ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા આયોજિત ડો. મહેશ. ઠક્કર. નું વકતવ્ય એટલે આપણી સિંધુ સરસ્વતી સંસ્કૃતિ નીસમકાલીન સભ્યતા ની રસપ્રદ વાત. ભારતના નકશા પર માંત્ર ટપકાં નું સ્થાન ધરાવતું ધોળાવીરા વિશ્વ ના ફલક પર પોતાનું સ્થાન બનાવી આપણી સંસ્કૃતિ ની ધરોહર જાળવી રાખી છે.
ધોળાવીરા નો World Heritage માં સમાવેશ થવાથી ગુજરાત ને ચાર World Heritage site ધરાવતું રાજ્ય હોવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.
ધોળાવીરા સિંધુ સરસ્વતી સભ્યતા નો ભાગ હતો. કે વખતે લગભગ ૨૦૦૦ નાના મોટા નગરો અસ્તિત્વ માં ગયા, તેમાંથી ૧૫,૨૦ નગરો મોટા ને વ્યવસ્થિત નગર રચના ધરાવતા હતા, તેમાંનું ધોળાવીરા એક હતું. મોહે જો દડો, કોટડીજી, કાલિબંગા, હડપ્પા જેવા નગરો આ સભ્યતા ના ભાગ હતા.
માનવ સમાજ કેવી રીતે ઊભરી આવ્યો, તેનુવૈજ્ઞાનિક સંશોધન ના આધારે માહિતી આપતા મહેશ ભાઇ એ જણાવ્યું કે લગભગ ૪૫૦૦ અબજ વર્ષ પહેલાં સજીવો બેક્ટેરિયા અને આલ્ગી( algee) રૂપે અસ્તિત્વ માં આવ્યા . પછી એક કોષી સજીવ Protozoa ને તેમાંથી બહુકોષી સજીવો નું Evolution થયું.
સૌથી છેલ્લે સસ્તન પ્રાણી ઓ આશરે ૨૬ લાખ પહેલાં અસ્તિત્વમાં આવ્યા.
સૌ પ્રથમ માનવ વસાહત આફ્રિકા અને ઈજીપ્ત માં કાળક્રમે અસ્તિત્વ માં આવી. કે વખતે તેઓ શિકારી તરીકે વિચરતા. મોટેભાગે ખોરાક ને પાણી ની શોધમાં ભટકતા ભટકતા એશિયા ખંડમાં થી બહાર આવ્યા. લગભગ સાત લાખ વર્ષ પહેલાં થી ૪૦,૦૦૦ વર્ષ નો ગાળો આજના મનુષ્ય ને મળતો હતો એમ કહી શકાય. ૨ લાખ થી ૧૦,૦૦૦ વર્ષ પછી માનવ વસાહત સ્થાપવાની શરૂઆત થઈ, ને એકપછી એક civilization અસ્તિત્વ માં આવ્યા.
આ સમય ને બે ભાગ માં વહેંચવામાં આવે છે, જૂનો પાષાણ યુગના ને નવીનતમ પાષાણ યુગ.જૂના પાષાણ યુગમાં માનવી ફરતો રહેતો અને શિકારી જેવું જીવન જીવ્યો. શિકાર માટે પત્થર નો ઉપયોગ કરતો ને પછી તેમાંથી ઓજાર બનાવતા શીખ્યો.
નવીનતમ પાષાણ યુગમાં એક સ્થળે સ્થાયી થવાનું વિચાર્યું જ્યાં પાણી ને ખોરાક મળી રહે જ્યાં સ્થાયી જીવન ગાળવા માંડ્યા. પછી તો ખેતી. ને પશુપાલન નો ધંધો પણ વિકસ્યો. ઘોડા ને કૂતરા જેવા પ્રાણીઓ પણ પાળવા માંડ્યા.
ઓગણીસમી સદીમાં લાહોર ના ઉત્તખનન માં મોહેંજો દડો ને હડપ્પા સંસ્કૃતિના ઐતિહાસિક પુરાવા મળ્યા. નગર ની રચના ને બાંધકામ પરથી મોટા નગરો હશે કેમ માનવામાં આવે છે. બાંધકામ મા વપરાયેલી ઇંટો ને તેની ગોઠવણી દો અચંબિત કરે છે.
સિંધુ સરસ્વતી સંસ્કૃતિ ની સમકાલીન સંસ્કૃતિ વિશ્વ માં મેસોપોટેમીયા ને સુમેરિયન સંસ્કૃતિ હતી, કે પણ એટલી જ મોટી સભ્યતા ધરાવતા હતા, કે ક્યાંથી મળેલા સીલ( seal) પરથી ખ્યાલ આવે છે. વળી લોખંડ સિવાય બધી ધાતુના ઘરેણાં સોનું , ચાંદી પણ મળી આવેલ છે. આપણી સંસ્કૃતિ ના dancing' girl, Saint ના નમૂના તો વિશ્વ માં ઘણી જગ્યાએ મળી આવેલ છે, જે આપણે બીજા દેશો સાથે વ્યાપારી સંબંધો હતા કે વાતની સાક્ષી પુરે છે.
