ગુજરાતમા નૃત્ય, ગુજરાતનું નૃત્ય

Speaker:

Prof. Dr. Parul Shah

July 30, 2023

July 30, 2023

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

ગુજરાતીસાહિત્ય ફોરમ: મણકો ૧૬૩, ૩૦.૭.૨૦૨૩

 

ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા આયોજીત વક્તવ્ય ના વક્તા હતા ડો. પારુલ. શાહ. જેઓ શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમના  ઉંચા ગજાના કલાકાર છે. તેમણે ગુજરાતમાં નૃત્ય, ગુજરાતનું નૃત્ય વિશે ખૂબજરસપ્રદ માહિતી તેના તફાવતની છણાવટ કરતા આપી. વકતવ્ય દરમ્યાન તેમની સાહજિકતા સૌનેસ્પર્શી ગઈ.

                                           

આપણું જીવન ભાષા સાથે વણાયેલું છે. નૃત્ય શીખવું હોયતો સાહિત્ય વિના ભારતીયશાસ્ત્રીય નૃત્ય કદાચ ન શીખાય.  તેમના પ્રયોગના ભાગરુપે તેમને રમેશ પારેખનીકવિતા ને નૃત્યમાં ઉતારવાની તક મળી ને સફળતાપૂર્વક પાર પાડી. નૃત્ય ને સાહિત્ય એકબીજાં જોડે વણાયેલાછે તેનો ઉત્કૃષ્ટ દાખલો  પારુલબહેનેપૂરો પાડ્યો . 

                      

નૃત્યોના પ્રકાર વિષે વાત કરતા આઠ પ્રકારના ભારતના અલગઅલગ પ્રાંત ના શાસ્ત્રીય નૃત્યો વિશે સુંદર માહિતી આપી. ભરતનાટ્યમ - તામિલનાડુ નેકર્ણાટક, કથક- ઉત્તર પ્રદેશ ને રાજસ્થાન કથકલી - કેરાલા, મણીપૂરી- મણીપૂર  ના નૃત્ય  પહેલાં મુખ્ય હતા. કાળક્મે પાછળથી  ઓરિસ્સાનુંઓડિસી, આંધ્ર નું કૂચીપૂડી, કેરાલા-માોહિની એત્રમ ને આસામ- સત્તરિયા  નો ભારતના શાસ્ત્રીય નૃત્યોમાં સમાવેશ થયો. 

                

ગુજરાતમાં અત્યારે ભરતનાટ્યમ અને કથક સૌથી વધુ જાણીતા છે. લગભગ 1886 ની સાલમાં વડોદરામાં આવેલું. વડોદરાના મહારાજાના પત્ની દક્ષિણના હતા, તેમનીસાથે ડાવરીમાં દેવદાસી આવી. તે 

જમાનામાં મંદિરમાં  ભગવાનની આરાધના દેવદાસીદ્વારા કરવામાં આવતી.  તે ભગવાનનેવરેલી હોય, પછી  આજ મંદિરની  પ્રથા સ્ટેજ પર આવી.અમદાવાદમાં મૃણાલિની સારાભાઇ, વડોદરામાં અંજલિ મેઢે , નૃત્યની શરૂઆત કરી. સુંદર સંસ્થાઓ સ્થાપી  , 1949 માં M.S. University માં Music college ની સ્થાપના થતા  વડોદરાએ ઘણાં અદ્દભૂત કલાકારો જગતને આપ્યા.  પછી ઓડિસી ને કૂચીપૂડી  ગુજરાતમાંઆવ્યા. લગભગ 100  થી  150  વર્ષ થી શાસ્ત્રીય નૃત્યો  ગુજરાતમાં આર્વિભાવપામ્યા છે  એટલે આપણાં જ નૃત્યો કહેવાય.  

