેદ માં વર્ણવી છે.

વેદ પછીનો સમયગાળો એટલે પુરાણકાળ . આપણાં પુરાણો માં આવતી વાર્તાઓ અને કથા ઓ બીજી કોઈ સંસ્કૃતિ માં લખાઈ નથી. ભારતની વર્ષા ઋતુનું આગવું મહત્વ છે.આ ઋતુ આબાલવૃદ્ધ , બાળકો , પશુ પક્ષી સૌને પ્રિય છે. કંઈ કેટલાંય કાવ્યો વરસાદની ઋતુ પર લખાયા છે.

મહાકવિ કાલિદાસે તેના જીવનકાળ દરમ્યાન માત્ર સાત કૃતિનીરચના કરી . તેમાં અભિજ્ઞાન શાંકુતલ અને મેઘદૂત ની અકલ્પનીય રચના. મેઘદૂત ની રચનામાં કાલિદાસની અલંકારિત ભાષા ને ઉપમા ને દાદ આપવી પડે. એક વર્ષ માટે વિખૂટા પડેલા યક્ષ, યક્ષિણી ની વાર્તા આજે પણ રોમાંચ પમાડે તેવી તે જમાના માં રચાઈ. વિરહ ના દુખ માં યક્ષ વાદળ મારફતે યક્ષિણી ને સંદેશો મોકલે ને સુંદર કાવ્ય ની રચના કાલિદાસ ને અમર કરી ગઈ. કાવ્ય માં સુખ, ક્રીડા શૃંગારરસનું અદ્દભૂત વર્ણન છે.

વૈદિક સમયથી શરુ કરેલ વરસાદી વાતો નું વહેણ જૂનાગઢ નો વરસાદી માહોલ, તે સમયે ગિરનાર ને આસપાસ પાંગરતી તાજગીસભર વનરાજી ને હરિયાળી ની વાતો માં શ્રોતાજનો ને તાણી ને ,વચ્ચે સુંદર કવિતા ઓના પઠન ને જણીતું મોર બની થનગનાટ કરે થી માહોલ તરબતર થઈ ગયો ખરેખર અદ્દભૂત વક્તવ્ય !!!! ખૂબ સુંદર રાધાબહેન તમારી વરસાદી વાતો થી અમે સૌ પલળી ને તરોતાજા થઈ ગયા. આપનો ખૂબ ખૂબ આભાર. ફરી તમારી વાતો માણવાની આશા સહ

કોકિલા બહેન આપનો અને આપના પરિવારના સભ્યો નો ખૂબ ખૂબ આભાર


About Speaker

Sudarshan Iyengar

Former Vice Chancellor of Gujarat Vidyapith
Learn More