Speaker:

Aatmn Parmar

May 29, 2022

May 29, 2022

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

ગુજરાતી સાહિત્ય ફોરમ ‘ સતત નિતનવા વિષયો ને પ્રાધાન્ય આપી વક્તવ્ય નું આયોજન કરે છે, તેના ફળસ્વરુપે આધ્યાત્મિક ઉન્નતિ સાથે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર આધારિત વક્તવ્ય ગોઠવાયું વક્તા હતા આત્મન પરમાર .સાવ સાદી અને સરળ ભાષામાં આધ્યાત્મિક અનુભવ કરવાની ટેકનીકની (રીત) માહિતી આપી. મનને શાંત કરી જીવન જીવવાની કળા શીખવી.

શારીરિક અને માનસિક તદુંરસ્તી ને સાંકળતી પ્રક્રિયા એટલે Healing . શારીરિક કે માનસિક અસ્વસ્થતા મોટેભાગે કોઈપણ પ્રકારના Medication થી cure કરવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. Healing એનાથી એક કદમ આગળ છે. આ સારવાર પધ્ધતિ થી આપણને સંપૂર્ણતાનો અનુભવ થાય છે. આ એક યોગ છે. Healing ભાવનાથી, મનથી , શારીરિક પ્રયત્ન ને રેડીકલ થેરેપી થી શક્ય છે.અર્ધ ચેતન મન ને જાગ્રત કરવાથી ભાવના અને ઉર્મિ શાંત થાય છે ને જીવનમાં બદલાવ આવે છે.

સૌ પ્રથમ આપણે પોતાની જાતને ઓળખવાની છે. મોટેભાગે આપણાં વ્યક્તિત્વનું ઘડતર બીજાની માન્યતાને આપણી માન્યતા બનાવી ઘડીએ છીએ. જેની। આપણને। શોધ છે, તે આપણી અંદર જ છે. આપણી જાતને સતત પ્રશ્નોત્તર કરવાથી જવાબ મળતા જશે ને અંતરાત્માને અહેસાસ થવા માંડશે.

ગમતી વસ્તું કરવાથી શરીર માં ઉર્જાનો સંચાર થાય છે. અસ્વસ્થ મન કાર્યમાં વિઘ્ન લાવે છે. વિચારો ને સ્થિર કરવાથી સંતોષજનક પરિણામ મળે છે. સકારાત્મક વિચારોની અસર થાય છે. મનને કેળવી જે વિચાર સુસંગત છે તેવા વિચારો કરવાપર પ્રભુત્વ મેળવવું જોઈએ.

જે વિચારો જાગ્રત મનમાં આવે તેમાંથી સુસંગત વિચારોનો સંચાર જ અર્ધજાગ્રત મનમાં થવા દેવા પર મન પર કાબૂ કેળવવો પડે એટલે ચારણીમાં ચળાઈ ને જ વિચારોનો સંચાર કરવા પર પ્રભુત્વ.

જીવનને સાર્થક બનાવવા મનને શાંત કરવું પડે. શાંત મન પરમ ચેતના સાથે સંપર્ક સાધી શકે.મનને શાંત કરવાની કળા સાધી પરમ ચેતના સાથે જોડાણ કરવાથી જીવનને સાર્થક કરી શકાય. આધ્યાત્મિક અનુભવ કરવાની રીત પણ શીખવાથી જીવન સરળ બંને છે. આધ્યામિકતા ભૌતિક જીવનથી ભાગવા માટે નથી અપનાવવાની પણ ભૌતિક જીવનને સમજવા ને સરળ બનાવવા માટે રોજીંદા જીવનમાં વણી લેવાની છે. વિચારો માં પરિર્વતન લાવવું પડે. પરિવર્તનથી વિચારો નથી આવતા, વિચારો ની પરિસ્થિતિ માં સુધાર તબ્બકાવાર લાવી શકાય. વિચાર કરવાની રીત બદલો, મનને સતેજ કરો, બધાં જ વિચારો ને અમલમાં નથી મૂકવાના, તારણવી કરી ક્રમમાં ગોઠવો ને તેનાથી મન કેળવાતું। જશે. બધું રાતોરાત નથી થતું, જાતને માટે સમય નું યોગદાન આપો . આત્મપ્રેમ કેળવો. આત્મપ્રેમ એવી ભાવના છે, જે તમારા અંદર રહેલી નકારાત્મકતાને દૂર કરે છે. અનુચિત ભાવના। ક્રોધ, તિરસ્કાર ઈર્ષા જેવા અવગુણોનું જન્મ સ્થાન છે જ્યારે આત્મપ્રેમ ની ભાવનાને જાગ્રત કરવાથી મન શાંત થશે ને દિવ્યતાનો અનુભવ થશે જ. રેડીકલ થેરેપી થી મનનેશાંત કરવાથી જીવન સરળ બંને છે અને જીવનની સાર્થક્યનો અનુભવ થાય છે . અદ્દભૂત !!!આત્મનબહેન માત્ર કલાકના વક્તવ્ય માં આપે તો જીવન ને સાર્થક કરવાની જડીબુટ્ટી ની લહાણી કરી. આપનો ખૂબ ખૂબ આભાર . કોકિલા બહેન અને તેમના પરિવારના સભ્યો નો ખૂબ ખૂબ આભાર તેમના પ્રયત્ન થકી સાહિત્ય ફોરમના પરીવારના સભ્યો ને જીવનના આમૂલ પરિવર્તન સંર્દભે વક્તવ્ય નો લહાવો ઉપલબ્ધ થાય છે.


About Speaker

Aatmn Parmar

Holistic Medicine
Learn More

Aatmn Parmar

Aatman Parmar is a renowned homeopathic doctor who has dedicated 15 successful years to the practice of homeopathy. Driven by a desire to explore metaphysics beyond the realms of physical science, she embarked on a journey of studying various modalities such as Yoga, meditation, different healing methods, Past Life Regression, and Hypnotherapy.

As the head of the Indian chapter of the California Hypnosis Institute of India, Aatman Parmar has developed a unique technique for bridging the conscious mind with the superconscious mind. This technique has been clinically tested and proven effective in healing and consciousness development, leveraging the knowledge of 250 energy centers.

Aatman Parmar's expertise and teachings have taken her across different countries, including Germany, Poland, Hong Kong, Thailand, Turkey, UAE, Nepal, Sri Lanka, Maldives, and Mauritius. She has conducted workshops, seminars, and training sessions, both in-person and online, and has collaborated with various corporate organizations and individual groups.

A core aspect of Aatman's philosophy is generating awareness of metaphysical assistance to ease life on Earth. Her teachings and training focus on essential values such as love, faith, integrity, peace, prosperity, joy, and care.

Aatman Parmar is also an accomplished author, having written three books: "Hello! This is Money Speaking," "Redikall Crystalline Mind," and "Quest for a Guru." Her writings provide insightful perspectives and delve into subjects related to personal development and metaphysics.