                                   

પુરાણકાળથી અને મહાભારતના સમયમાં આપણાં ગુજરાતનાનૃત્યો એટલે વર્તુળ આકારે થતાં ગરબા અને રાસ . લોકો પોતાની નીજીવનશૈલી ને કાર્યપદ્ધતિ પ્રમાણે  નૃત્ય કરે તે લોકનૃત્ય  કહેવાય. ગરબોએટલે  મા શક્તિ ની આરાધના રુપે વચ્ચે દીપ પ્રગટાવી  તાળી ને ચપટીના તાલે ગોળ ગોળ ઘૂમવું.  આપણાં ગરબા સમાજને સમાનતા(equality) નો સુંદર સંદેશ આપેછે.  બધી જ કોમ , જાતિના લોકો સાથે ગરબા રમી શક્તિની આરાધના કરે છે, ઉંચનીચના ભેદભાવ વગર એ બહુ મોટીસમજ જીવનમાં ઉતારવાની આપેછે. રાસનાં ઘણાં પ્રકાર.ગુજરાતમાં  સૌરાષ્ટ્ર ના  રાસ ગરબા, કચ્છનારાસ ગરબા માં વૈવિધ્ય છે.  ગુજરાતના આદિવાસી નૃત્યની આગવી શૈલી છે. દક્ષિણગુજરાત, ઉત્તર ગુજરાત ને છોટાઉદેપૂર ના આદિવાસીઓનાં પણ સુંદરનૃત્ય છે.  રબારી, કોળી ના નૃત્યો ને   ટીપણી ના કામ સાથેસંકળાયેલી બહેનોથી ટીપણી પણ એક નૃત્ય તરીકે ગણાવા લાગ્યા. 

                                   

પારુલ બહેને વિડીયો કલીપ દ્વારા તેમના નૃત્યોની ઝલકદર્શાવી  જેમાં તેમની ઉત્કૃષ્ટ કલાના દર્શન થયા. તેઓ ઝવેરચંદ મેઘાણી નેયુવાવર્ગ ને શાળાના બાળકો જાણે તે માટે સતત પ્રયત્નશીલછે. તેના ઉપક્રમે કાર્યક્રમોનું આયોજન પણ કર્યું છે. 

                              

ખૂબ સુંદર પારુલબહેન આપનો ખૂબ ખૂબ આભાર . 

         

કોકિલાબહેન ને પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર 

 

 

          —- સ્વાતિ દેસાઇ 

About Speaker

Prof. Dr. Parul Shah

Performing Artist, Educator
Learn More

Prof. Dr. Parul Shah

Parul Shah is an accomplished performing artist, cross-cultural choreographer, Bharatanatyam guru, dance educator, scholar, researcher, and arts administrator. With over half a century of experience in the field of dance, she is a highly motivated individual with an illustrious career.

Parul Shah holds various educational qualifications, including a B.Sc. in Physics, LLB (general), LLB (Specialization in Taxation), Ph.D., M.Mus., B.Mus., PG Dip in Nattuvangam, and a Diploma in Dance. She has also received special training in Movement Analysis and Dance Therapy.

Currently, Parul Shah serves as the Principal Investigator for the MHRD-UGC eContent PG Pathashala and MOOCs in the Swayam Project for Performing Arts Dance since 2014. She has previously held positions as Dean and Head of the Dance Department at the Maharaja Sayajirao University, serving in 1994-1996, 2012-2014, and as a Professor, Reader, and Lecturer in the same department from 1981 to 2014.

Parul Shah has been recognized for her contributions and achievements throughout her career. She has received the Government of India Senior Fellowship (2018-20), Senior Fulbright Scholarship (1992), Erasmus Mundus Heritage Scholarship from the European Union (201), and the Gujarat Rajya Gaurav Puraskar, among other accolades.

In addition to her academic and administrative roles, Parul Shah is an active practitioner of Bharatanatyam, Creative Dance, and Folk Dance. She has created numerous major dance productions, including Rajyalaksmi, Buddha Tattva, Dipta Kailash, Kanya Viday, Two Roads and a Path, Abhishap, Chetana, Shri Chandramaulishwar Kuravanji, Shri Antaryami, Nirguna, Kavi-Kavita-Gujarat, Random Graces, and many more in solo and group formats.

Since 1981, Parul Shah has been running the Anjali Memorial Committee Baroda, a dance company that performs extensively across India and abroad. She also holds the position of Special Projects Director at the International Folk Art Organization, a UNESCO body.

Parul Shah's main focus lies in expanding the horizons of Bharatanatyam, ensuring that the richness of classical dance enriches future generations. She is dedicated to nurturing the art form and its traditions while pushing boundaries and exploring new artistic expressions.