આજે જયાં કચ્છ નું રણ છે, ત્યાં ૬૦૦૦ વર્ષ પહેલાં છીછરો સમુદ્ર હતો. ખંભાત ના અખાત માં આવેલ લોથલ બંદર સાથે પણ નાની બોટ દ્વારા વેપાર ધોલાવીરા નો હતો, તેના પૂરાવા પણ મળી આવેલ છે. રણમાં આવેલ ચેનલ મારફતે જાણી શકાય છે, કે ત્રણ, ચાર કી. મી પહોળી નદી હતી.
સિંધુ સરસ્વતી સંસ્કૃતિ વિકસાવવામાં ઈરાન નો ફાળો પણ હતો કે મળેલા પુરાવા ને આધારે કહી શકાય છે. પાછળથી Indo- Iranian સભ્યતા કરીકે પણ ઓળખવામાં આવે છે.
કાળક્રમે આયેન( Aryans) ઈરાન ની પૂર્વ ને પશ્ચિમ દિશામાં થી સિંધ પ્રાંતમાં આવ્યા, તે વખતે. ઉત્તર ને દક્ષિણમાં. ભારતમાં જે માનવ વસાહત હતી, તેની સાથે. સમન્વય થઈ Indo Aryan સંસ્કૃતિ ઉદ્દભવી.
પછી વૈદિક સંસ્કૃતિ નો ઘટનાક્રમ ને હિન્દુ વૈદિક યુગનો ઉદય થયા આપણાં ચાર મહાન વેદો ઋગ્વેદ સામવેદ અથર્વવેદ અને યજુર્વેદ અસ્તિત્વ માં આવ્યા. આ કાળ ને રામાયણ અને મહાભારત કાળ પણ કહી શકાય.
સિંધુ સરસ્વતી સંસ્કૃતિ નો સુમેરિયન સંસ્કૃતિ અને મેસોપોટેમીયન સંસ્કૃતિ સાથે વેપાર વાણિજ્ય જળમાર્ગ દ્વારા થતા, સિંધુ નદીના ફાંટા( tributaries) સરસ્વતી નદી દ્વારા ધોળાવીરા પણ વેપાર માટે સંકળાયેલું હતું, પણ કાળક્રમે સિંધુ ની tributaries સૂકાઈ ગઇ ને સરસ્વતી નદી લુપ્ત થઈ જવાથી વેપાર વાણિજ્ય ભાંગી પડ્યા.
ધોળાવીરા site માનસર અને મનહર નદી વચ્ચે ના ચોરસ પ્રદેશ માં ખુબ જ હોશિયારી પૂર્વ ક વિકસાવેલી સભ્યતા છે. આ નગર ના ત્રણ મુખ્ય પાસા છે. Upper town -- જેમાં રાજા જેવા Royal family રહ્યા. Middle town-- અમીર ઉમરાવ. Lower town. -- સામાન્ય જનતા. રહેતી. લગભગ ૫૦,૦૦૦ ની વસ્તી ધરાવતું નાનકડું શહેર હતું.
શહેરની ફરતે પત્થરની વ્યવસ્થિત બાંધેલી દિવાલ, જે પરદેશી આક્રમણ ને ખાળી શકાય તેવી મજબૂત હતી. રસ્તાઓ પણ બાંધકામ ધરાવતા હતા. Town planning મા સૌથી ઘ્યાનમાં આવે તેવી સુએઝ સિસ્ટમ હતી. પાણી નો સંગ્રહ કરવા જળાશય પણ હતા. નકશા ને photograph દ્વારા મહેશ ભાઈ એ Water harvesting system ખૂબજ. સરસ રીતે સમજાવી. પાણી ના એકપણ ટીપા નો વ્યય ન થાય કેવી water Recharging System પણ વિકસાવવામાં આવી હતી.
મકાન ના બાંધકામ ગોળાકાર માં થયા, જેથી ધરતીકંપ સામે રક્ષણ મેળવી શકાય. આટલી વ્યવસ્થિત રીતે વિકસેલી સભ્યતા નાશ કેમ થઇ હશે કે વિચારવા જેવી વાત છે
આ માટે ઘણાં પરિબળો જવાબદાર હોય શકે છે. --આબોહવા માં થતો બદલાવ છે સ્થાનિક, પ્રાદેશિક ને. વૈશ્વિક હતો. --- અપૂરતા વરસાદને કારણે નદીઓનું સુકાવું . સરસ્વતી નદી નુ લુપ્ત થવું. ----- વારંવાર થયા ધરતીકંપ ને છેલ્લે પરદેશી આક્રમણ ને ગણાવી શકાય.
મહેશભાઈ આપે ખૂબ વિસ્તૃત માહિતી આપી , સરળતાથી બોલતા નગર વાત સમજાવી.
ખૂબ ખૂબ આપનો આભાર
ખૂબ ખૂબ આભાર કોકિલા બહેન અને તેમની ટીમનો